રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 12 વર્ષ પૂરા કર્યા, 5 વાર IPL વિજેતા બનાવનાર હિટમેન માટે ખાસ Video શેર કર્યો

|

Jan 08, 2023 | 10:38 PM

રોહિત શર્મા છેલ્લા 12 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયેલો છે. આ દરમિયાન તે ટીમનો કેપ્ટન બન્યો અને ટીમને લીગની સૌથી સફળ ટીમ સાબિત કરી.

રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 12 વર્ષ પૂરા કર્યા, 5 વાર IPL વિજેતા બનાવનાર હિટમેન માટે ખાસ Video શેર કર્યો
IPL નો સૌથી સફળ કેપ્ટનમાં Rohit Sharma ની ગણના થાય છે

Follow us on

આઈપીએલમાં ધોની પ્રત્યે સૌથી વધારે આકર્ષણ છે. જોકે ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ ના ટાઈટલ જીતવામાં સૌથી સફળ કેપ્ટન તરીકે નામ રોહિત શર્માનુ લેવાય છે. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વાર આઈપીએલ ટાઈટલ વિજેતા ટીમ બનાવી છે. આમ રોહિતની સાથે સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને લીગમાં ગણવામાં આવે છે. રોહિત શર્મા 2011 માં મુંબઈની ટીમ સાથે જોડાયો હતો અને 2013માં તેણે ટીમને આઈપીએલને પ્રથમ વાર ટાઈટલ વિજેતા ટીમ બનાવી હતી. ત્યાર બાદ તે ટીમને સૌથી સફળ તરીકે ટોચ પર લાવી દીધી હતી.

રોહિત શર્માની કેપ્ટનશિપને લઈ હાલમાં કેટલાક વિશ્લેષકો અને દિગ્ગજો સવાલો ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે તેના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને લઈ એક ખાસ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયો રોહિત અને મુંબઈના 12 વર્ષના અતૂટ સંબંધને લઈ શેર કરવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સના 12 વર્ષના અતૂટ સંબંધ

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને પોતાની સાથે વર્ષ 2011માં જોડ્યો હતો. આઈપીએલ ઓક્શનમાં મુંબઈએ તેને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો. ત્યારથી રોહિત અને મુંબઈની ટીમનો સંબંધ અતૂટ રહ્યો છે. આ 12 વર્ષની સફર દરમિયાન ઉતાર ચડાવ જોયો છે. ભલે છેલ્લા 2 વર્ષથી સંઘર્ષની સ્થિતીમાં રોહિતની ટીમ જોવા મળી હોય પરંતુ, સૌથી વધારે વખત મુંબઈની ટીમને ઉપર જ લઈ જતી સૌએ જોઈ છે.

ટીમે વર્ષ 2013 માં પ્રથમ વાર આઈપીએલ ટ્રોફી પોતાના ખેલાડીઓના હાથમાં જોઈ હતી. જે સફળતા રોહિત શર્માની આગેવાનીમાં જોવા મળી હતી. ત્યાર બાદ રોહિત શર્માએ જીતની હારમાળા સર્જી દીધી. કુલ પાંચ વાર ટાઈટલ જીતનારી આ ટીમે પ્રથમ વાર સફળ રહ્યા ત્યારથી એક વર્ષ છોડીને બીજા વર્ષે એમ સળંગ ચાર વાર ટ્રોફી જીતી હતી. અંતિમ અને પાંચમી વાર ટાઈટલ મુંબઈ ઈન્ડિયન્સે 2020માં જીત્યુ હતુ. મુંબઈએ અતૂટ સંબંધને લઈ એક વિડીયો રોહિત શર્માને જોડતો શેર કર્યો છે. જેમાં તેના સંબંધના 12 વર્ષની સફર દર્શાવી છે. જેમાં પ્રથમ સદીથી લઈ તમામ ટાઈટલ જીતવાની પળોને સામેલ કરવામાં આવી છે.

 

 

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આ પ્રસંગે કહ્યું, “હું વિશ્વાસ નથી કરી શકતો કે મુંબઈ ઈન્ડિયન્સમાં 12 વર્ષ પૂરા થઈ ગયા છે. તે ખૂબ જ રસપ્રદ અને ભાવનાત્મક પ્રવાસ રહ્યો છે. અમે ઘણા અનુભવીઓ, યુવાનો સાથે ઘણું હાંસલ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ મારો પરિવાર છે. હું મારા ફોલોઅર્સ, ચાહકો અને મેનેજમેન્ટનો તેમના પ્રેમ માટે આભાર માનું છું.

Published On - 10:28 pm, Sun, 8 January 23

Next Article