
આ પછી રોહિતે વિરાટ કોહલી સાથે ઘણી અડધી સદીની ભાગીદારી પણ કરી છે. કોહલી સાથે રોહિતે T20 ઈન્ટરનેશનલમાં સાત વખત અડધી સદીની ભાગીદારી કરી છે. કોહલી પણ આ સિરીઝમાં નથી રમી રહ્યો. તેઓ આરામ પર છે.

બીજી તરફ જો ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ અડધી સદીની ભાગીદારીનો રેકોર્ડ આયર્લેન્ડના કેવિન ઓ બ્રાયન અને પોલ સ્ટર્લિંગના નામે છે. આ બંનેએ 13 વખત T20 ઈન્ટરનેશનલમાં અડધી સદીની ભાગીદારી કરી છે.

રોહિત-રાહુલની જોડી આઇરીશ જોડીના રેકોર્ડથી માત્ર એક જ અર્ધશતકીય ભાગીદારી રમત થી દૂર છે. આમ આ જોડી રેકોર્ડ રચવા માટે પુરો દમ ધરાવે છે અને એટલે જ હવે આઇરીશ ઓપનીંગ જોડીનો રેકોર્ડ જોખમ રહેલો છે.