દક્ષિણની અભિનેત્રી સાથે પડદા પર નજર આવશે રોહિત શર્મા, સૌરવ ગાંગુલી પણ આપશે સાથ!

રોહિત શર્મા (Rohit Sharma) હાલમાં એશિયા કપ-2022 (Asia Cup 2022) માં રમી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ટીમે પોતાની બંને મેચ જીતીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે.

દક્ષિણની અભિનેત્રી સાથે પડદા પર નજર આવશે રોહિત શર્મા, સૌરવ ગાંગુલી પણ આપશે સાથ!
Rohit Sharma એ સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કર્યુ
| Edited By: | Updated on: Sep 02, 2022 | 10:39 AM

ભારતીય ટીમ (Indian Cricket Team) અત્યારે એશિયા કપ-2022 માં ભાગ લઈ રહી છે. ટીમે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. ભારતે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું અને પછી હોંગકોંગને હરાવ્યું. આ દરમિયાન ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પણ કેટલાક માઈલસ્ટોન હાંસલ કર્યા હતા. તેણે કેપ્ટન તરીકે 37 ટી20 મેચ રમી છે જેમાંથી તે 31 મેચ જીતવામાં સફળ રહ્યો છે. પરંતુ એશિયા કપ (Asia Cup 2022) ની વચ્ચે, રોહિતે તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી દરેક સાથે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.

ભારતીય ટીમ એશિયા કપ-2022માં તેની સુપર-4 મેચની તૈયારી કરી રહી છે. જ્યાં તે પાકિસ્તાન અથવા હોંગકોંગનો સામનો કરી શકે છે. પરંતુ આ દરમિયાન રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. રોહિતે જે ફોટો મૂક્યો છે તે ફિલ્મના પોસ્ટર જેવો છે. જેમાં રોહિત એકલો છે અને ફોટો પર લખ્યું છે, ‘મેગા બ્લોકબિસ્ટર’ તેની સાથે લખવામાં આવ્યું છે કે ‘ટ્રેલર 4 તારીખે રિલીઝ થશે.’ રોહિતે કેપ્શનમાં લખ્યું, “હું થોડો નર્વસ છું. તે એક પ્રકારનું ડેબ્યુ છે.”

 

ગાંગુલીએ પણ ફોટો શેર કર્યો

માત્ર રોહિત જ નહીં, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ કેપ્ટન જેવું જ કંઈક કર્યું. ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના પોસ્ટરનો એક ફોટો પણ પોસ્ટ કર્યો જેમાં તે પોતે છે. આ પોસ્ટરમાં અને રોહિતના પોસ્ટરમાં આ બંનેના ફોટામાં માત્ર એટલો જ તફાવત છે.

ગાંગુલીએ આ પોસ્ટ સાથે કેપ્શન લખ્યું, “આ માટે શૂટિંગનો આનંદ માણ્યો. નવી મેગા બ્લોકબસ્ટર ટૂંક સમયમાં રિલીઝ થશે.”

માત્ર રોહિત કે ગાંગુલી જ નહીં, સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંડાનાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આવું પોસ્ટર પોસ્ટ કર્યું છે.

આ શુ સિક્રેટ છે?

રોહિત અને ગાંગુલી બંનેએ તેમની પોસ્ટમાં કોઈ પણ સંકેત આપ્યો નથી કે તેઓ શું રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. હવે આનાથી દરેકના દિલમાં સવાલ ઉઠ્યો છે કે આ બંને શું વાત કરી રહ્યા છે. પોસ્ટ જોઈને લાગે છે કે બંને કોઈ ફિલ્મ તરફ ઈશારો કરી રહ્યા છે. આગામી દિવસોમાં રોહિત રશ્મિકા સાથે સ્ક્રીન પર જોવા મળી શકે છે.

પાકિસ્તાન સાથે ફરી થશે ટક્કર!

4 સપ્ટેમ્બરે ગમે તે થશે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા અને તેના ચાહકોની નજર શુક્રવારે હોંગકોંગ અને પાકિસ્તાન વચ્ચેની મેચનું પરિણામ શું આવશે તેના પર છે. કારણ કે જે ટીમ આ ટીમ જીતશે તે જ ભારત સામે મેચ રમશે. એટલા માટે ટીમ ઈન્ડિયાની નજર આ મેચ પર છે. જો કે, ભારતના ચાહકો ઈચ્છે છે કે પાકિસ્તાન આ મેચ જીતે જેથી ફરી એકવાર ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થઈ શકે.

 

 

 

Published On - 10:06 am, Fri, 2 September 22