Vijay Hazare Trophy: પુજારાની સૌરાષ્ટ્ર ટીમ સામે રોહિત રાયડૂએ તોફાની રમત રમી, હૈદરાબાદનો 5 વિકેટે વિજય

|

Nov 16, 2022 | 9:44 AM

રોહિત રાયડુએ તે બોલરને જ્યારે તે ઇચ્છે, જ્યાં ઇચ્છે ત્યાં રમ્યો અને આમ કરીને તેણે 1000 રન પૂરા કર્યા. આ સાથે તેણે પોતાની ટીમને પણ શાનદાર જીત અપાવી.

Vijay Hazare Trophy: પુજારાની સૌરાષ્ટ્ર ટીમ સામે રોહિત રાયડૂએ તોફાની રમત રમી, હૈદરાબાદનો 5 વિકેટે વિજય
Rohit Rayudu એ સૌરાષ્ટ્ર સામે મોટી ઈનીંગ રમી

Follow us on

દિલ્હીના મેદાનમાં 15 નવેમ્બરે રમાયેલી મેચમાં રોહિત રાયડુ દ્વારા રનનો ભારે વરસાદ થયો હતો. એવુ તોફાન સર્જી દીધુ કે સ્કોર બોર્ડ પરનો ટાર્ગેટ પણ નાનકડો દેખાવા લાગ્યો. રોહિત રાયડુના વિસ્ફોટક ફોર્મ સામે ચેતેશ્વર પૂજારાની સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના બોલરો પરેશાન થઈ ગયા હતા. રોહિત રાયડુએ બોલરને જ્યારે તે ઇચ્છે, જ્યાં ઇચ્છે ત્યાં રમ્યો અને આમ કરીને તેણે 1000 રન પૂરા કર્યા. આ સાથે તેણે પોતાની ટીમને પણ શાનદાર જીત અપાવી.

હવે રોહિત રાયડુ નામ સાંભળ્યા પછી, તમે રોહિત શર્મા અને અંબાતી રાયડુ સાથે તેના તાર જોડવાનું શરૂ કરશો નહીં. ખરેખર, આ રોહિત રાયડુ એ બે મોટા ભારતીય ક્રિકેટરોથી અલગ છે. આ માત્ર એક બેટ્સમેનનું નામ છે. રોહિત રાયડુ ઘરેલુ ક્રિકેટમાં હૈદરાબાદ માટે રમે છે. તે હૈદરાબાદ ટીમનો ઓપનર છે અને હાલમાં વિજય હજારે ટ્રોફીમાં તેની ટીમની જીતનું કારણ બન્યો છે.

પુજારા 17 રન પર આઉટ, સૌરાષ્ટ્રનો સ્કોર-319/9

વિજય હજારે ટ્રોફીમાં 15 નવેમ્બરે હૈદરાબાદનો સામનો સૌરાષ્ટ્ર સાથે થવાનો હતો. આ મેચમાં ચેતેશ્વર પુજારા પણ સૌરાષ્ટ્ર તરફથી રમી રહ્યો હતો. 50 ઓવરની મેચમાં સૌરાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટ ગુમાવીને 319 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે ઓપનર અને વિકેટ કીપર બેટ્સમેન હાર્વિક દેસાઈએ સૌથી વધુ 102 રન બનાવ્યા હતા. જ્યારે પૂજારાએ માત્ર 17 રન બનાવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોહિત રાયડુએ તન્મયનો સાથ આપ્યો

હવે હૈદરાબાદ સામે 320 રન બનાવવાનો પડકાર હતો, જેને પાર કરવામાં આ ટીમ સફળ રહી કારણ કે બંને ઓપનરોએ આ ટીમ પર હુમલો કર્યો હતો. એક તરફથી તન્મય અગ્રવાલ અને બીજી બાજુથી રોહિત રાયડુ. તન્મયે સદી ફટકારતા 124 રન બનાવ્યા હતા જ્યારે રોહિત રાયડુએ 97 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. આ બંને બેટ્સમેનોની ઇનિંગ્સમાં બે સિક્સર સામેલ હતી. જ્યારે તેમની વચ્ચે 214 રનની મોટી ભાગીદારી થઈ હતી. ઓપનરોએ આપેલી બમ્પર શરૂઆતને કારણે હૈદરાબાદે 48.5 ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

84 રનની ઇનિંગ દરમિયાન 1000 લિસ્ટ A રન પૂરા કર્યા

રોહિત રાયડુએ મેચમાં 84 રનની ઈનિંગ દરમિયાન લિસ્ટ A ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા હતા. 28 વર્ષીય ડાબોડી બેટ્સમેને હવે લિસ્ટ A ક્રિકેટની 25 ઇનિંગ્સમાં 1054 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 સદી અને 4 અડધી સદી સામેલ છે.

Published On - 9:42 am, Wed, 16 November 22

Next Article