IND vs PAK: રોહિત-રાહુલ ફેઇલ અને કંગાળ બોલીંગ પ્રદર્શને બગાડી દીધો ખેલ, ભારતની ઐતિહાસિક હાર માટેના આ રહ્યા કારણો

|

Oct 25, 2021 | 12:22 AM

ભારતે આ પહેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હારનો સામનો કરવો પડ્યો ન હતો. પરંતુ હવે આ ઈતિહાસ બદલાઈ ગયો છે.

IND vs PAK: રોહિત-રાહુલ ફેઇલ અને કંગાળ બોલીંગ પ્રદર્શને બગાડી દીધો ખેલ, ભારતની ઐતિહાસિક હાર માટેના આ રહ્યા કારણો
India vs Pakistan

Follow us on

ભારતીય ક્રિકેટ (Indian Cricket Team) ના ઈતિહાસમાં રવિવાર 24 ઓક્ટોબરે જે બન્યું તે પહેલાં ક્યારેય બન્યું ન હતું. વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત ક્યારેય પાકિસ્તાન (Pakistan Cricket Team) સામે હાર્યું ન હતું. પરંતુ ICC ટી 20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup-2021) માં આ ઈતિહાસ બદલાઈ ગયો. આ મેચ પહેલા 12 મેચમાં ભારત હંમેશા પાકિસ્તાન સામે જીત્યું હતું. તેમાંથી વનડે વર્લ્ડ કપમાં સાત અને ટી-20 વર્લ્ડ કપમાં પાંચ વખત જીતનો સમાવેશ થાય છે, પરંતુ આ વખતે વાર્તા બદલાઈ અને વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત હરાવ્યું.

દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ લક્ષ્ય 17.5 ઓવરમાં વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. ભારતની આ હારનું કારણ શું હતું, ચાલો તે કારણો જોઈએ.

ઓપનિંગ જોડીની જવાબદારી ટીમને મજબૂત શરૂઆત અપાવવાની છે. પરંતુ ભારતની ઓપનિંગ જોડી આ ટાસ્કમાં નિષ્ફળ રહી હતી. આની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલ (KL Rahul) ના ખભા પર હતી પરંતુ બંને નિષ્ફળ રહ્યા હતા. આ બંને બેટ્સમેનોને શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) એ આઉટ કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

નીચલો ઓર્ડર નિષ્ફળ

લોઅર ઓર્ડરની નિષ્ફળતા પણ ભારતની હારનું કારણ હતું. શરુઆતના ઝટકાઓ પછી, વિરાટ કોહલી અને રિષભ પંતે ભારતનો હવાલો સંભાળ્યો હતો. બંને એ 53 રનની ભાગીદારી કરી હતી. પરંતુ આ ભાગીદારી તૂટી જતાં જ વિરાટ કોહલી એકલો પડી ગયો હતો. તેને નીચલા ક્રમમાં કોઈ સમર્થક મળી શક્યો નથી. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે નિષ્ફળ ગયા અને તેથી ભારત મોટો સ્કોર કરી શક્યું નહીં.

બોલિંગ નિષ્ફળ

બોલરોની નિષ્ફળતા એ પણ મોટુ કારણ રહ્યુ હતુ. આમ તો ભારતના બોલરોના ખૂબ વખાણ થઈ રહ્યા હોય છે. એવું કહેવામાં આવે છે કે ટીમ ઇન્ડિયાનું વર્તમાન બોલિંગ આક્રમણ ગમે તે વિકેટ પર તાકાત બતાવી શકે છે. પરંતુ આ મેચમાં ભારતીય બોલરો તેમની શાખ મુજબ પ્રદર્શન કરી શક્યા નહી અને ટીમ 10 વિકેટથી હારી ગઈ છે. એટલે કે ભારતીય બોલરોએ એક પણ વિકેટ લઇ શક્યા નથી. પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીને ભારતીય બોલરોને વિકેટ મેળવવી મુશ્કેલ બનાવી દીધી હતી.

છઠ્ઠા બોલરની ખોટ વર્તાઇ

ભારત પાસે ક્યાંકને ક્યાંક છઠ્ઠા બોલરનો અભાવ હતો. કારણ કે તેના તમામ પાંચ મુખ્ય બોલરો નિષ્ફળ ગયા હતા. આવી સ્થિતિમાં, જો કોઈ છઠ્ઠો બોલર હોત, તો કદાચ તે ભારત માટે કંઈક કમાલ કરી શક્યો હોત.

પ્લેઇંગ ઇલેવનમાં ગરબડી!

યોગ્ય પ્લેઈંગ ઈલેવનની પસંદગી ન કરવી પણ એક કારણ હોઈ શકે છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકતો નથી, તેથી તેના સ્થાને શાર્દુલ ઠાકુરની પસંદગી થઈ શકી હોત. ઠાકુર એક શાનદાર બોલર છે અને બેટથી પણ કમાલ કરી શકે છે. દરમિયાન આ મોટી મેચમાં વરુણ ચક્રવર્તીને બદલે રવિચંદ્રન અશ્વિનના અનુભવને પ્રાધાન્ય આપી શકાયું હોત.

 

પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: T20i માં ટીમ ઇન્ડીયાની પ્રથમ વાર 10 વિકેટ થી શરમજનક હાર, પાકિસ્તાનની ટીમે મેળવી જીત

આ પણ વાંચો:  T20 World Cup: હાર્દિક પંડ્યાના ખભામાં ઇજા પહોંચી, સ્કેન માટે લઇ જવાયો, ટીમ ઇન્ડીયાની વધી ચિંતા

Published On - 12:13 am, Mon, 25 October 21

Next Article