IPL: હર્ષલ પટેલ સાથેના વિવાદને લઈ રિયાન પરાગે તોડ્યુ મૌન, સિરાજે કહ્યુ હતુ- ‘બચ્ચા હૈ, બચ્ચે કી તરહ રહ’

|

Jun 05, 2022 | 4:29 PM

IPL-2022 ની એક મેચમાં રિયાન પરાગ (Riyan Parag) અને હર્ષલ પટેલ (Harshal Patel) વચ્ચે વિવાદ થયો હતો અને તેની ઉગ્ર ચર્ચા થઈ હતી. હવે પરાગે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

IPL: હર્ષલ પટેલ સાથેના વિવાદને લઈ રિયાન પરાગે તોડ્યુ મૌન, સિરાજે કહ્યુ હતુ- બચ્ચા હૈ, બચ્ચે કી તરહ રહ
Riyan parag એ આખાય ઘટનાક્રમની વાત કહી

Follow us on

રાજસ્થાન રોયલ્સની ટીમ આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022) ની ફાઇનલમાં પહોંચી હતી. 2008 પછી આ પ્રથમ વખત હતું જ્યારે રાજસ્થાન IPL ફાઈનલ રમ્યું હતું. જો કે સંજુ સેમસનની કપ્તાની હેઠળની આ ટીમ ફાઈનલ જીતી શકી ન હતી, પરંતુ પ્રદર્શનને લઈ આ ટીમે બધાની પ્રશંસા મેળવી હતી. આ ટીમે શાનદાર રમત દેખાડી અને આખી સિઝનમાં પોતાની રમતથી ચર્ચામાં રહી. તેની ટીમનો એક ખેલાડી પણ ઘણા સમાચારોમાં રહ્યો હતો. ક્યારેક તેની ફિલ્ડિંગથી તો ક્યારેક મેદાન પર તેના આક્રમક વલણથી. આ ખેલાડી છે રિયાન પરાગ (Riyan Parag). રિયાન પરાગે આ સિઝનમાં સૌથી વધુ કેચ પકડ્યા હતા, પરંતુ તેનાથી વધુ તેની અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) વચ્ચે વિવાદ થયો હતો. પરાગે હવે આ અંગે મૌન તોડ્યું છે.

આ વિવાદ 26 એપ્રિલે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચને લઈને છે. રાજસ્થાનની ઇનિંગ્સનો અંત આવ્યા બાદ પરાગ અને હર્ષલ પટેલ વચ્ચે વિવાદ થયો હતો. બંને એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ મેચમાં પરાગે હર્ષલને જોરદાર પરાજય આપ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સમગ્ર વિવાદ આમ હતો, સિરાજે વિવાદ ભડકાવ્યો!

પરાગે આ વિવાદ અંગે ક્રિકફિટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે, “ગયા વર્ષે 2021માં જ્યારે અમે મુંબઈ માં RCB સાથે રમી રહ્યા હતા, ત્યારે તેણે મને આઉટ કર્યો. હું શાંતિથી પાછો જઈ રહ્યો હતો પછી તેણે મને હાથ કરીને ઈશારો કર્યો કે ચાલો. હું હોટેલ પર ગયો અને તે જોયું. તે મારા મનમાં રહી ગયુ. જ્યારે મેં તેને છેલ્લી ઓવરમાં પણ ફટકાર્યો ત્યારે મેં મારા મોઢામાંથી કંઈ કહ્યું નહીં. મેં પણ હાથ વડે ઈશારો કર્યો. ન તો મેં મોઢે કંઈ કહ્યું, ન તો તેની સાથે દુર્વ્યવહાર કર્યો. આટલું જ થયું હતું. પછી જેણે મને પાછળથી બોલાવ્યો તે હર્ષલ નહીં પણ મોહમ્મદ સિરાજ હતો. સિરાજે મને બોલાવ્યો અને કહ્યું, ‘ઓયે, ઓયે ઇધર આ, બચ્ચા હૈ બચ્ચે કી તરહ રહ’

પરાગે અડધી સદી ફટકારી

આ મેચમાં પરાગે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 31 બોલમાં અણનમ 56 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પટેલે છેલ્લી ઓવર નાખી હતી અને આ ઓવરમાં પરાગે 18 રન લીધા હતા. પરાગની આ ઇનિંગ રાજસ્થાન માટે ઘણી ઉપયોગી રહી અને ટીમ 144 રન બનાવવામાં સફળ રહી. બેંગ્લોરની ટીમ આ મેચ હારી ગઈ હતી. 145 રનના લક્ષ્યાંકના જવાબમાં બેંગ્લોર માત્ર 115 રન જ બનાવી શકી હતી. રાજસ્થાને આ મેચ 29 રને જીતી લીધી હતી.

Published On - 4:25 pm, Sun, 5 June 22

Next Article