રાત્રે 12.29 વાગ્યે ટ્વીટને લાઈક કરવું રિયાન પરાગને પડ્યું મોંઘુ, ચાહકોએ કર્યો ટ્રોલ

આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ માટે રમનાર રિયાન પરાગ એક નવા વિવાદમાં ફસાયો છે. એક મોડલના ટ્વિટને લાઈક કર્યા બાદ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

રાત્રે 12.29 વાગ્યે ટ્વીટને લાઈક કરવું રિયાન પરાગને પડ્યું મોંઘુ, ચાહકોએ કર્યો ટ્રોલ
ટ્વીટને લાઈક કરવું રિયાન પરાગને પડ્યું મોંઘુ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Aug 23, 2022 | 4:15 PM

Riyan Parag : રાજ્સ્થાન રૉયલ્સ (Rajasthan Royals)ના ઑલરાઉન્ડર રિયાન પરાગ હંમેશા વિવાદમાં ફસાતો રહે છે. 20 વર્ષના આ ખેલાડીએ ધરેલું ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી જાણવામાં આવે છે. પરંતુ મેદાન બહાર એ કાંઈ એવું કરે છે કે, તે વિવાદમાં ફસાય જાય છે. રિયાન પરાગ ફરી એક વખત એવો વિવાદમાં ફસાયો છે. જેમાં તેણે (Riyan Parag)એક મોડલના ટ્વિટને લાઈક કર્યું છે. ત્યારબાદ ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા છે. મૉડલનું ટ્વિટ લાઈક કરવામાં તે એક ભુલ કરી બેઠો હતો. જે રિયાન પરાગના ટ્રોલનું કારણ બન્યું છે.

રિયાન પરાગ થયો ટ્રોલ

જાહ્નવી શર્મા નામની કથિત મોડલે સોમવાર મોડી રાત્રે એક ટ્વિટ કર્યું હતુ. જેમાં તેણે પોતાના વિચાર શેર કર્યો હતો. જેમાં રિયાન પરાગે લાઈક કર્યું હતુ. ત્યારબાદ રિયાન પરાગના ચાહકોએ આ સ્કીનશોર્ટ લઈ રિયાન પરાગને ટ્રોલ કરવાનું શરુ કર્યું હતુ.

 

 

રિયાન પરાગ આઈપીએલ 2022 દરમિયાન પણ ટ્રોલ થયો હતો

તમને જણાવી દઈએ કે, રિયાન પરાગ આઈપીએલ 2022માં પણ વિવાદોમાં ફસાયો હતો. રિયાન અને રૉયલ ચેલેન્જર બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ વચ્ચે ટક્કર થઈ હતી. રાજસ્થાનની મેચ પુરી થયા બાદ આ વિવાદ શરુ થયો હતો. આ મેચમાં પરાગે હર્ષલ સામે શાનદાર બેટિંગ કરી હતી.

રિયાન પરાગે કહ્યું કે, વર્ષ 2021માં જ્યારે તે મુંબઈમાં RCB સામે રમી રહ્યો હતો ત્યારે હર્ષલ પટેલે તેની વિકેટ લીધી હતી. પરાગ આઉટ થયા પછી પેવેલિયનમાં જતો હતો ત્યારે હર્ષલ પટેલે તેને હાથનો ઈશારો કરીને ચાલવા કહ્યું. રિયાન પરાગે હોટેલમાં જઈને આ ફૂટેજ જોયો અને તે વાત તેના મગજમાં રહી ગઈ. આ પછી, વર્ષ 2022માં પરાગે હર્ષલ પટેલની બોલિગ પર અડધી સદી ફટકાર્યા પછી, આ ખેલાડીએ હર્ષલ પટેલ તરફ ઈશારો કર્યો. તમને જણાવી દઈએ કે રિયાન પરાગનું IPL કરિયર કંઈ ખાસ રહ્યું નથી. જો કે તેમ છતાં રાજસ્થાન રોયલ્સ આ ખેલાડીને ભવિષ્યનો સ્ટાર માને છે. હવે જોવાનું એ રહે છે કે રિયાન પરાગ ક્યારે પોતાને સાબિત કરે છે?