
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર ઋષભ પંતને અકસ્માતનો શિકાર થતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગત 30 ડિસેમ્બરે દિલ્લીથી રુરકી માતાને મળવા માટે જવા દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે થયેલા અકસ્માતમાં પંતની કાર સળગી ઉઠી હતી અને તેમાંથી તેને બહાર નિકાળીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. શરુઆતમાં દહેરાદૂનમાં સારવાર આપ્યા બાદ પંતને મુંબઈ એર લીફ્ટ કરાવમાં આવ્યો હતો. લાંબો સમય સારવાર બાદ હવે પંતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી પોતાને અપડેટ આપી છે, સાથે જ એક ટ્વીટ ખાસ એ લોકો માટે કરી છે, જેમણે તેને અકસ્માત સમયે મદદ કરી હતી.
પંતે અકસ્માતન બાદ પહેલી વાર ટ્વીટ કરી પોતાના અંગે અપટેડ આપી છે. સાથે એવી વ્યક્તિઓને ખાસ યાદ કરીને આભાર માન્યો છે, જેમના થકી તે સમયસર હોસ્પિટલ પહોંચી શક્યો હતો. તેણે ઈમોશનલ થઈ આ મેસેજ કર્યો છે.
પહેલા તો વિકેટકીપર પંતે પોતાની હેલ્થને લઈ જાણકારી આપી હતી. તેણે બતાવ્યુ હતુ કે, તેની સર્જરી કેવી રહી હતી. આ ટ્વીટ કર્યા બાદ વધુ એક ટ્વીટ કર્યુ હતુ અને તેમાં એક તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં બે યુવકો જોવા મળી રહ્યા છે. આ બંને યુવકોની તસ્વીર સાથે મેસજ લખ્યો હતો કે, “હું વ્યક્તિગત રીતે દરેકનો આભાર માની શકતો નથી. પરંતુ હું ચોક્કસપણે આ બે હીરોનો આભાર માનું છું જેમણે અકસ્માત દરમિયાન મારી મદદ કરી અને સુનિશ્ચિત કર્યુ કે હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી શક્યો. રજત કુમાર અને નિશુ કુમાર, બંનેનો આભાર. હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ.
I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I’ll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
ઋષભ પંતને ઈજામાંથી સારવાર થતા લાંબો સમય વિતી જશે. આ દરમિયાન તે આઈપીએલ 2023 થી લઈને અને મહત્વની ક્રિકેટ ટૂર્નામેન્ટ ગુમાવશે. પંતને લિગામેન્ટ ટિયર થવાને લઈ સર્જરી કરવી પડી હતી. જેને લઈ તેણે ક્રિકેટના મેદાનથી લાંબો સમય દૂર રહેવુ પડી શકે છે. શક્ય છે કે, વનડે વિશ્વકપથી પણ દૂર રહેશે.
Published On - 9:53 pm, Mon, 16 January 23