Rishabh Pantના ચાહકો માટે સારા સમાચાર, સોશિયલ મીડિયા પર શેર કર્યો જીમનો ફોટો

ગમખ્વાર કાર અકસ્માત બાદ રિકવરી કરી રહેલા ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટોમાં રિષભ જીમમાં નજર આવી રહ્યો છે અને ઈન્જરીમાંથી જલ્દી રિકવરી કરી રહ્યો હોવાના તેણે સંકેત આપ્યા છે.

Rishabh Pantના ચાહકો માટે સારા સમાચાર, સોશિયલ મીડિયા પર શેર કર્યો જીમનો ફોટો
| Edited By: | Updated on: May 04, 2023 | 5:13 PM

રિષભ પંતના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પંતે લાંબા સામે બાદ હવે ફરીથી જીમમાં વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. પંતે બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જીમની એક સ્ટોરી શેર કરી હતી. તસવીરમાં તે જીમમાં લખેલી એક લાઈન તરફ ઈશારો કરી રહ્યો છે. આ પહેલા પંત IPL 2023માં દિલ્હીની મેચમાં ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો, ત્યારે પંતના પગમાં પટ્ટો હતો.

 

જે બાદ બુધવારે શેર કરેલી તસવીરમાં તે રિકવરી કરી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રિકવરીની સાથે ફિટનેસ પાછી મેળવવા તે જીમમાં પણ પરસેવો પાડી રહ્યો છે.

 

લાંબા સમયથી ક્રિકેટથી દૂર

વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાના અંતમાં રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેની સર્જરી કરવામાં આવી હતી અને ત્રણ મહિનાથી વધુ સમય આરામ કર્યા બાદ પંતે રિહેબ પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો : ભારે બેટથી પણ બેટિંગ કરીને આ ખેલાડીઓએ મચાવી છે ધમાલ, ત્રણ ભારતીય પણ લિસ્ટમાં સામેલ

ટીમ ઈન્ડિયામાં વાપસી માટે પંતને હજી રાહ જોવી પડશે. પંતની ઈન્જરી ગંભીર છે અને તેને રિકવર કરવા અને ફરી મેદાનમાં વાપસી કરવા હજી સમય લાગશે. મેદાનમાં રનિંગ, ફિલ્ડિંગ, કીપિંગ તથા બેટિંગ કરવા માટે જરૂરી એનર્જી અને ફિટનેસ માટે તેણે મહેનત શરૂ કરી દીધી છે.

વર્લ્ડ કપ ગુમાવશે

આ વર્ષે વનડે વર્લ્ડ કપમાં ભારતમાં યોજવાનો છે, જેમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવો પંત માટે અતિ મુશ્કેલ છે. સાથે જ જૂનમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ તે ગુમાવશે. તેની ઈજાઓને જોતા પંતને મેદાનમાં પરત ફરવા અને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા હજી વધુ સમય રાહ જોવી પડશે અને સંઘર્ષ પણ કરવો પડશે.

30 ડિસેમ્બરના રોજ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો.

 

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંત ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને પછી તેની કાર ડિવાઈડ પર ચઢી ગઈ. આ પછી, લાંબા અંતર સુધી ડિવાઈડર પર ગયા બાદ કાર પલટી ગઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. પંત સમયસર કારમાંથી બહાર આવ્યો અને બચી ગયો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…