Rishabh Pant નુ વિદેશમાં કરાશે ઓપરેશન, મુંબઈ થી લંડન ખસેડાશે! જાણો કેટલો સમય રહેશે મેદાનથી દૂર

Rishabh Pant ને દહેરાદૂનમાં સારવાર બાદ બુધવારે એરલીફ્ટ કરીને મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. લિગામેન્ટના ઓપરેશન માટે વિદેશ ખસેડવાની શક્યતા છે.

Rishabh Pant નુ વિદેશમાં કરાશે ઓપરેશન, મુંબઈ થી લંડન ખસેડાશે! જાણો કેટલો સમય રહેશે મેદાનથી દૂર
Rishabh Pantને સર્જરી માટે લંડન ખસેડાઈ શકાય છે
| Edited By: | Updated on: Jan 05, 2023 | 8:03 AM

ગત 30 ડિસેમ્બરે ઋષભ પંત દિલ્લી થી રુરકી પોતાના ઘરે જવા દરમિયાન ગંભીર અકસ્માતનો શિકાર થયો હતો. અકસ્માતનમાં ઘાયલ પંતને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેની ઈજાઓના ઘા માટે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. BCCI દ્વારા બુધવારે પંતને દહેરાદુન થી એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ઋષભ પંતને કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેને ઓપરેશન માટે લંડન મોકલવામાં આવે તેવી સંભાવનાઓ છે.

મીડિયા રિપોર્ટર્સનુસાર પંતના લિગામેન્ટની સર્જરી મુંબઈને બદલે લંડનમાં કરવામાં આવી શકે છે. પંતની સારવારને લઈ હવે લાંબો સમય ક્રિકેટના મેદાનથી દૂર રહેવુ પડી શકે છે. ઋષભ પંતને મેદાન પર પરત ફરવામાં લગભગ 9 મહિનાથી વધારે સમય લાગી શકે છે.

લિગામેન્ટની સર્જરી લંડનમાં કરાઈ શકે છે

કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ઋષભ પંતના લિગામેન્ટની ઈજા અંગે MRI સ્કેન કરવામાં આવશે. જેના બાદ ઈજા અંગે ચોક્કર જાણકારી મેળવી શકાશે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ જણાવ્યા મુજબ, પંતને સર્જરી માટે લંડન લઈ જવાશે.તેઓએ કહ્યુ હતુ કે, એકવાર ડોક્ટરોને લાગે કે તે મુસાફરી માટે ઠીક છે, તો તેને સર્જરી માટે લંડન મોકલવામાં આવશે. અમને અત્યાર સુધી જાણકારી નથી કે, તેને ઠીક થવામાં કેટલો સમય લાગશે.

આટલા મહિના રહી શકે છે બહાર

ભારતીય વિકેટકીપરને લાંબો સમય બહાર રહેવુ પડી શકે છે. તે આઈપીએલની આગામી સિઝનનો હિસ્સો પણ નહીં રહી શકે. જે પ્રમાણ મિડીયા રિપોર્ટસમાં બોર્ડના અધિકારી સુત્રોએ કહ્યુ છે એ મુજબ માત્ર આઈપીએલ જ નહીં પરંતુ અનેક મહત્વની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટો અને મેચો પંતે ગુમાવવી પડશે. જેમાં વનડે વિશ્વકપ અને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ સામેલ હોઈ શકે છે.

બોર્ડ અધિકારીએ કહ્યુ હતુ કે, એકવાર ઘૂંટણમાં સોજો ઓછો થઈ જાય, તો ડો પારડીવાલા અને તેમની ટીમ આગળની સારવાર માટેનો રસ્તો નક્કી કરશે. હાલના મુજબ, ઋષભના બંને ઘૂંટણમાં સર્જરી થવાની છે. જેને લઈ પંત લગભગ 9 મહિના સુધી બહાર થઈ શકે છે. સુત્રની વિગતો મુજબ કરિયરનો લાંબો સમય ઈજાને લઈ પંતે બહાર રહેવુ પડશે. જોકે વનડે વિશ્વકપ પહેલા તૈયાર થઈ જાય એવી પણ આશા રાખવામાં આવી રહી છે.

Published On - 7:51 am, Thu, 5 January 23