જાન્યુઆરી 2021માં બ્રિસ્બેનના ગાબા મેદાનમાં ઋષભ પંતે (Rishabh Pant) મિડ-ઓફ તરફ બાઉન્ડ્રી ફટકારતાની સાથે જ મુશ્કેલ સમયમાં પોતાની રમતનો પરિચય કરાવી દીધો હતો. ભારતીય ક્રિકેટની એ ઐતિહાસિક જીત સાથે પંતની ઈનીંગ યાદગાર હતી. આ પછી પણ ઋષભ પંત ના બેટમાંથી કેટલીક એવી ઇનિંગ્સ નીકળી, જે સતત પોતાના કૌશલ્યને પુરવાર કરતી રહી. આવી જ એક ઈનિંગ્સ 17 જુલાઈ, રવિવારે માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ (India Vs England) વિરુદ્ધ નિર્ણાયક ODI માં જોવા મળી હતી, જ્યાં ઋષભ પંતે બ્રિસબેન ટેસ્ટની શૈલીમાં શાનદાર ઈનિંગ્સ રમીને ટીમને જીત તરફ દોરી હતી.
માન્ચેસ્ટરની આ જીતમાં, પંતે માત્ર ટીમને સફળતા સુધી પહોંચાડી ન હતી, પરંતુ શાનદાર સદી (અણનમ 125) પણ ફટકારી હતી. જે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી છે. પંતની આ ઇનિંગની ખાસ વિશેષતા તેની સમજદારી ભરી બેટિંગ અને હાર્દિક પંડ્યા સાથે 133 રનની જબરદસ્ત ભાગીદારી રહી હતી, જેણે 72 રનમાં 4 વિકેટની સ્થિતિમાંથી બહાર આવીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું.
પંતની આ ઇનિંગ અને હાર્દિક સાથેની ભાગીદારીનું દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વિશ્લેષણ કરીને સમજવા અને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પંતે પોતે હાર્દિક સાથેની ભાગીદારી વિશે આવી વાત કહી છે, જે દર્શાવે છે કે બંને કેટલા સ્પષ્ટ મનના હતા. ભારતની જીત બાદ BCCIએ એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં પંત તેના વિશે વાત કરે છે.
જેમાં પંતે કહ્યુ, હાર્દિક સાથે એ જ વાત થઈ હતી કે બળજબરી પૂર્વક કંઈ નહીં કરે. ઈંગ્લેન્ડની ટીમ ઈચ્છતી હતી કે અમે કેટલાક ખોટા શોટ રમીએ. અમે બોલના હિસાબે શોટ રમવાની વાત કરી રહ્યા હતા. મગજને વધારે ન ચલાવો.
!
Dressing room reactions & emotions after #TeamIndia‘s ODI series triumph against England at Manchester. – By @RajalArora
Watch this special feature #ENGvIND https://t.co/D1Og2z9fOh pic.twitter.com/2P2X2WQTUV
— BCCI (@BCCI) July 18, 2022
પંતનું કહેવું છે કે મગજ નહી ચલાવવાનુ અને માત્ર બોલના હિસાબે શોટ રમીએ, આ પણ મગજ ચલાવીને જ તૈયાર કરેલી વ્યૂહરચના છે. સ્વાભાવિક છે કે, ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ તેની વિચારસરણી, સમજણ અને પછી તેમના મેદાનમાં ઉતારવાથી ખુશ હતો. તેણે કહ્યું, શ્રેણી દાવ પર હતી અને હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે જે પ્રકારની ઇનિંગ્સ રમી તે ખરેખર અદ્ભુત હતી. તેની બેટિંગ જોઈને આનંદ થયો.
કેપ્ટન રોહિતના નેતૃત્વ વિશે વાત કરવી પણ જરૂરી છે, જેને ખાસ કરીને કોચ રાહુલ દ્રવિડ અને હાર્દિક પંડ્યા દ્વારા તે વાત પ્રકાશિત કરવામાં આવી હતી. દ્રવિડે કહ્યું, આ જીત માટે સમગ્ર ટીમ અને કેપ્ટન રોહિતને જબરદસ્ત શ્રેય. તેણે (રોહિત) કેટલીક શાનદાર વ્યૂહરચનાઓનો ઉપયોગ કર્યો, જેણે અમને સફળ થવામાં મદદ કરી.
સાથે જ હાર્દિકે કહ્યું કે, આજે તે દિવસ હતો, મેં જે પણ પ્રયાસ કર્યો તે સફળતામાં બદલાઈ ગયો. રોહિત શર્માએ પણ મારો સારો ઉપયોગ કર્યો. રોહિત શર્માની કેપ્ટનશિપ શાનદાર રહી હતી.
Published On - 11:11 pm, Mon, 18 July 22