Rishabh Pant: કાર અકસ્માત બાદ પહેલીવાર મેદાનમાં રમવા ઉતર્યો રિષભ પંત, ફટકારી શાનદાર સિક્સર, જુઓ Video

|

Aug 17, 2023 | 12:25 PM

ડિસેમ્બરમાં ગમખ્વાર કાર અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત સાત મહિના બાદ પહેલીવાર ક્રિકેટના મેદાનમાં રમવા માટે ઉતર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રિષભ પંત પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. પંતે મેચમાં શાનદાર સિક્સર પણ ફટકારી હતી.

Rishabh Pant: કાર અકસ્માત બાદ પહેલીવાર મેદાનમાં રમવા ઉતર્યો રિષભ પંત, ફટકારી શાનદાર સિક્સર, જુઓ Video
Rishabh Pant

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India)ના સ્ટાર ખેલાડી રિષભ પંતે સાત મહિના બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. રિષભ પંત (Rishabh Pant) હાથમાં બેટ લઈ મેદાનમાં બેટીંગ કરવા માટે ઉતાર્યો હતો. કાર અકસ્માત બાદ લાંબા સમય બાદ તે મેદાનમાં પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. રિકવરી કરી રહેલ પંત ફિટ દેખાઈ રહ્યો હતો અને આ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારા સમાચાર છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

રિષભ પંતના મેદાનમાં કમબેકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રિષભ પંત ક્રિકેટના મેદાનમાં બેટ લઈ બેટીંગ કરવા માટે ઉતરે છે ત્યારે ત્યાં હાજર તમામ દર્શકો ભારે ઉત્સાહ સાથે રિષભને આવકારે છે અને તેના માટે ચિયર્સ કરે છે. પંત મેદાનમાં આવે છે અને બાદમાં તેના જૂન આંદાજમાં બેટીગ કરે છે. તે મેદાનમાં ચારો તરફ બેટ ફટકારે છે જેમાં બાઉન્ડ્રી અને દમદાર સિક્સર પણ સામેલ છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

15 ઓગસ્ટનો છે વીડિયો

આ વીડિયો 15 ઓગસ્ટ 2023 એટલે કે ભારતના 77માં સ્વતંત્રતા દિવસનો છે. મંગળવાર 15 ઓગસ્ટના દિવસે રિષભ પંત મેદાનમાં બેટિંગ કરવા માટે ઉતરે છે અને ફાસ્ટ-સ્પિન તમામ પ્રકારની બોલિંગનો સામનો કરે છે. પંતની બેટિંગમાં પહેલા જેવી જ લય પણ જોવા મળે છે. તેની બેટિંગ અને રનિંગ પણ સારી જોવા મળી રહી છે. તે જલ્દી ટીમમાં કમબેક કરવા માટે તૈયાર થઈ રહ્યો છે.

ડિસેમ્બર 2022માં થયો હતો કાર અકસ્માત

રિષભ પંતનો ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માત થયો હતો, જેમાં તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જે બાદ પંતને ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. હોસ્પિટલમાં સારવાર બાદ તેને ઘરે આરામ કર્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી તે NCAમાં રિકવરી માટે પ્રયત્ન કરી રહ્યો છે. પંતે ઝડપી રિકવરીથી બધાને ચોંકાવી દીધા હતા અને હવે તે પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરવા પણ પહોંચ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : IND vs IRE: બુમરાહની મેદાનમાં વાપસી બાદ પણ ટીમ ઈન્ડિયા સામે તેના ફોર્મને લઈ સવાલ યથાવત

વર્લ્ડ કપ 2023માં પંત કરશે વાપસી?

રિષભ પંતે કાર અકસ્માતના સાત મહિનામાં ગંભીર ઇજાઓ અને સર્જરીથી રિકવરી મેળવી છે જે ખૂબ જ ઝડપી છે અને ટીમ ઈન્ડિયા માટે સારી વાત છે, પરંતુ જ્યાં સુધી વર્લ્ડ કપમાં રમવાની વાત છે, તો તે માટે પંત હાલ સંપૂર્ણ તૈયાર નથી. વર્લ્ડ કપ માટેની ટીમમાં તેને સ્થાન મળ્યું લગભગ અશક્ય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article