IPL 2o23 માં રોમાંચક મેચ ખૂબ જોવા મળી છે. મેચ અંતિમ ઓવર સુધી જ નહીં અંતિમ બોલ સુધી પહોંચવા છતાં કઈ બાજુ પરિણામ આવશે કહેવુ મુશ્કેલ બની જતુ હોય છે. ઈડન ગાર્ડન્સમાં સોમવારે આવી જ મેચ જોવા મળી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં અંતિમ બોલ પર પરિણામ સામે આવ્યુ હતુ. પાંચમા બોલ પર વિકેટ પડી હતી અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જબરદસ્ત રોમાંચ ભરી અંતિમ ઓવર સોમવારે જોવા મળી હતી. અંતિમ બોલ પર ચોગ્ગો રિંકૂ સિંહે ફટકાર્યો હતો. જે ચોગ્ગો ફટકારી જીત અપાવ્યા બાદ અંતિમ બોલને લઈ તેણે રાઝ ખોલ્યા હતા.
અંતિમ ઓવર કે અંતિમ બોલમાં જીત પાકી કરાવી આપવાનુ કામ આ સિઝનમાં રિંકૂ સિંહ કરી રહ્યો છે. સિઝનમાં બીજી વાર તેણે આ કમાલ મુશ્કેલ સમયમાં કરી દેખાડ્યો છે. રિંકૂએ અંતિમ બોલ પર જીતનો રસ્તો શોધી નિકાળ્યો હતો અને એ કામ સોમવારે કરી દેખાડી ખૂબ વાહવાહી લૂંટી હતી. તેણે મેચ બાદ બતાવ્યુ હતુ કે, મુશ્કેલ કામ આસાનીથી કેવી રીતે કરી લેતો હોય છે.
તમને જે સવાલ થાય છે એ સવાલનો જવાબ રિંકૂ સિંહે આપ્યો છે. પંજાબ કિંગ્સની પહેલા ધુલાઈ રસેલ અને રિંકૂએ કરી હતી અને બાદમાં અંતિમ બોલ પર મેચ પહોંચતા ના સુપર ઓવરનો મોકો કે ના ખતરો. બસ રિંકૂએ ચોગ્ગો ફટકારી પ્લેઓફની રેસમાં કોલકાતાને બનાવી રાખ્યુ. આમ કામ કર્યા બાદ તેણે જે વાત કહી એ વાત તમામ યુવા ક્રિકેટરોએ શિખ રુપ લેવા જેવી છે. તેની વાત મહત્વની હતી, જેનાથી તેણે કોલકાતાનુ કામ બનાવી આપ્યુ છે.
કોલકાતાને જીત અપાવનારા રિંકૂ સિંહે કહ્યું, “હું છેલ્લા બોલ વિશે વધુ વિચારતો નથી. હું તેને તેની યોગ્યતા પર રમું છું. જ્યારે મેં એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી ત્યારે પણ મેં તેના વિશે બહુ વિચાર્યું ન હતું. મને મારી જાત પર વિશ્વાસ છે કે હું મેચ પૂરી કરી શકીશ.”
પંજાબ કિંગ્સ સામે રિંકૂ સિંહે 10 બોલની ઈનીંગ જ રમી હતી, પરંતુ આ દરમિયાન તેણે 21 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 210 રનની સ્ટ્રાઈક રેટ હતી. રિંકૂએ આ ઈનીંગ દરમિયાન 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:49 am, Tue, 9 May 23