
IPL 2o23 માં સોમવારની મેચ ફરી એકવાર દિલધડક જોવા મળી હતી. જબરદસ્ત રોમાંચ અંતિમ ઓવર્સમાં હતો. અંતિમ ઓવરમાં દરેક બોલ દિલની ધડકન વધારી રહ્યો હતો. કારણ કે દરેક બોલ પર મેચ પલટાઈ રહી હોય એવો અહેસાસ થતો હતો. અંતિમ ઓવરમાં 6 રનની જરુર હતી. અંતિમ ઓવર શરુ થવા પહેલા મેચ એક તરફી લાગી રહી હતી, પરંતુ એક એક બોલ રોમાંચ વધારી રહ્યો હતો. જોકે અંતિમ બોલ રિંકૂ સિંહના રમવાના હિસ્સામાં હતો અને તેણે વિજયી ચોગ્ગો ફટકારીને કોલકાતાને જીત અપાવી હતી. આ જીત સાથે જ કોલકાતાએ પોઈન્ટ્સ ટેબલની રેસમાં પોતાને બનાવી રાખ્યૂ હતુ.
રિંકૂ સિંહ ફરી એકવાર હિરો બન્યો છે. તેણે વધુ એક મેચની જીત કોલકાતાની ઝોળીમાં રાખી દીધી છે. અંતિમ બોલ પર રિંકૂએ શાનદાર ચોગ્ગો જમાવ્યો હતો. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 179 રન નોંધાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે હોમ ગ્રાઉન્ડ પર 5 વિકેટથી જીત મેળવી હતી. પોઈન્ટ્સ ટેબલમાં આ 2 અંકે મોટો ફાયદો કોલકાતાને કરાવ્યો હતો.
પંજાબનો પિછો કરતા અંતિમ 2 ઓવરમાં 26 રન કોલકાતાને જરુરી હતા. 19મી ઓવર સેમ કરન લઈને આવ્યો હતો. ઓવરમાં આંદ્રે રસેલે 3 છગ્ગા જમાવ્યા હતા. આમ 20 રન નિકાળ્યા હતા. અંતિમ ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો અને 6 રનની જરુર કોલકાતાને જીત માટે જરુર હતા. ઓવરની શરુઆત પહેલા રસેલ અને રિંકૂ મેદાનમાં હોઈ જીત આસાન લાગી રહી હતી. પરંતુ ઓવર શરુ થતા જ મેચ દિલધડક બની ગઈ હતી.
Rinku Singh final ball finishes = Rab ne bana di Jodi #IPLonJioCinema #KKRvPBKS #TATAIPL #IPL2023 | @KKRiders pic.twitter.com/juKT7t1T40
— JioCinema (@JioCinema) May 8, 2023
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:17 am, Tue, 9 May 23