વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર Ellyse Perry એ મચાવી ધમાલ, ફેંકયો મહિલા ક્રિકેટ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ

બેંગ્લોરની ટીમે આખરે છઠ્ઠી મેચમાં પોતાની પ્રથમ જીત મેળવી હતી. આ મેચમાં બેંગ્લોરની ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. આ બધા વચ્ચે રોયલ ચેલેન્જર બેંગ્લોરની દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી એલીસ પૈરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર Ellyse Perry એ મચાવી ધમાલ, ફેંકયો મહિલા ક્રિકેટ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ
Ellyse perry
| Edited By: | Updated on: Mar 17, 2023 | 11:23 PM

15 માર્ચના રોજ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે વુમન્સ પ્રીમિયર લીગની 13મી મેચ રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ યુપીને ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. બેંગ્લોરની ટીમે આખરે છઠ્ઠી મેચમાં પોતાની પ્રથમ જીત મેળવી હતી. આ મેચમાં બેંગ્લોરની ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. આ બધા વચ્ચે રોયલ ચેલેન્જર બેંગ્લોરની દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી એલીસ પૈરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મેચમાં પૈરીએ 130.5 પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંક્યો હતો. આ સાથે તે મહિલા ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકનાર ખેલાડી બની ગઈ છે. તેણે આ મેચમાં 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ પણ લીધી હતી. રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમીને તેણે 6 મેચમાં 205 રન બનાવ્યા છે. તે હાલમાં વુમન્સ પ્રીમિયર લીગમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં બીજા ક્રમે છે. તેણે આખી ટુર્નામેન્ટમાં હમણા સુધી 3 વિકેટ લીધી છે.

મહિલા ક્રિકેટ ઈતિહાસની સૌથી ફાસ્ટ બોલ

મહિલા ક્રિકેટના ઈતિહાસમાં 5 સૌથી ઝડપી બોલ

  • 130.5 KMPH – એલિસ પેરી (RCB, ઓસ્ટ્રેલિયા) vs યુપી વોરિયર્સ, 2023 (WPL)
  • 128 KMPH – શબનીમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા) vs વેસ્ટ ઈન્ડિઝ, 2016
  • 127.4 KMPH – શબનિમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા) vs ઈંગ્લેન્ડ, 2023
  • 127.1 KMPH – શબનિમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા) vs ન્યુઝીલેન્ડ, 2022
  • 126.8 KMPH – ડાર્સી બ્રાઉન (ઓસ્ટ્રેલિયા) vs ભારત, 2021

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

 

Published On - 11:17 pm, Fri, 17 March 23