RCB vs UPW WPL 2023 Highlights : કેપ્ટન હીલીએ નોંધાવ્યો ટુર્નામેન્ટનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર, યુપી વોરિયર્સે 10 વિકેટથી જીતી મેચ

Royal Challengers Bangalore vs UP Warriors Highlights in Gujarati : વુમન્સ પ્રીમિયર લીગની 8મી મેચ આજે યુપી અને બેંગ્લોર વચ્ચે રમાશે. બેંગ્લોરની ટીમ માટે આ મેચ જીતવી ખુબ જરુરી છે.

RCB vs UPW WPL 2023  Highlights : કેપ્ટન હીલીએ નોંધાવ્યો ટુર્નામેન્ટનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર,  યુપી વોરિયર્સે 10 વિકેટથી જીતી મેચ
RCB vs UPW Live score
| Edited By: | Updated on: Mar 10, 2023 | 10:33 PM

આજે રોયલ ચેલેન્જર બેંગ્લોરની સતત ચોથી હાર થઈ છે. યુપી વોરિયર્સના ઓપનર્સની ધમાકેદાર બેંટિગન કારણે આ ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેચ જીતી લીધી હતી. બેંગ્લોરની ટીમે આપેલા 139 રનના ટાર્ગેટને યુપી વોરિયર્સની ટીમે 13 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. યુપી વોરિયર્સની ટીમે 10 વિકેટથી આ મેચ જીતી છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરના બોલર્સ એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યાં હતા.

સ્ટાર ખેલાડીઓ હોવા છતા બેંગ્લોરની ટીમે એક પણ મેચ જીતી શકી નથી. ટુર્નામેન્ટની શરુઆતમાં આ ટીમ સૌથી મજબૂત ટીમ માનવામાં આવી રહી હતી. બેંગ્લોરની ટીમ 138 રન પર ઓલઆઉટ થઈ હતી. યુપી વોરિયર્સ તરફથી દેવિકા વૈદ્યએ 36 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હીલીએ ધમાકેદાર બેટિંગ કરી હતી.યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ આ મેચમાં 47 બોલમાં 96 રન ફટકાર્યા હતા. તે 4 રનથી સેન્ચુરી પણ ચૂકી હતી. તાબડતોડ બેટિંગ દરમિયાન તેેણે 1 સિક્સર અને 18 ચોગ્ગા ફટકાર્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ પણ બની હતી.

 

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Mar 2023 10:18 PM (IST)

    RCB vs UPW Live Score : યુપી વોરિયર્સે 10 વિકેટથી જીતી મેચ

    યુપી વોરિયર્સની કેપ્ટન હીલીએ ટુર્નામેન્ટનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો છે.

  • 10 Mar 2023 10:12 PM (IST)

    RCB vs UPW Live Score : 12 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 127/0

    યુપી વોરિયર્સને જીતવા માટે 48 બોલમાં 12 રનની જરુર, યુપી વોરિયર્સ જીતની વધુ નજીક પહોંચી. કેપ્ટન હીલી 90 રન પર રમી રહી છે.

     


  • 10 Mar 2023 10:07 PM (IST)

    RCB vs UPW Live Score : 11 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 115/0

    યુપી વોરિયર્સને જીતવા માટે 54 બોલમાં 24 રનની જરુર, યુપી વોરિયર્સ જીતની વધુ નજીક પહોંચી, યુપીની ઓપનિંગ જોડીએ 100 રનના પાર્ટનરશિપ કરી.

     

  • 10 Mar 2023 10:03 PM (IST)

    RCB vs UPW Live Score : 10 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 103/0

    યુપીની ઓપનિંગ જોડીએ 100 રનના પાર્ટનરશિપ કરી, યુપી વોરિયર્સને જીતવા માટે 60 બોલમાં 36 રનની જરુર.

  • 10 Mar 2023 09:56 PM (IST)

    RCB vs UPW Live Score : 9 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 97/0

    યુપી વોરિયર્સને જીતવા માટે 66 બોલમાં 42 રનની જરુર

  • 10 Mar 2023 09:51 PM (IST)

    RCB vs UPW Live Score : 8 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 79/0

    આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. યુપી વોરિયર્સને જીતવા માટે 72 બોલમાં 60 રનની જરુર

  • 10 Mar 2023 09:48 PM (IST)

    RCB vs UPW Live Score : 7 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 66/0

     

    આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. યુપી વોરિયર્સને જીતવા માટે 78 બોલમાં 73 રનની જરુર

  • 10 Mar 2023 09:40 PM (IST)

    RCB vs UPW Live Score : 6 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 55/0

    આ ઓવરમાં ત્રણ ચોગ્ગા જોવા મળ્યા. યુપી વોરિયર્સને જીતવા માટે 84 બોલમાં 84 રનની જરુર

  • 10 Mar 2023 09:37 PM (IST)

    RCB vs UPW Live Score : 5 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 41/0

     

    યુપી વોરિયર્સને જીતવા માટે 90 બોલમાં 97 રનની જરુર

     

  • 10 Mar 2023 09:31 PM (IST)

    RCB vs UPW Live Score : 4 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 38/0

     

    કેપ્ટન હીલીએ ચોગ્ગો માર્યો, યુપી વોરિયર્સને જીતવા માટે 96 બોલમાં 101 રનની જરુર

  • 10 Mar 2023 09:28 PM (IST)

    RCB vs UPW Live Score : 3 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 32/0

    આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા, યુપી વોરિયર્સને જીતવા માટે 17 ઓવરમાં 107 રનની જરુર

  • 10 Mar 2023 09:23 PM (IST)

    RCB vs UPW Live Score : 2 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 18/0

    કેપ્ટન હીલીએ 2 ચોગ્ગા ફટકાર્યા, યુપી વોરિયર્સને જીતવા માટે 18 ઓવરમાં 121 રનની જરુર

  • 10 Mar 2023 09:18 PM (IST)

    RCB vs UPW Live Score : 1 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 8/0

    દેવિકા વૈદ્યએ ચોગ્ગો ફટકાર્યો, યુપી વોરિયર્સને જીતવા માટે 19 ઓવરમાં 131 રનની જરુર

  • 10 Mar 2023 08:59 PM (IST)

    RCB vs UPW Live Score : 19.2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 138/9

    બેંગ્લોરની ટીમે 10 વિકેટ ગુમાવી યુપી વોરિયર્સની ટીમને 139 રનનો ટાર્ગેટ આપ્યો

  • 10 Mar 2023 08:56 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની નવમી વિકેટ પડી

    Renuka Singh 3 રન બનાવી આઉટ થઈ

  • 10 Mar 2023 08:54 PM (IST)

    RCB vs UPW Live Score : 19 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 138/8

     

    Komal Zanzad અને Renuka Singh બેટિંગ કરી રહી છે.

  • 10 Mar 2023 08:50 PM (IST)

    RCB vs UPW Live Score : 18 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 136/8

     

    બેંગ્લોર મોટા ટાર્ગેટ સેટ કરવા સંઘર્ષ કરી રહ્યું છે.

  • 10 Mar 2023 08:47 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની આઠમી વિકેટ પડી

    Richa Ghosh 1 રન બનાવી રન આઉટ થઈ

  • 10 Mar 2023 08:44 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની સાતમી વિકેટ પડી

    દીપ્તી શર્માએ એક જ ઓવરમાં 2 વિકેટ લીધી, Erin Burns 12 રન બનાવી આઉટ થઈ

  • 10 Mar 2023 08:41 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની છઠ્ઠી વિકેટ પડી

    એલિસ પૈરી 52 રન બનાવી આઉટ

  • 10 Mar 2023 08:40 PM (IST)

    RCB vs UPW Live Score : 16 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 124/5

     

    એલિસ પેરી મોટો ટાર્ગેટ સેટ કરવા કરી રહી છે સંઘર્ષ

  • 10 Mar 2023 08:35 PM (IST)

    RCB vs UPW Live Score : 15 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 117/5

    ઓલરાઉન્ડર એલિસ પેરી પર સૌની નજર

  • 10 Mar 2023 08:31 PM (IST)

    RCB vs UPW Live Score  : બેંગ્લોરની પાંચમી વિકેટ પડી

    Shreyanka Patil 15 રન બનાવી આઉટ થઈ

  • 10 Mar 2023 08:28 PM (IST)

    RCB vs UPW Live Score : 14 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 114/4

     

    એલિસ પેરીએ ફટકારી ફિફટી

     

  • 10 Mar 2023 08:23 PM (IST)

    RCB vs UPW Live Score : 13 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 104/4

    એલિસ પેરી 49 રન બનાવી ક્રિઝ પર રમી રહી છે.

  • 10 Mar 2023 08:21 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની ચોથી વિકેટ પડી

    Heather Knight 1 રન બનાવી રન બનાવી રન આઉટ થઈ

  • 10 Mar 2023 08:19 PM (IST)

    RCB vs UPW Live Score : 12 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 97/3

     

    એલિસ પેરી ફિફટીથી 2 રન દૂર

  • 10 Mar 2023 08:15 PM (IST)

    RCB vs UPW Live Score : 11 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 85/3

     

    એલિસ પેરી 37 રન બનાવી ક્રિઝ પર રમી રહી છે.

  • 10 Mar 2023 08:14 PM (IST)

    RCB vs UPW Live Score  : બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી,

    કનિકા આહુજા 8 રન બનાવી આઉટ

  • 10 Mar 2023 08:10 PM (IST)

    RCB vs UPW Live Score : 10 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 81/2

     

    યુપીની બોલર હૈરિસની ઓવરમાં માત્ર 4 રન મળ્યા

     

  • 10 Mar 2023 08:07 PM (IST)

    RCB vs UPW Live Score : 9 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 77/2

    એલિસ પેરી અને કનિકા આહુજા બેટિંગ કરી રહી છે.

  • 10 Mar 2023 08:01 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની બીજી વિકેટ પડી

     

    સોફી ડિવાઈન 36 રન બનાવી આઉટ

  • 10 Mar 2023 08:00 PM (IST)

    RCB vs UPW Live Score : 8 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 72/1

     

    એલિસ પેરીની આ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા

  • 10 Mar 2023 07:56 PM (IST)

    RCB vs UPW Live Score : 7 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 59/1

    એલિસ પેરીની ધમાકેદાર બેટિંગ

  • 10 Mar 2023 07:53 PM (IST)

    RCB vs UPW Live Score : 6 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 54/1

    એલિસ પેરીની ધમાકેદાર બેટિંગ એક ચોગ્ગો અને સિક્સર ફટકારી

  • 10 Mar 2023 07:49 PM (IST)

    RCB vs UPW Live Score : 5 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 41/1

    આ ઓવરમાં એલિસ પેરીએ ચોગ્ગો ફટકાર્યો.

  • 10 Mar 2023 07:46 PM (IST)

    RCB vs UPW Live Score : 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 30/1

    એલિસ પેરી અને સોફી ડિવાઈન બેંગ્લોર તરફ બેંટિગ કરી રહી છે.

  • 10 Mar 2023 07:44 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની પ્રથમ વિકેટ પડી

    કેપ્ટન સ્મૃતિ મંધાના 4 રન બનાવી કેચ આઉટ થઈ

  • 10 Mar 2023 07:41 PM (IST)

    RCB vs UPW Live Score : 3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 29/0

    આ ઓવરમાં સોફી ડિવાઇને 1 ચોગ્ગો ફટકાર્યો.

  • 10 Mar 2023 07:37 PM (IST)

    RCB vs UPW Live Score : 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 22/0

    આ ઓવરમાં સોફી ડિવાઇને 2 ચોગ્ગા ફટકાર્યા.

     

  • 10 Mar 2023 07:34 PM (IST)

    RCB vs UPW Live Score : 1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 13/0

     

    આ ઓવરમાં સોફી ડિવાઇને એક ચોગ્ગો અને સિક્સર ફટકાર્યો.

  • 10 Mar 2023 07:27 PM (IST)

    RCB vs UPW Live Score : પોઈન્ટ ટેબલમાં મુંબઈ સૌથી આગળ

    મુંબઈએ 6 પોઈન્ટ સાથે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. મુંબઈનો NRR પણ (+)4.228 છે. એટલે કે બંને મોરચામાં ટીમ સૌથી આગળ છે. અને દિલ્હી 4 પોઈન્ટ અને (+)0.965 NRR સાથે બીજા સ્થાને છે.લીગની બાકીની ત્રણ ટીમોની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને યુપી ત્રીજા, ગુજરાત ચોથા અને બેંગ્લોર છેલ્લા સ્થાને યથાવત છે. જોકે, બેંગ્લોર પાસે તેની સ્થિતિ સુધારવાની તક છે.

     

  • 10 Mar 2023 07:15 PM (IST)

    RCB vs UPW Live Score : સાંજે 7.30 કલાકે શરુ થશે મેચ

     

     

  • 10 Mar 2023 07:12 PM (IST)

    RCB vs UPW Live Score : યુપી વોરિયર્સની પ્લેઈંગ ઈલેવન

     

    યુપી વોરિયર્સની પ્લેઈંગ ઈલેવન – એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવત, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા, સિમરન શેખ, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ

  • 10 Mar 2023 07:10 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોર ટીમની પ્લેઈંગ ઈલેવન

    બેંગ્લોર ટીમની પ્લેઈંગ ઈલેવન – સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, એલિઝ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટ કીપર), એરિન બર્ન્સ, શ્રેયંકા પાટિલ, કનિકા આહુજા, સહના પવાર, કોમલ ઝાંઝડ, રેણુકા ઠાકુર સિંહ

  • 10 Mar 2023 07:07 PM (IST)

    RCB vs UPW Live Score : બેંગ્લોરની ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરશે

     

     

  • 10 Mar 2023 07:01 PM (IST)

    RCB vs UPW Live Score : જીત માટે ખેલાડીઓ મેદાનમાં

     

     

     

  • 10 Mar 2023 07:00 PM (IST)

    RCB vs UPW Live Score : ટૂંક સમયમાં થશે ટોસ

     

  • 10 Mar 2023 06:23 PM (IST)

    RCB vs UPW Live Score : આજની મેચનો વેધર રિપોર્ટ

    ભારતમાં ઉનાળાની ઋતુ છે, મુંબઈમાં પણ ઉનાળો ચાલી રહ્યો છે. શુક્રવારનું હવામાન પણ સ્વચ્છ જોવા મળી રહ્યું છે. વરસાદ નહીં પડે. રાત્રિનું તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

  • 10 Mar 2023 06:22 PM (IST)

    RCB vs UPW Live Score : આજની મેચનો પિચ રિપોર્ટ

    બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ હાઈ સ્કોરિંગ છે. મુંબઈ અને દિલ્હીની ટીમે અહીં પ્રથમ બેંટિગ કરીને 200+ રન કર્યા હતા.

  • 10 Mar 2023 06:16 PM (IST)

    RCB vs UPW Live Score : પ્રથમ જીતની શોધમાં છે સ્મૃતિ મંધાના

    આજે ટુર્નામેન્ટની 8મી મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે. સાંજે 7 વાગ્યે ટોસ થશે અને 7.30 કલાકે મેચ શરુ થશે. કેપ્ટન સ્મતિ મંધાના પ્રથમ જીત મેળવવા માટે મેદાન પર ઉતરશે. આજે Brabourne Stadiumમાં આ મેચ રમાશે.

Published On - 6:16 pm, Fri, 10 March 23