RCB vs RR Live Score: આરસીબીએ રાજસ્થાનને સાત રનથી હરાવ્યું, હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી

|

Apr 23, 2023 | 7:42 PM

Royal Challengers Bangalore vs Rajasthan Royals IPL 2023 Live Score in Gujarati: આ સિઝનમાં 7 મેચમાં બેંગ્લોરની આ ચોથી જીત છે. આ સાથે જ રાજસ્થાનને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.

RCB vs RR Live Score:    આરસીબીએ રાજસ્થાનને સાત રનથી હરાવ્યું, હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી

Follow us on

IPLની 32મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સામનો રાજસ્થાન રોયલ્સ સામે હતી. આ રોમાંચક મેચમાં આરસીબીની ટીમ આઠ રનથી જીતવામાં સફળ રહી હતી.  આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ નિર્ધારિત ઓવરોમાં નવ વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરઆરની ટીમ નિર્ધારિત ઓવરોમાં છ વિકેટના નુકસાને 182 રન જ બનાવી શકી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત બીજી જીત સાથે IPL 2023માં તેમના અભિયાનને મજબૂત બનાવ્યું છે.ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુપ્લેસીની જબરદસ્ત ઇનિંગ્સ બાદ હર્ષલ પટેલ અને ડેવિડ વિલીની અસરકારક બોલિંગના આધારે બેંગ્લોરે આ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી.

કેપ્ટન પહેલા જ બોલ પર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો

સતત બીજી મેચમાં બેંગ્લોરની કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલી માટે આ મેચ બેટથી ઘણી ખરાબ સાબિત થઈ હતી. તે મેચના પહેલા જ બોલ પર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. T20 ક્રિકેટમાં પ્રથમ વખત તેને બોલ્ટે આઉટ કર્યો હતો. બેંગ્લોરે પાવરપ્લેમાં જ 61 રન ઉમેર્યા હતા. ફાફ ડુપ્લેસી અને ગ્લેન મેક્સલેવે રાજસ્થાનના દરેક બોલરને સારી રીતે રમ્યા હતા

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

બંનેએ આ સિઝનમાં ત્રીજી વખત સદીની ભાગીદારી કરી હતી. મેક્સવેલે આ સિઝનની પોતાની બીજી અડધી સદી માત્ર 27 બોલમાં પૂરી કરી હતી. તે જ સમયે, માત્ર ઈજાના કારણે બેટિંગ કરી રહેલા ડુપ્લેસીએ માત્ર 31 બોલમાં સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે 66 બોલમાં 127 રનની જબરદસ્ત ભાગીદારી થઈ હતી.પછી યશસ્વી જયસ્વાલે ડુપ્લેસીને સચોટ થ્રો સાથે રન આઉટ કરતાં જ બેંગ્લોરની ગતિ અટકી ગઈ. મેક્સવેલ પણ રવિચંદ્રન અશ્વિનનો શિકાર બન્યો. આ પછી બેંગ્લોરના મિડલ અને લોઅર ઓર્ડરે ફરી નિરાશ કર્યો. બેંગ્લોરે છેલ્લી 5 ઓવરમાં માત્ર 33 રન બનાવ્યા હતા અને ટીમ 200ના આંકડાને સ્પર્શી શકી નહોતી.

બંને ટીમોના પ્લેઇંગ 11 ખેલાડીઓ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી (કેપ્ટન), ફાફ ડુપ્લેસીસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, ડેવિડ વિલી, વનિન્દુ હસરંગા, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર.

રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન ( કેપ્ટન/વિકેટ કીપર), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાવો

Published On - 3:00 pm, Sun, 23 April 23

Next Article