IPL 2021 માં રવિવારે બે મેચ રમાવાની છે. દિવસની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાશે. પ્લેઓફની દ્રષ્ટીએ બંને ટીમો માટે આ મેચ ખૂબ મહત્વની છે. RCB એ 11 મેચમાં 7 મેચ જીતી છે. અત્યારે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમે 12 મેચમાં પાંચમાં જીત મેળવી છે. હાલમાં તે 10 પોઈન્ટ સાથે મુંબઈ ઈન્ડીયન્સ સાથે ટાઈ છે. આ મેચ તેમના માટે કરો અથવા મરો મેચ છે.
બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડ મેચોની વાત કરીએ તો તેમાં પંજાબનો હાથ ઉપર છે. બંને વચ્ચે કુલ 27 મેચ રમાઈ છે. આમાંથી પંજાબે 15 અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 12 મેચ જીતી છે. જ્યારે પંજાબ કિંગ્સ રવિવારે RCB સામે ટકરાશે, ત્યારે તેમની સ્થિતિ ડૂ-ડાઇ જેવી હશે.
વધુ બે પોઈન્ટ સાથે, RCB લગભગ પ્લે-ઓફમાં સ્થાન નિશ્ચિત કરશે. પંજાબ કિંગ્સે છેલ્લી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આત્મવિશ્વાસ વધારનારી જીત નોંધાવી હતી. ગ્લેન મેક્સવેલ, શ્રીકર ભરત અને વિરાટ કોહલી બેંગલુરુમાં બેટિંગમાં લયમાં જોવા મળી રહ્યા છે. તે જ સમયે, હર્ષલ પટેલ બોલિંગમાં ફોર્મ ધરાવે છે. તે સતત વિકેટ લેતો આવ્યો છે. બીજી તરફ પંજાબમાં કેએલ રાહુલ અને મયંક પર પૂરો આધાર છે. આ દરમ્યાન, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ (RCB vs PBKS) IPL 2021 ની 47 મી મેચ 3, ઓક્ટોબર, રવિવારે રમાશે.
શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ (RCB vs PBKS) મેચ રમાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ (RCB vs PBKS) મેચ સાંજે 3:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 3 વાગ્યે યોજાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ (RCB vs PBKS) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ (RCB vs PBKS) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.