RCB vs PBKS Live Score Highlights, IPL 2022 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 54 રને હાર, પંજાબે જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી

|

May 13, 2022 | 11:42 PM

Royal Challengers Bangalore vs Punjab Kings Live Score Highlights in Gujarati: પંજાબની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબર પર છે જ્યારે બેંગ્લોરની ટીમ ચોથા નંબર પર છે.

RCB vs PBKS Live Score Highlights, IPL 2022 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 54 રને હાર, પંજાબે જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી
RCB vs PBKS: મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં થઇ રહી છે ટક્કર

Follow us on

RCB vs PBKS, IPL 2022: આઇપીએલ-2022 માં આજે, મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બ્રેબોર્ન સ્ટેડિયમમાં સામસામે થઇ રહી છે. બંને ટીમો હાલમાં પ્લેઓફની રેસમાં છે અને આ મેચ બંને ટીમો માટે ખાસ કરીને પંજાબ કિંગ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે. પાંચ જીત અને છ હાર બાદ 11 મેચમાં તેના 10 પોઈન્ટ છે. તેણે પ્લેઓફમાં જવા માટે તેની તમામ મેચ જીતવી પડશે. આ સાથે જ પોઈન્ટ ટેબલમાં બેંગ્લોર ચોથા નંબર પર છે. આ ટીમે 12 મેચમાં સાત જીત અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમના 14 પોઈન્ટ છે અને બે જીત આ ટીમને પ્લેઓફમાં લઈ જશે.

 

RCB vs PBKS: આવી છે બંનેની પ્લેયીંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેયરિસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

 

 

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 13 May 2022 11:18 PM (IST)

    Bangalore vs Punjab: હર્ષલ પટેલ આઉટ, બેંગ્લોરની 9મી વિકેટ

    કાગિસો રબાડાએ હર્ષલ પટેલની વિકેટ ઝડપી હતી. 19મી ઓવરના પ્રથમ બોલ પર જ હર્ષલની વિકેટ ઝડપી લઈને બેંગ્લોરની નવમી વિકેટ મેળવી હતી.

  • 13 May 2022 11:14 PM (IST)

    Bangalore vs Punjab: હસારંગા આઉટ

    હરપ્રીત બ્રારે બાઉન્ડરી પર શાનદાર કેચ ઝડપ્યો હતો. બાઉન્ડરીની બહાર નિકળ્યા બાદ પરત અંદર આવીને કેચ ઝડપી લીધો હતો. ખૂબજ હોંશીયારી પૂર્વક કેચ ઝડપીને વાનિન્દુ હસારંગાને આઉટ કર્યો હતો. રાહુલ ચાહરને આ વિકેટ મળી હતી.


  • 13 May 2022 11:13 PM (IST)

    Bangalore vs Punjab: હર્ષલ પટેલની વધુ એક બાઉન્ડરી

    17મી ઓવરના બીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. આ ઓવર લઈને રાહુલ ચાહર આવ્યો હતો. તેના બોલ પર પોઈન્ટ પર થઈને બાઉન્ડરી મેળવી હતી.

  • 13 May 2022 11:12 PM (IST)

    Bangalore vs Punjab: હર્ષલ પટેલની બાઉન્ડરી

    હર્ષલ પટેલે 16મી ઓવરના અંતિમ બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 10 રન મળ્યા હતા. આ ઓવર કાગિસો રબાડા લઈ આવ્યો હતો.

  • 13 May 2022 11:10 PM (IST)

    Bangalore vs Punjab: શાહબાઝ અહેમદ આઉટ

    કાગિસો રબાડાએ 16મી ઓવરના ચોથા બોલ પર શાહબાઝ અહેમદને આઉટ કરીને બેંગ્લોરને સાતમો ઝટકો આપ્યો હતો. શાહબાઝ રબાડાના ધીમા બોલને સમજી શક્યો નહીં અને કટ કરવા ગયો. બોલ સીધો પોઈન્ટ પર ઉભેલા રાજપક્ષેના હાથમાં ગયો.

  • 13 May 2022 11:03 PM (IST)

    Bangalore vs Punjab: દિનેશ કાર્તિક આઉટ

    દિનેશ કાર્તિક આઉટ. અર્શદીપ સિંહે તેને 15મી ઓવરના પાંચમા બોલ પર આઉટ કર્યો હતો. કાર્તિકે ઑફ-સ્ટમ્પની બહાર અર્શદીપ સિંહના બોલને રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો ફિલ્ડર ભાનુકા રાજપક્ષેના હાથમાં ગયો.

    કાર્તિક-11 રન, 11 બોલમાં 1×4

  • 13 May 2022 11:02 PM (IST)

    Bangalore vs Punjab: કાર્તિકની બાઉન્ડરી

    દિનેશ કાર્તિકે 14મી ઓવરના ત્રીજા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. ઋષિ ધવનની બોલ પર કાર્તિક ઓફ સ્ટમ્પની બહાર આવ્યો અને ફાઈન લેગ પર ચાર રન માટે બોલ રમ્યો.

  • 13 May 2022 10:42 PM (IST)

    Bangalore vs Punjab: મેક્સવેલ આઉટ

    મેક્સવેલ 12 મી ઓવરના બીજા બોલ પર હરપ્રીત બ્રારનો શિકાર થયો હતો. મેક્સવેલ લોંગ ઓફમાં શોટ લગાવવા જતા અર્શદીપના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 22 બોલમાં 35 રન કર્યા હતા.

  • 13 May 2022 10:40 PM (IST)

    Bangalore vs Punjab: રજત પાટીદાર આઉટ

    રજત પાટીદાર 11 મી ઓવરના અંતિમ બોલ પર આઉટ થયો હતો. રાહુલ ચાહરે 26 રન નોંધાવ્યા હતા. તેનો કેચ શિખર ધવને ઝડપ્યો હતો.

  • 13 May 2022 10:39 PM (IST)

    Bangalore vs Punjab:પાટીદારના છગ્ગો, દર્શકને પહોંચી ઈજા

    રજત પાટીદારે નવમી ઓવરના ચોથા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી.. હરપ્રીતની ઓવરપીચ બોલ સામે પાટીદારે ફટકાર્યો હતો અને બોલ સ્ટેન્ડમાં બેઠેલા દર્શકના માથામાં વાગ્યો હતો, પછીના બોલ પર રજતે હરપ્રીતને ચોગ્ગો ફટકાર્યો હતો. .

  • 13 May 2022 10:38 PM (IST)

    Bangalore vs Punjab: રાહુલ ચહરની મોંઘી ઓવર

    આઠમી ઓવર નાખવા આવેલો રાહુલ ચહર મોંઘો સાબિત થયો હતો. આ ઓવરના બીજા બોલ પર મેક્સવેલે ચોગ્ગો ફટકાર્યો અને પછી રજત પાટીદારે ચોથા બોલ પર શાનદાર સિક્સર ફટકારી. આ ઓવરના છેલ્લા બોલ પર મેક્સવેલે રિવર્સ સ્વીપ રમતા છ રન બનાવ્યા હતા. આ ઓવરમાં કુલ 18 રન આવ્યા હતા.

  • 13 May 2022 10:24 PM (IST)

    Bangalore vs Punjab: મેક્સવેલના ચાર રન

    આઠમી ઓવર ફેંકી રહેલા રાહુલ ચહરના બીજા બોલ પર મેક્સવેલે ચોગ્ગો ફટકાર્યો હતો. મેક્સવેલે રિવર્સ સ્વીપ દ્વારા ચાર રન પર રાહુલના ઓફ સ્ટમ્પની બહાર બોલ મોકલ્યો હતો.

  • 13 May 2022 10:23 PM (IST)

    Bangalore vs Punjab: પાવરપ્લે સમાપ્ત

    પાવરપ્લે સમાપ્ત. પંજાબનું પ્રદર્શન પ્રથમ છ ઓવરમાં જોવા મળ્યું છે. તેણે બેંગ્લોરના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા છે. આ છ ઓવરમાં બેંગલોર 44 રનથી આગળ વધી શક્યું ન હતું.

  • 13 May 2022 10:09 PM (IST)

    Bangalore vs Punjab: લોમરોર આઉટ, બેંગ્લોરની ત્રીજી વિકેટ

    મહિપાલ લોમરોર આઉટ થયો છે. લોમોરોરે ઋષિ ધવનના બોલને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે શિખર ધવનના હાથે કેચ થઈ ગયો હતો. તેની વિકેટ પાંચમી ઓવરના પાંચમા બોલ પર પડી હતી. આ પહેલા ચોથા બોલ પર લોમોરોરે સિક્સર ફટકારી હતી.

  • 13 May 2022 10:07 PM (IST)

    Bangalore vs Punjab: લોમરોરની સિક્સ

    પાંચમી ઓવરના ચોથા બોલ પર લોમરોરે લોંગ ઓન પર છગ્ગો જમાવ્યો હતો. ઋષી ધવને ફુલ પિચ આઉટ સાઈડ આ બોલ નાંખ્યો હતો. તેની પર તેણે છગ્ગો ફટકાર્યો હતો.

  • 13 May 2022 10:02 PM (IST)

    Bangalore vs Punjab: ફાફ ડુ પ્લેસિસ આઉટ

    ઋષી ધવને ફાફ ડુ પ્લેસિસને જિતેશ શર્માના હાથમાં કેચ ઝડપાવ્યો હચો. તે 10 રન કરીને પરત ફર્યો હતો. આમ બેંગ્લોરના બંને ઓપનર પરત ફરી ચુક્યા છે.

  • 13 May 2022 09:56 PM (IST)

    Bangalore vs Punjab: વિરાટ કોહલી આઉટ

    ચોથી ઓવર લાવનાર કાગીસો રબાડાએ બીજો બોલ લેગ સ્ટમ્પ પર આપ્યો જેને વિરાટ કોહલીએ પુલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ થાઈ પેડ પર અથડાયો અને શોર્ટ ફાઈન લેગ પર રાહુલ ચહર પાસે ગયો, પંજાબે અપીલ કરી પરંતુ અમ્પાયરે આઉટ ના આપ્યો. પંજાબે રિવ્યુ લીધો જે સફળ રહ્યો જેમાં જાણવા મળ્યું કે બોલ કોહલીના ગ્લોવ્ઝને વાગ્યો છે.

  • 13 May 2022 09:55 PM (IST)

    Bangalore vs Punjab: કોહલીએ છગ્ગો ફટકાર્યો

    વિરાટ કોહલીએ હરપ્રીત બ્રારની ઓવરના ચોથા બોલ પર સુંદર છગ્ગો જમાવ્યો હતો. મીડ વિકેટ પરથી તેણે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા.

  • 13 May 2022 09:54 PM (IST)

    Bangalore vs Punjab: કોહલીના ચાર રન

    બીજી ઓવર લાવનાર અર્શદીપ સિંહના ત્રીજા બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. અર્શદીપની ડિલિવરી ઑફ સ્ટમ્પની બહાર હતી, જેને કોહલીએ કવર ડ્રાઇવ દ્વારા ચાર રન માટે મોકલ્યો હતો. આ પછી કોહલીએ ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો પણ ફટકાર્યો હતો. આ બોલ લેગ-સ્ટમ્પ પર હતો અને આ વખતે કોહલીએ ફ્લિક કર્યું અને ચાર રન બનાવ્યા.

  • 13 May 2022 09:42 PM (IST)

    Bangalore vs Punjab: બેંગ્લોરની બેટીંગ શરુ

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ બંનેએ બેંગ્લોરની બેટીંગ ઈનીંગની શરુઆત કરી છે. પંજાબે આપેલા વિશાળ લક્ષ્યને પાર કરવા માટેની શરુઆત થઈ ચુકી છે. હરપ્રીત બ્રાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. પ્રથમ ઓવરમાં ડુ પ્લેસિસે બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 7 રન મેળવ્યા હતા.

  • 13 May 2022 09:34 PM (IST)

    Bangalore vs Punjab: બેંગ્લોરને 210 રનની જરૂર

    રાહુલ ચાહર 20મી ઓવરના છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. આ સાથે પંજાબની ઇનિંગ્સનો અંત આવ્યો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નવ વિકેટે 209 રન બનાવ્યા હતા.

  • 13 May 2022 09:19 PM (IST)

    Bangalore vs Punjab: લિવિંગસ્ટોન આઉટ

    આક્રમક ઈનીંગ રમી રહેલ લિવિંગસ્ટોન આઉટ થયો છે. તેને હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં આઉટ કર્યો છે

  • 13 May 2022 09:18 PM (IST)

    Bangalore vs Punjab: હેઝલવુડની મોંઘી ઓવર

    19મી ઓવર લઈને જોસ હેઝલવુડ આવ્યો હતો, તેની ઓવરમાં લિવીંગ સ્ટોને બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 24 રન મેળવ્યા હતા.

  • 13 May 2022 09:07 PM (IST)

    Bangalore vs Punjab: હરપ્રીત બ્રાર આઉટ

    હરપ્રીત બ્રારને 18મી ઓવરના ત્રીજા બોલ પર હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. પટેલે ઓફ-સ્ટમ્પની બહાર શોર્ટ બોલ ફેંક્યો જેને હરપ્રીતે મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં ગયો.

  • 13 May 2022 09:07 PM (IST)

    Bangalore vs Punjab: હરપ્રીત બ્રારે છગ્ગો લગાવ્યો

    18મી ઓવરના બીજા બોલ પર હરપ્રીત બ્રારે 90 મીટર લાંબો છગ્ગો જમાવ્યો હતો. હર્ષલ પટેલના સ્લોવર બોલ પર તેણે આ શોટ સ્ટ્રેઈટમાં લગાવ્યો હતો.

  • 13 May 2022 08:59 PM (IST)

    Bangalore vs Punjab: જિતેશ શર્મા આઉટ

  • 13 May 2022 08:49 PM (IST)

    Bangalore vs Punjab: મયંક અગ્રવાલ આઉટ

    મયંક અગ્રવાલ આઉટ. હર્ષલે 15મી ઓવરનો છેલ્લો બોલ ફેંક્યો, જેને મયંક સમજી શક્યો નહીં અને વહેલો તેને રમી લીધો હતો. જેના કારણે બોલ બેટ પર બરાબર અથડાયો ન હતો અને પોઈન્ટ પર ઉભેલા હસરંગાના હાથમાં ગયો હતો. જ્યાં તે આઉટ થયો હતો.

  • 13 May 2022 08:49 PM (IST)

    Bangalore vs Punjab: અગ્રવાલની 2 બાઉન્ડરી

    15 મી ઓવર લઈને હર્ષલ પટેલ આવ્યો હતો. તેની ઓવરના બીજા અને ચોથા બોલ પર મયંક અગ્રવાલે બેક ટુ બેક બે બાઉન્ડરી ફટકારી હતી. પહેલી બાઉન્ડરી બેકવર્ડ પોઈન્ટ પરથી અને બીજી શોર્ટ થર્ડ મેન પરથી મેળવી હતી.

  • 13 May 2022 08:47 PM (IST)

    Bangalore vs Punjab: લિવિંગ્સ્ટન આક્રમક બન્યો

    લિવિંગસ્ટને 14મી ઓવરના ત્રીજા બોલમાં શાહબાઝ અહેમદ પર શાનદાર રિવર્સ સ્વીપ કર્યો અને ચાર રન લીધા. આ પછી, તેણે આગળ વધીને લોંગ ઓન પર છ રન માટે બોલ મોકલ્યો. ઓવરમાં 12 રન મળ્યા હતા.

  • 13 May 2022 08:46 PM (IST)

    Bangalore vs Punjab: લિવિંગસ્ટનના શાનદાર ચાર રન

    લિવિંગસ્ટને 13મી ઓવરના ચોથા બોલ પર શાનદાર શોટ રમ્યો અને ચાર રન લીધા હતા. હર્ષલ પટેલે આ બોલને ઉપર ફેંક્યો, જેને લિવિંગસ્ટને કવર ડ્રાઇવ દ્વારા ચાર રન માટે મોકલ્યો.

  • 13 May 2022 08:38 PM (IST)

    Bangalore vs Punjab: લિવિંગ્સ્ટનની સિક્સર

    લિવિંગસ્ટને 12મી ઓવર લાવનાર શાહબાઝ અહેમદના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. શાહબાઝે બોલ મેળવ્યો જે લિવિંગ્સ્ટન આગળ ગયો અને લોંગ ઓફની દિશામાં છ રન લીધા. ઓવરમાં 15 રન આવ્યા હતા

  • 13 May 2022 08:23 PM (IST)

    Bangalore vs Punjab:બેયરિસ્ટોની આક્રમક રમતનો અંત

    જોની બેયરિસ્ટો આઉટ. સ્ટ્રેટેજીક ટાઈમ આઉટ બાદ 10મી ઓવર લઈને આવેલા શાહબાઝ અહેમદે પહેલા જ બોલ પર બેયરસ્ટોને તેની નેટમાં કેચ આપી દીધો હતો. બેયરિસ્ટોએ તેના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટને બરાબર વાગ્યો નહીં અને તેના બેટની બહારની કિનારી લઈને પોઈન્ટની દિશામાં સિરાજના હાથમાં ગયો.

    બેયરસ્ટો 66 રન, 29 બોલમાં 4×4 7×6

  • 13 May 2022 08:19 PM (IST)

    Bangalore vs Punjab: પંજાબના ઝડપી 100 રન પૂરા

    9મી ઓવરમાં પંજાબની ટીમે 100 રનનો આંકડો પાર કરી લીધો છે. માત્ર 2 વિકેટ ગુમાવીને આ સ્કોર પંજાબે નોંધાવ્યો છે. જોની બેયરિસ્ટોએ 5માં બોલ પર બાઉન્ડરી મેળવી હતી. જોકે આ સમયે તે નસીબદાર રહ્યો હતો કે, બોલ બેટની કિનારીને અડકીને વિકેટકીપર પાસેથી જ પસાર થયો હતો. ઓવરમાં 6 રન આવ્યા હતા.

  • 13 May 2022 08:07 PM (IST)

    Bangalore vs Punjab: રાજપક્ષે સસ્તામાં આઉટ

    વાનિન્દુ હસારંગા એ મહત્વની વિકેટ ઝડપી છે. ભાનુકા રાજપક્ષેને માત્ર 1 રનના વ્યક્તિગત સ્કોર પર જ પરત મોકલી દીધો છે. હર્ષલ પટેલના હાથમાં કેચ ઝડપાવીને તેને આઉટ કર્યો હતો. બેંગ્લોર માટે આ મહત્વની સફળતા છે.

  • 13 May 2022 08:05 PM (IST)

    Bangalore vs Punjab: બેયરિસ્ટોની 21 બોલમાં અડધી સદી, પાવર પ્લેમાં પંજાબના 83 રન

    સિરાજ છઠ્ઠી ઓવર લઈને આવ્યો હતો. આ પાવર પ્લેની અંતિમ ઓવર છે અને જેના પર બેયરિસ્ટોએ પહેલા ચાર રન મેળવ્યા હતા. બાદમાં ત્રીજા બોલ પર લોંગ ઓન પર શાનદાર છગ્ગો જમાવ્યો હતો. બેયરિસ્ટોએ અંતિમ બંને બોલ પર છગ્ગા ફટકાર્યા હતા. બેયરિસ્ટોએ ઝડપી અડધી સદી પુરી કરી હતી. 21 બોલમાં 50 નો આંકડો પાર કર્યો હતો. ઓવરમાં 23 રન મળ્યા હતા. પાવર પ્લેમાં પંજાબે 1 વિકેટે 83 રન નોંધાવ્યા હતા.

  • 13 May 2022 08:00 PM (IST)

    Bangalore vs Punjab: ધવન ક્લિન બોલ્ડ

    શિખર ધવન આઉટ થયો છે. મેક્સવેલની પાંચમી ઓવરના છેલ્લા બોલ પર ધવને સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ગતિને સમજવાનું ચૂકી ગયો હતો. મેક્સવેલે આ બોલ ખૂબ ધીમો ફેંક્યો હતો અને તેથી ધવન ચૂકી ગયો અને બોલ્ડ થયો.

    ધવન  21 રન, 15 બોલમાં 2×4 1×6

  • 13 May 2022 07:55 PM (IST)

    Bangalore vs Punjab: ધવને સિક્સર ફટકારી

    પાંચમી ઓવરમાં શિખર ધવને મેક્સવેલના બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પ્રથમ બોલને લોંગ ઓન પર મોકલ્યો હતો.

  • 13 May 2022 07:52 PM (IST)

    Bangalore vs Punjab: ગબ્બરની બાઉન્ડરી

    શિખર ધવને તેની બીજી બાઉન્ડરી લગાવી હતી. જોસ હેઝલવુડ ચોથી ઓવર લઈને આવ્યો હતો. જેની ઓવરના ત્રીજા બોલ પર ધવને ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં 7 રન આપ્યા હતા.

  • 13 May 2022 07:49 PM (IST)

    Bangalore vs Punjab: બેયરિસ્ટોની ધમાલ જારી

    બેયરિસ્ટોએ લાગલગાટ ત્રીજી ઓવરમાં છગ્ગો ફટકાર્યો છે. તેણે મોહમ્મદ સિરાજની ઓવરમાં છગ્ગો લગાવ્યો હતો. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર બેયરિસ્ટોએ ડીપ બેકવર્ડ પોઈન્ટ પર સિક્સ લગાવી હતી.ઓવરના પ્રથમ બોલ પર શિખર ધવને બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 13 રન આવ્યા હતા.

  • 13 May 2022 07:46 PM (IST)

    Bangalore vs Punjab: બેયરિસ્ટોની આતશી બેટીંગ

    બેયરિસ્ટોએ ચોગ્ગા અને છગ્ગા વાળી રમત સાથે પંજાબની ઈનીંગની શરુઆત કરી છે. તેણે બીજી ઓવર લઈને આવેલા જોસ હેઝલવુડની ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા જમાવી દીધા હતા. ઓવરમાં 22 રન પંજાબને મળ્યા હતા. તો બેયરિસ્ટોનો વ્યક્તિગત સ્કોર 9 બોલમાં 27 રન પર પહોંચ્યો હતો.

  • 13 May 2022 07:43 PM (IST)

    Bangalore vs Punjab: બેયરિસ્ટોએ છગ્ગો જમાવ્યો

    ગ્લેન મેક્સવેલ પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને જે પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર જોની બેયરિસ્ટોએ છગ્ગો જમાવી દીધો હતો. ઓવરમાં પંજાબને 8 રન આવ્યા હતા.

  • 13 May 2022 07:41 PM (IST)

    Bangalore vs Punjab: બેયરિસ્ટોએ છગ્ગો જમાવ્યો

  • 13 May 2022 07:39 PM (IST)

    Bangalore vs Punjab: મેચ શરૂ થઈ

    પંજાબ અને બેંગ્લોર વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. પંજાબ તરફથી શિખર ધવન અને જોની બેયરિસ્ટો ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યા છે. ઓફ સ્પિનર ​​ગ્લેન મેક્સવેલ બેંગ્લોર માટે પ્રથમ ઓવર લઈને આવ્યો છે.

  • 13 May 2022 07:26 PM (IST)

    Bangalore vs Punjab: આવી છે બેંગ્લોરની પ્લેયીંગ 11

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.

  • 13 May 2022 07:25 PM (IST)

    Bangalore vs Punjab: આવી છે પંજાબની પ્લેયીંગ 11

    પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેયરિસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

  • 13 May 2022 07:04 PM (IST)

    Bangalore vs Punjab: બેંગ્લોરે જીત્યો ટોસ, પંજાબની પ્રથમ બેટીંગ

    બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગ્લોરે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પંજાબે પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. ડાબોડી સ્પિનર ​​હરપ્રીત બ્રાર ટીમમાં આવ્યો છે. સંદીપ શર્માને પડતો મૂકવામાં આવ્યો છે.

  • 13 May 2022 07:03 PM (IST)

    Bangalore vs Punjab: પીચ રિપોર્ટ

    સુનીલ ગાવસ્કરે પીચ રિપોર્ટમાં કહ્યું, “પીચ સારી દેખાઈ રહી છે, તેમાં ઘાસ છે. આવી સ્થિતિમાં બોલરોને થોડી મદદ મળશે, પરંતુ બોલ બેટ પર પણ સારી રીતે આવશે, જો આવું થાય છે તો તે એક મોટો સ્કોર થઇ શકે છે. આ મેચમાં પણ 200 થી ઉપર સ્કોર નોંધાઈ શકે છે.

  • 13 May 2022 07:01 PM (IST)

    Bangalore vs Punjab: શું બેંગ્લોર બદલો લેશે?

    પ્લેઓફ અને તે છેલ્લી મેચમાં મળેલી હારની સાથે બેંગ્લોરના મનમાં વધુ એક વાત હશે. આ બંને ટીમો આ સિઝનમાં બીજી વખત આમને-સામને છે. આ પહેલા બંને ટીમો 27 માર્ચે સામસામે આવી હતી જેમાં પંજાબનો વિજય થયો હતો. આ મેચ હાઈ સ્કોરિંગ હતી અને બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા હતા.

  • 13 May 2022 06:59 PM (IST)

    Bangalore vs Punjab: હેડ ટુ હેડ આંકડા

    જો આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની મેચોના આંકડા પર નજર કરીએ તો આ બંને ટીમો કુલ 29 મેચ રમી છે જેમાંથી બેંગ્લોરે 16 મેચ જીતી છે જ્યારે પંજાબે 13 મેચ જીતી છે.

  • 13 May 2022 06:58 PM (IST)

    Bangalore vs Punjab: પ્લેઓફની રેસની નિર્ણાયક મેચ

    બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી આ મેચ પ્લેઓફની રેસ માટે મહત્વની મેચ છે. બાકીની ટીમોની નજર પણ આ મેચ પર રહેશે. બેંગ્લોર 11 મેચમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે પંજાબની ટીમ આઠમાં નંબર પર છે. બેંગ્લોરે બે મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું પડશે જ્યારે પંજાબે તેની તમામ મેચ જીતવી પડશે.

Published On - 6:56 pm, Fri, 13 May 22