
IPL 2023 ની 15 મી મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. બેંગ્લોરની ટીમ સિઝનમાં પોતાની બે મેચ રમીને એક મેચમાં જીત અને બીજી મેચમાં હાર મેળવી છે. જ્યારે લખનૌની ટીમ 3 મેચ રમીને 2 મેચમાં જીત હાંસલ કરીને ત્રીજા સ્થાને છે.બેંગ્લોર માટે હવે પોઈન્ટ્સ ટેબલમાં ઉપરના સ્થાને જવા માટે આજે જીત જરુરી છે.
લખનૌ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા, અવેશ કાન, માર્ક વુડ અને રવિ બિશ્નોઈ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, અનુજ રાવત, શાહબાઝ અહેમદ, વેઈન પાર્નેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.
અંતિમ ઓવરના પાંચમાં બોલ પર હર્ષલ પટેલે જયદેવ ઉનડકટની વિકેટ ઝડપી છે. આમ મેચ બરાબરી પર પહોંચી છે અને હવે વિકેટ ગુમાવતા સુપર ઓવર સર્જાશે કે, લખનૌને જીત મળશે ?
મેચ રોમાંચક મોડમાં છે. આ દરમિયાન હવે હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં વિકેટ ઝડપતા લખનૌએ 8મી વિકેટ ગુમાવી દીધી છે. જીત માટે હવે લખનૌને 4 રનની જરુર છે.
મેચ રોમાંચક મોડમાં છે અને લખનૌ ટાર્ગેટ થી નજીક પહોંચ્યુ છે. આ દરમિયાન બડોની હિટ વિકેટ થયો છે. મોટો શોટ લગાવ્યા બાદ તે હિટ વિકેટ થઈને પરત ફર્યો છે.
થર્ડ મેન તરફ જયદેવ ઉનડકટે ચોગ્ગો ફટકાર્યો હતો. આમ લખનૌ માટે હવે લક્ષ્ય ખૂબ જ નજીક થયુ છે.
સિરાજે મોટો શિકાર ઝડપ્યો. નિકોલ્સ પૂરનને તેણે શાહબાઝ અહેમદના હાથમાં ઝડપાવ્યો છે. પૂરને 19 બોલમાં 62 રનની ઈનીંગ રમી ને બેંગ્લોરની મુશ્કેલીઓ વધારી દીધી હતી. હવે મેચ વધુ રોમાંચક મોડમાં આવી પહોંચી છે.
વિલી 16મી ઓવરમા પૂરને છગ્ગો ફટકાર્યો હતો. કમાલનો શોટ જમાવતા ફ્લીક કરીને બેકવર્ડ સ્કેવર લેગ પર હવાઈ યાત્રા બોલને પૂરને કરાવી હતી. ઓવરમાં આ પહેલા બડોનીએ ચોગ્ગો ફટકાર્યો હચો.
પૂરને તોફાની રમત વડે બેંગ્લોરને ચિંતામાં લાવી દીધુ છે. પૂરને 15મી ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો અને 2 ચોગ્ગા નોંધાવ્યા હતા. પૂરને ધમાલ મચાવતા 15 બોલમાં જ અડધી સદી નોંધાવી હતી.
કર્ણ શર્મા 13મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા અને પાંચમા બોલ પર પૂરને સળંગ બે છગ્ગા નોંધાવ્યા હતા. આ બંને છગ્ગા વડે ઓવરમાં 20 રન લખનૌના ખાતામા આવ્યા હતા.
કેએલ રાહુલે 12 મી ઓવરમાં વિકેટ ગુમાવી હતી. 18 રન નોંધાવીને તે પરત ફર્યો છે. રાહુલ સિરાજનો શિકાર થયો હતો. લખનૌનો સુકાની કોહલીના હાથમાં કેચ ઝડપાયો હતો.
11 મી ઓવરમાં કર્ણ શર્માએ સ્ટોઈનીસની વિકેટ ઝડપી છે. સ્ટોઈનીસને તેણે શાહબાઝના હાથમાં ઝડપાવ્યો હતો. તે 65 રન નોંધાવીને તે પરત ફર્યો હતો. તેણે 30 બોલનો સામનો કરીને આ રન નોંધાવ્યા હતા.
10 મી ઓવરમાં શાહબાઝ અહેમદ આવ્યો હતો.ઓવરના ત્રીજા અને છઠ્ઠા બોલે છગ્ગા ફટકાર્યા હતા. સ્ટોઈનીસે લોંગ ઓફ પર પહેલો અને બીજો છગ્ગો મીડ વિકેટ પર ફટકાર્યો હતો.
9મી ઓવરને લઈ કર્ણ શર્મા આવ્યા હતા. ઓવરના પ્રથમ બોલે સ્ટોઈનીસ છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના બીજા બોલે સ્ટોઈનીસે ચોગ્ગો ફટકાર્યો હતો અને અંતિમ બોલે વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો. 16 રન લખનૌના ખાતામાં આવ્યા હતા.
હર્ષલ પટેલનુ સ્વાગત માર્કસ સ્ટોઈનીસે છગ્ગાથી કર્યુ છે. ઓવરના પ્રથમ બોલ પર છગ્ગો ફટકાર્યા બાદ બેક ટુ બેક બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 17 રન લખનૌના ખાતમાં જમા થયા હતા.
ચોથી ઓવરમાં ડબલ ઝટકો લખનૌને લાગ્યો છે. પાર્નેલે હુડ્ડા બાદ કૃણાલ પંડ્યાની વિકેટ ઝડપી છે. કૃણાલ પંડ્યા 2 બોલનો રમીને શૂન્ય રને જ પરત ફર્યો છે. આમ હવે લખનૌ ની સ્થિતી હવે મુશ્કેલ બની ચુકી છે.
ચોથી ઓવર લઈને પાર્નેલ આવ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ પર દીપક હુડ્ડા વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાયો હતો. તે માત્ર 9 રન નોંધાવીને પરત ફર્યો હતો.
સિરાજ ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. આ વખતે કેએલ રાહુલે ઓવરના પ્રથમ બોલ પર જ સિરાજને ચોગ્ગાનો માર ફટકાર્યો હતો. ફ્લીક કરીને ડિપ મિડ વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર સિરાજે મોટી વિકેટ હાંસલ કરી છે. ઓવરના ત્રીજા બોલ પર મેયર્સના બેટની અંદરની કિનારી લઈને બોલ સીધો જ સ્ટંપમાં ઘૂસ્યો હતો. આમ મેયર્સ શૂન્ય રને જ પરત ફર્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સ સામે વિશાળ લક્ષ્ય છે. જેનો પિછો કરવા માટે ઓપનર કેએલ રાહુલ અને કાઈલ મેયર્સ મેદાને આવ્યા છે. મોહમ્મદ સિરાજ પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
માર્ક વુડે મેક્સવેલને આઉટ કર્યો હતો. અંતિમ ઓવરના પાંચમાં બોલ પર માર્ક વુડે 145 ની ઝડપે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. મેક્સવેલે 29 બોલનો સામનો કરીને 59 રન નોંધાવ્યા હતા.
અવેશ ખાન 19મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરની શરુઆત ખરાબ રહી હતી. પ્રથમ બંને બોલ ને મેક્સવેલે હવાઈ યાત્રા કરાવીને છગ્ગા મેળવ્યા હતા. આ સાથે જ મેક્સવેલે અડધી સદી પુરી કરી કરી હતી.
ઉનડકટ લઈને આવેલ 18મી ઓવર ખર્ચાળ રહી હતી. ઓવરમાં ફાફ ડુ પ્લેસિસે સળંગ 2 છગ્ગા જમાવ્યા હતા. ઓવરના બીજા અને અંતિમ બોલે બે ચોગ્ગા ઉનડકટે ગુમાવ્યા હતા. આમ ઓવરમાં 23 રન બેંગ્લોરે મેળવ્યા હતા.
17મી ઓવર લઈને અવેશ ખાન આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર મેક્સવેલે અવેશનુ સ્વાગત છગ્ગા સાથે કર્યુ હતુ. મેક્સવેલ પાંચમાં બોલ પર રુમ બનાવીને ચોગ્ગો ફટકાર્યો હતો.
ડુપ્લેસિએ પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. તેણે ઓપનિંગમાં આવીને સારી રમત દર્શાવતા બેંગ્લોરને માટે સારી શરુઆત કરાવી હતી. 152 ની ગતિના બોલને કમાલના શોટ વડે છગ્ગો ફટકાર્યો હતો.
15મી ઓવરમાં રવિ બિશ્નોઈએ 3 છગ્ગાનો માર સહન કર્યો છે. ઓવરના ત્રીજા બોલ પર ડુપ્લેસિસે એક્સ્ટ્રા કવર પર છગ્ગો ફટકાર્યો હતો.આગળના બોલે તેણે સ્ટેડિયમ કૂદાવતો છગ્ગો લગાવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર મેક્સવેલે પણ છગ્ગો ફટકાર્યો હતો.
કોહલી બાદ મેક્સવેલ મેદાને આવ્યો છે. તેણે 14મી ઓવરમાં અમિત મિશ્રાના બોલ પર પહેલા ચોગ્ગો અને બાદમાં છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રીજા બોલને બેક ફુટ પર આવીને એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે ચોથા બોલ પર લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો.
અમિત મિશ્રાએ મોટી વિકેટ ઝડપી છે. વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો છે. ગુગલી બોલ કરીને તેણે કોહલીને પોતાની જાળમાં ફસાવ્યો છે. કોહલી 61 રન નોંધાવીને પરત ફર્યો હતો.
કૃણાલ પંડ્યાના બોલ પર વિરાટ કોહલીએ 84 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ડીપ મિડ વિકેટ પર તેણે છગ્ગો જમાવ્યો હતો. 10 મી ઓવરમાં કોહલીના છગ્ગા બાદ ડુપ્લેસિસે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
છેલ્લી ત્રણેક ઓવરથી બેંગ્લોરની રમત ધીમી પડી છે. બાઉન્ડરી જોવા મળી રહી નથી. આ દરમિયાન વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. કોહલીએ 35 બોલનો સામનો કરીને 50 રન પુરા કર્યા છે.
છઠ્ઠી ઓવર લઈને માર્ક વુડ આવ્યો હતો. આ ઝડપી બોલરને પણ વિરાટ કોહલીએ પોતાના બેટ વડે ધુલાઈ કરવાની બાકી રાખ્યુ નહોતુ. કોહલીએ ઓવરના બીજા બોલ પર બોલરના માથા પરથી ફટકારીને ચોગ્ગો મેળવ્યો હતો. જ્યારે આગળના બોલ પર પુલ કરીને મિડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ પાવર પ્લેમાં 56 રન વિના વિકેટ બેંગ્લોરે નોંધાવ્યા છે.
કૃણાલ પંડ્યાના બોલ પર વિરાટ કોહલીએ છગ્ગો ફટકાર્યો હતો. પાંચમી ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ શાનદાર શોટ વડે લોંગ ઓનની દિશામાં ઉઠાવીને ફટકારેલા આ શોટથી લાંબો ફ્લેટ છગ્ગો મેળવ્યો હતો.
વિરાટ કોહલીએ પાવર પ્લેમાં પાવર રમત બતાવવાનો પ્રયાસ કર્યો છે. ચોથી ઓવરની શરુઆત ચોગ્ગા સાથે કરી હતી. અવેશ ખાનના બોલ પર ડીપ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ડીપ પોઈન્ટ પાસેથી વધુ એક ચોગ્ગો મેળવ્યો હતો.
ત્રીજી ઓવર લઈને કૃણાલ પંડ્યા આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ફાફ ડુ પ્લેસીએ મીડઓન પાસેથી ચોગ્ગો મેળવ્યો હતો. આ બાઉન્ડરી સાથે ઓવરમાં 8 રન આવ્યા હતા.
અવેશ ખાન બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર વિરાટ કોહલીએ પુલ કરીને છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર કોહલીએ એક્સ્ટ્રા કવર પર થઈને ચોગ્ગો મેળવ્યો હતો. આમ ઓવરમાં 13 રન બેંગ્લોરના ખાતામાં આવ્યા હતા.
ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી બેટિંગ કરવા માટે આવ્યા છે. બંને ઓપનરોએ બેંગ્લોરની રમતની શરુઆત કરી છે. જ્યારે જયદેવ ઉનડકટ પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, અનુજ રાવત, શાહબાઝ અહેમદ, વેઈન પાર્નેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા, અવેશ કાન, માર્ક વુડ અને રવિ બિશ્નોઈ.
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરશે
Published On - 7:15 pm, Mon, 10 April 23