
IPL 2023 માં આજે એક નહીં પણ બે મેચ છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે, જે બેંગ્લોરમાં રમાશે, તો બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે, જે લખનૌમાં રમાશે. આ બંને મેચ રમાવાની બાકી છે પણ તેના પરિણામ સાફ છે. આજે પ્રથમ મેચમાં દિલ્હી IPL 2023 ની પ્રથમ જીત નોંધાવી શકે છે. એટલે કે RCB ની હાર થઇ શકે છે. જ્યારે બીજી મેચમાં પંજાબ કિંગ્સની ટીમની જીત થશે. તમને પ્રશ્ન થશે કે આ કેવી રીતે બની શકે છે?
તો તમને જણાવી દઇએ કે આ અઠવાડિયામાં ટ્રેન્ડ કઇક આવો રહ્યો છે. IPL 2023 માં ગત અઠવાડિયું જેમ લેગ સ્પિનરના નામે રહ્યું હતું. આ સપ્તાહ તે ટીમોનો રહ્યો છે જેમણે હરીફ ટીમના હોમ ગ્રાઉન્ડ પર વિજય મેળવી છે. એટલે કે બીજી ટીમના હોમ ગ્રાઉન્ડ પર જઇને મેચ રમી છે.
તેમ વિચારી રહ્યા હશો કે બીજી ટીમના હોમ ગ્રાઉન્ડ પર જઇને રમવાથી મેચના પરિણામ ના શું લેવા-દેવા? આ અઠવાડિયામાં જે ટીમે મેજબાની કરી છે તેને હારનો સામનો કરવો પડયો છે, અને જે ટીમ મહેમાન ટીમ રહી છે તેણે મેચમાં જીત મેળવી છે. જો તમને માનવામાં નથી આવી રહ્યું તો સોમવારથી લઇને શુક્રવાર સુધીના મેચની પરિણામના ટ્રેન્ડ જોઇ લઇએ.
10 એપ્રિલ એટલે કે સોમવારે લખનૌ સુપર જાયન્ટસ અને RCB વચ્ચે મેચ રમાઇ હતી. બેંગલુરૂ એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલ આ મેચમાં LSGની એક રનથી જીત થઇ હતી.
11 એપ્રિલ એટલે કે મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પર રમાયેલ આ મેચમાં મુંબઇ ઇન્ડીયન્સની 6 વિકેટથી જીત થઇ હતી.
12 એપ્રિલ બુધવારે રાજસ્થાન રોયલ્સ પોતાની મેચ માટે ચેન્નઇ સુપર કિંગ્સના ગઢમાં પહોંચી હતી. ચેન્નઇના ચેપોક પર મેચ રમાઇ હતી. અહીં 2008 પછી રાજસ્થાનની જીત થઇ નથી. પણ આ હારના ટ્રેન્ડ પર રોક લગાવીને રાજસ્થાને ચેન્નઇને 3 રનથી માત આપી હતી.
13 એપ્રિલના રોજ ગુરૂવારે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની ટીમ આમને-સામને થઇ હતી. મેચ મોહાલીમાં રમાઇ હતી, જે પંજાબ ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. આ મેચમાં પંજાબની 6 વિકેટથી હાર થઇ હતી.
14 એપ્રિલ એટલે કે શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકત્તા નાઇટ રાઇડર્સના હોમ ગ્રાઉન્ડ પર રમવા ગઇ હતી. ઇડન ગાર્ડન્સમાં રમાયેલ આ મેચમાં ઓરેન્જ આર્મીએ 23 રનથી જીત મેળવી હતી.
અને હવે 15 એપ્રિલે પણ આજ ટ્રેન્ડ રહેશે તો છેલ્લી 6 મેચની જેમ આજની બંને મેચમાં મેજબાન ટીમની હાર થઇ શકે છે. આજે દિલ્હી IPL 2023 માં પોતાની પ્રથમ જીત મેળવી શકે છે. પંજાબની ટીમ જીતની નવાબ બની શકે છે કારણ કે બંને ટીમ મહેમાન ટીમ હશે.