રવિન્દ્ર જાડેજાના બદલે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં કોણ લઈ શકે સ્થાન? સૌરભ કુમારના પ્રદર્શને સૌનુ ધ્યાન આકર્ષ્યુ

ભારતીય ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પ્રવાસે જનારી છે. જોકે આ પહેલા હાલમાં ભારતીય એ ટીમ પ્રવાસ પર છે અને જ્યાં બંને દેશો વચ્ચે ચાર દીવસીય મેચ રમાઈ રહી છે. આ દરમિયાન પ્રવાસના પ્રથમ દિવસની રમતમાં જ એક ખેલાડીએ કમાલ કરી દેખાડી ધ્યાન ખેંચ્યુ છે.

રવિન્દ્ર જાડેજાના બદલે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીમાં કોણ લઈ શકે સ્થાન? સૌરભ કુમારના પ્રદર્શને સૌનુ ધ્યાન આકર્ષ્યુ
Ravindra Jadeja બાંગ્લાદેશ પ્રવાસે જવાની સંભાવના નહીંવત
| Edited By: | Updated on: Nov 30, 2022 | 9:11 AM

ભારત અને બાંગ્લાદેશની એ ટીમ વચ્ચે હાલમાં ચાર દીવસીય મેચ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે ડિસેમ્બરની શરુઆતે જ જનારી છે, આ પહેલા જ ભારતીય એ ટીમે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડ્યો છે. મંગળવારથી ચાર દિવસીય મેચ શરુ થઈ છે અને પ્રથમ દિવસે જ ભારતીય ટીમના એક ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. કમાલનુ પ્રદર્શન કરનારા સૌરભ કુમારે તેની ફિરકી વડે સૌનુ ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. આ સાથે જ હવે એવા પણ અહેવાલો સામે આવવા લાગ્યા છે કે, બાંગ્લાદેશ પ્રવાસે રવિન્દ્ર જાડેજાના જવાની સંભાવના ઓછી છે અને હવે તેનુ સ્થાન સૌરભ લઈ શકે છે.

સૌરભ કુમારની ફિરકીની જાદુને લઈ યજમાન બાંગ્લાદેશ-A ટીમને પ્રથમ દાવમાં ઝડપથી સમેટી લીધુ હતુ. આમ ભારતીય ટીમ મેચ પર પ્રથમ દિવસે જ હાવી થઈ ગઈ હતી. ભારતીય ટીમના બોલીંગ આક્રમણ સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 112 રન પર સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશના બેટ્સમેનો માત્ર 45 ઓવરનો જ સામનો કરી શક્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોસદેક હુસૈને અડધી સદી ફટકારી તેમની ટીમ વતી સૌથી વધુ 63 રન નોંધાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાના બદલે ટીમ ઈન્ડિયામાં સ્થાન!

ભારતીય ટીમના બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. સૌરભે પ્રથમ ઈનીંગમાં 4 વિકેટ ઝડપી હતી. જેમાં સૌરભ કુમારે ઈનીંગમાં કરાયેલી 45 માંથી માત્ર 8 જ ઓવર કરી હતી. જેમાંથી તેણે 3 ઓવર મેડન કરી હતી અને માત્ર 23 રન આપ્યા હતા. તેની ફિરકીના જાદુ બાદ હવે ટીમ ઈન્ડિયામાં તેના સ્થાનની સંભાવનાને લઈ ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સ્થાને સમાવેશ થવા પર ચર્ચાઓ લાગી છે. હાલમાં જાડેજા ઈજાને લઈ ટીમથી બહાર છે અને જેને લઈ તે બાંગ્લાદેશ ભારતીય ટીમ સાથે જઈ શકશે નહીં આવી સ્થિતીમાં હવે સૌરભે પોતાની દાવેદારી મજબૂતાઈ થી રજૂ કરી દીધી છે.

એક મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે અને સૌરભ કુમાર તેની જગ્યા લઈ શકે છે. તેણે કહ્યું છે કે બાંગ્લાદેશની પીચો પર રમવું તેના માટે આસાન નહીં હોય. જો કે બીસીસીઆઈએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ બોર્ડ ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. બોર્ડ કદાચ ભારત-A અને બાંગ્લાદેશ-A વચ્ચે રમાઈ રહેલી મેચ સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યું છે.

પહેલા પણ ટીમ સાથે જોડાયો પરંતુ મોકો ના મળ્યો

જો કે સૌરભ ભારતની ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયો છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે શ્રીલંકાની ટીમ ભારત આવી ત્યારે સૌરભને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તે ડેબ્યૂ કરી શક્યો નહોતો. આ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સર્વિસીઝ અને ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે અત્યાર સુધી 53 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 222 વિકેટ લીધી છે.

ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચટ્ટોગ્રામમાં 14 થી 18 ડિસેમ્બર દરમિયાન રમાશે. તે જ સમયે, બીજી ટેસ્ટ મેચ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન મીરપુરમાં રમાશે.

 

Published On - 8:57 am, Wed, 30 November 22