Gujarati News Sports Cricket news Ravindra Jadeja highest retained players, see the full list of highest earning retained players in gujarati IPL 2022 Retention
IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા પર CSK ની ધન વર્ષા, માલા-માલ થયેલા ખેલાડીઓનુ લીસ્ટ, જુઓ
તમામ ટીમોએ IPL 2022 માટે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. મોટાભાગની ટીમોએ 4-4 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સાથે જ પંજાબ કિંગ્સે સૌથી ઓછા 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.
1 / 6
તમામ ટીમોએ IPL 2022 માટે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. મોટાભાગની ટીમોએ 4-4 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સાથે જ પંજાબ કિંગ્સે સૌથી ઓછા 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદે 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. પરંતુ, સવાલ એ છે કે કયા ખેલાડીને સૌથી મોંઘી બોલી લાગી. ધોની-વિરાટ કરતાં વધુ પૈસા માટે કોને રિટેન કરવામાં આવ્યો? તો આ પ્રશ્નોના જવાબ શોધવા માટે, ચાલો સૌથી મોંઘા ખેલાડીઓની સંપૂર્ણ સૂચિ પર એક નજર કરીએ.
2 / 6
જાડેજા, રોહિત અને પંત: ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને દિલ્હી કેપિટલ્સના રિષભ પંત IPL 2022 માટે રિટેન કરાયેલા સૌથી મોંઘા ખેલાડીઓ છે. ત્રણેયને રૂ. 16 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા હતા.
3 / 6
વિરાટ કોહલીઃ પૂર્વ RCB કેપ્ટન વિરાટ કોહલી બીજા સૌથી મોંઘા રિટેન ખેલાડી છે. આ માટે તેને 15 કરોડ રૂપિયા મળ્યા છે.
4 / 6
કેન વિલિયમ્સન અને સંજુ સેમસનઃ SRHના કેપ્ટન કેન વિલિયમસન અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા. અને તે ત્રીજો સૌથી મોંઘો રિટેન કરાયેલ ખેલાડી છે.
5 / 6
ધોની, મયંક, બુમરાહ અને રસેલ: CSK કેપ્ટન MS ધોની, પંજાબ કિંગ્સના મયંક અગ્રવાલ, મુંબઈ ઈન્ડિયન્સનો જસપ્રિત બુમરાહ અને KKRનો આન્દ્રે રસેલ IPL 2022ના સૌથી મોંઘા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં ચોથા નંબરે છે. આ માટે ચારેયને 12-12 કરોડ રૂપિયા મળ્યા છે.
6 / 6
ગ્લેન મેક્સવેલઃ આરસીબીના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને 11 કરોડની બોલી લગાવીને જાળવી રાખવામાં આવ્યો છે.
Published On - 11:08 am, Wed, 1 December 21