રવીન્દ્ર જાડેજા હાલમાં આઇપીએલ 2023માં રમી રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સનો આ સ્ટાર ખેલાડી આઇપીએલની આ સીઝનમાં કોઇ ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. જાડેજાનું બેટ આઇપીએલની 16મી સીઝનમાં શાંત રહ્યુ છે. નોંધપાત્ર છે કે જાડેજા પોતાની બોલિંગથી ટીમને મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચવાની નજીક છે. આ ટીમ પોતાની આગામી મેચ 20 મે ના રોજ દિલ્હી કેપિટલ્સ સાથે દિલ્હીમાં જ રમશે. આ મેચ અગાઉ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જાડેજાએ પત્ની રિવાબા સાથે વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. જાડેજાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ મુલાકાતનો ફોટો શેર કર્યો હતો અને લખ્યુ હતું કે આ મુલાકાત ખાસ રહી હતી.
જાડેજાની પત્ની ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય છે અને આ પાર્ટી તરફથી તે 2022માં જામનગર નોર્થથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી. હાલમાં તે ધારાસભ્ય છે. તેણે 53,570 ના અંતરથી ચૂંટણી જીતી હતી. ચૂંટણી દરમિયાન જાડેજાએ પોતાની પત્ની માટે પ્રચાર પણ કર્યો હતો.
It was great meeting you @narendramodi saheb🙏
You are a prime example of hardwork & dedication for our motherland!
I’m sure you will continue to inspire everyone in the best way possible 💪 pic.twitter.com/BGUOpUiXa0— Ravindrasinh jadeja (@imjadeja) May 16, 2023
આ મુલાકાત બાદ જાડેજા એક વાર ફરી ક્રિકેટ પર ફોકસ કરશે અને પોતાની ટીમને દિલ્હી સામે જીત અપાવવાનો પ્રયત્ન કરશે. જાડેજાએ આ સિઝનમાં 13 મેચ રમી છે અને ફક્ત 133 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેનો બેસ્ટ સ્કોર 25 રન રહ્યો છે. અને બોલિંગની વાત કરીએ તો જાડેજાએ આ સીઝનમાં 13 મેચમાં 16 વિકેટ પોતાના નામે કરી છે.
દિલ્હી કેપિટલ્સ સામે સીએસકેને જીતની જરૂર છે. આ મેચમાં જીત ચેન્નઇને પ્લેઓફમાં પહોંચાડી દેશે. આ સીઝનમાં ચેન્નઇની ટીમે અત્યાર સુધી 13 મેચ રમી છે જેમાંથી 7 મેચમાં તેને જીત મળી છે તો પાંચ મેચમાં હારનો સામનો કરવો પડયો છે. દિલ્હી સામે જીત ચેન્નઇને સીધા પ્લેઓફમાં સ્થાન આપશે પણ જો ચેન્નઇ મેચ હારી જાઇ છે તો પણ આ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે. જો સીએસકે મેચ હારી જશે તો ટીમે બીજી ટીમ પર નિર્ભર રહેવું પડશે.