ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનીંગ દરમિયાન હાલતો મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પરંતુ હવે ભારત પર એક મોટી આફત ઉતરી આવી છે. ટીમ ઈન્ડિયાએ 10 ખેલાડીઓના જ દમ પર મેચના ત્રણ દિવસના તબક્કા પસાર કરવા પડશે.
રવિચંદ્રન અશ્વિન પરિવારમાં મેડિકલ ઇમર્જન્સીને લઈ તાત્કાલીક જ રાજકોટથી પોતાના ઘરે પરત ફર્યો છે. આમ ચાલુ મેચમાં અધવચ્ચેથી જ અશ્વિન ટીમને છોડીને ઘરે જવાને લઈ ટીમ ઈન્ડિયાને માટે મોટી મુશ્કેલી સર્જાઇ છે. ICC ના એક નિયમને લઈ આ સમસ્યા ભારત સામે મોટો પડકાર બન્યો છે.
હવે તમને એમ હશે કે, અશ્વિને મેચને અધવચ્ચેથી છોડી તો દીધી પરંતુ બીજો ખેલાડી તેના બદલામાં મળતો હશે ને? તો જવાબ અડધો હા અને અડધો ના છે. પરંતુ અહિં ના વાળો જવાબ જ સૌથી મોટો પડકાર છે. કારણ કે મેદાનમાં એક ખેલાડી આવે તો ખરો પરંતુ એ માત્ર ફિલ્ડીંગ ભરવા પુરતો જ આવી શકે છે. એટલે કે આ ખેલાડી ના તો બોલિંગ કરી શકે છે કે, ના તો બેટિંગ કરી શકે છે. આમ આવી સ્થિતિમાં ભારતે હવે મર્યાદિત બોલર અને બેટર્સથી જ કામ ચલાવી રોજકોટમાં વિજય મેળવવાની લડાઇ લડવી પડી શકે છે.
R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency.
In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR
— BCCI (@BCCI) February 16, 2024
ક્રિકેટમાં નિયમ મુજબ માત્ર કનક્શનના રુપમાં જ ટીમને સબ્સટીટ્યૂટ મળી શકે છે. એટલે કે માથામાં બોલ વાગવાની ઇજાના કિસ્સામાં તમને ખેલાડી મળી શકે છે. કોરોનાના વખતે પણ આવી રીતે ખેલાડીને બદલી શકાતો હતો. પરંતુ પરિવારમાં કોઇ મેડિકલ ઇમર્જન્સી હોવાના કિસ્સામાં ખેલાડીના બહાર થવા પર નવો ખેલાડી એટલે કે સબ્સટીટ્યૂટ મળી શકે નહીં. હા, માત્ર ફિલ્ડીંગ ભરવા પુરતો એક ખેલાડી મેદાનમાં મળી શકે છે. જે માત્ર ફિલ્ડીંગ જ સંભાળી શકે છે.
Published On - 1:03 pm, Sat, 17 February 24