IPL 2023 માં ગુજરાત ટાઈટન્સે 8મી મેચ જીતી લીધી છે. મોટા અંતરથી લખનૌ સુપર જાયન્ટ્સને અમદાવાદમાં હરાવ્યુ હતુ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લખનૌ અને ગુજરાત વચ્ચે ટક્કર થઈ હતી. ગુજરાતે બોલિંગ અને બેટિંગમાં શાનદાર રમત બતાવી હતી. ગુજરાત ટાઈટન્સના રાશિદ ખાને પણ એક જબરદસ્ત કેચ કર્યો હતો. શાનદાર કેચ પર વિરાટ કોહલીએ પણ વખાણ કર્યા હતા. રાશિદ ખાને ગુજરાતની જ્યારે વિકેટની જરુર હતી, એવા સમયે મહત્વનો કેચ રાશિદે ઝડપ્યો હતો. જેના પર તેણે ખૂબ વાહ વાહી લૂંટી હતી.
ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા અમદાવાદમાં લખનૌ સામે 227 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. લખનૌની ઓપનિંગ જોડીએ શાનદાર રમત વડે શરુઆત ગુજરાત સામે કરી હતી. માયર્સ અને ડિકોકની રમતને લઈ એક સમયે મેચ રસાકસી ભરી બનવાની આશા લાગી રહી હતી. જોકે આ દરમિયાન માયર્સે ધુલાઈ પણ ગુજરાતની બોલરોની તેમના જ હોમગ્રાઉન્ડ પર કરી હતી.
આ પહેલા રાશિદ ખાને જોકે કેચ ઝડપવાનો મોકો સફળ બનાવી શક્યો નહોતો. હાર્દિક પંડ્યાએ ચોથી ઓવરમાં માયર્સને પોઈન્ટ પર કેચના રુપમાં આઉટ કરવાનો મોકો બનાવ્યો હતો. રાશિદની આ ભૂલ પર સૌ કોઈને આશ્ચર્ય હતુ. પરંતુ 9મી ઓવરમાં તેણે કોઈ જ ચૂક નહોતી કરી અને મુશ્કેલ કેચને ઝડપી લીધો હતો. આ વખતે માયર્સને બહારનો રસ્તો જોવો પડ્યો હતો. મોહિત શર્મા 9મી ઓવર લઈને આવ્યો હતો. મોહિતે આ વખતે મોકો ઉભો કર્યો હતો પરંતુ ખૂબ જ મુશ્કેલ હતો. મોહિતના બાઉન્સર પર માયર્સને પુલ શોટ વડે હવામાં ઉપર ચડેલા કેચને માટે ડીપ સ્ક્વેર લેગથી લગભગ 26 મીટરની દોડ રાશિદે લગાવી હતી. સ્લાઈડ થતા રાશિદે આશ્ચર્ય જનક કેચ ઝડપ્યો હતો.
Exceptional grab 😎
The @gujarat_titans needed a special effort to break the opening partnership & @rashidkhan_19 does exactly that 🙌#TATAIPL | #GTvLSG pic.twitter.com/ldRQ5OUae8
— IndianPremierLeague (@IPL) May 7, 2023
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…