રાશિદ ખાન ફરીથી કેપ્ટનશિપ સંભાળશે, અફઘાનિસ્તાન T20 ટીમનુ સંભાળશે સુકાન

અગાઉ પણ રાશિદ ખાનને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનુ સુકાન વર્ષ 2021માં સોંપવામાં આવ્યુ હતુ, પરંતુ નારાજગીને લઈ તેણે કેપ્ટનશિપ છોડી દીધી હતી.

રાશિદ ખાન ફરીથી કેપ્ટનશિપ સંભાળશે, અફઘાનિસ્તાન T20 ટીમનુ સંભાળશે સુકાન
Rashid Khan ફરીથી અફઘાનિસ્ચાન ટી20 ટીમનો સુકાની
| Edited By: | Updated on: Dec 29, 2022 | 10:24 PM

અફઘાનિસ્તાનનો સ્ટાર લેગ સ્પિનર હવે કેપ્ટનશિપની ભૂમિકામાં જોવા મળશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેને T20 ફોર્મેટની ટીમ માટેનો કેપ્ટન જાહેર કર્યો છે. આ પહેલા પણ રાશિદ કેપ્ટન પદ પર નિમાયો હતો. જોકે તેણે વર્ષ 2021ના T20 વિશ્વકપની ટીમના એલાન સાથે જ કેપ્ટનશિપ છોડી દીધી હતી. એ વખતે ટીમની પસંદગીને લઈ તેણે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યુ હતુ કે પસંદગી અંગે કેપ્ટન તરીકે તેને કોઈ જ વાતચિત કરી નહોતી. ત્યારબાદ મોહમ્મદ નબીને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જેણે T20 વિશ્વકપ 2022 બાદ રાજીનામુ ધરી દીધુ હતુ.

સિનિયર ખેલાડી નબીએ કેપ્ટનશિપ ટીમના નબળા પ્રદર્શનને લઈ છોડી દીધી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલ T20 વિશ્વકપ દરમિયાન ટીમ દ્વારા સંતોષજનક દેખાવ કરવામાં આવ્યો નહોતો. જેને લઈ તેણે સુકાન પદથી હટી જવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તા ક્રિકેટ બોર્ડના ચેરમેન મીરવાઈઝ અશરફે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાન ક્રિકેટમાં રાશિદ ખાન એક મોટું નામ છે. તેની પાસે ખૂબ અનુભવ છે અને તેનો અનુભવ ટીમને નવા સ્તરે લઈ જવા માટે મદદરુપ રહેશે.

 

 

કેપ્ટન તરીકે અનુભવી

બોર્ડના ચેરમેન અશરફે વધુમાં કહ્યું કે “રાશિદને ત્રણેય ફોર્મેટમાં અફઘાનિસ્તાન ટીમનું નેતૃત્વ કરવાનો અનુભવ છે. અમે તેને T20 કેપ્ટન તરીકે ફરીથી નિયુક્ત કરીને ખુશ છીએ.”

સાથે જ રાશિદે કહ્યું કે “કેપ્ટન્સી મોટી જવાબદારી છે. મારી પાસે પહેલાથી જ કેપ્ટનશિપનો અનુભવ છે. અહીં ઘણા સારા ખેલાડીઓ છે. દરેક સાથે મારું બોન્ડિંગ પણ સારું છે. અમે સાથે મળીને વસ્તુઓને યોગ્ય પાટા પર લાવવા અને દેશને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરીશું.”

રાશિદનો T20 ફોર્મેટમાં અનુભવ

અત્યર સુધીમાં રાશિદ ખાન 74 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 122 વિકેટ ઝડપી છે. જે ટીમ સાઉથી અને શાકિબ અલ હસન બાદ સૌથી વધારે આ ફોર્મેટમાં લેનારો વિશ્વનો ત્રીજો બોલર છે. પ્રથમ ક્રમાંક પર ન્યુઝીલેન્ડનો સાઉથી 134 વિકેટ ધરાવે છે. જ્યારે બાંગ્લાદેશનો શાકિબ 128 વિકેટ ધરાવે છે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પણ રાશિદની બોલ બોલા છે અને તે અત્યાર સુધીમાં 361 ફ્રેન્ચાઈ ટીમો વતી મેચ રમી ચુક્યો છે, જેમાં તેણે 491 વિકેટ ઝડપી છે.

Published On - 10:16 pm, Thu, 29 December 22