PSL 2022: પુષ્પા વોક ડાન્સ ફિવર હવે પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના ખેલાડીઓ પર સવાર, વાયરલ થયો Video

અલ્લૂ અર્જૂન (Allu Arjun) ના અંદાજમાં આ પહેલા મેચ દરમ્યાન કેટલાક ક્રિકેટરો વિકેટનો જશ્ન મનાવી ચુક્યા છે તો, કોઇ વિડીયો પણ બનાવી શેર કરી ચૂક્યા છે.

PSL 2022: પુષ્પા વોક ડાન્સ ફિવર હવે પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના ખેલાડીઓ પર સવાર, વાયરલ થયો Video
Rashid Khan પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે.
| Edited By: | Updated on: Feb 01, 2022 | 11:40 AM

પુષ્પા ફિલ્મ (Pushpa Movie) ને લઇને તેના પર વિડીયો માત્ર ભારતીયો જ નહી પરંતુ ભારત બહાર અનેક દેશોમાંથી બનાવીને શેર કરી રહ્યા છે. દિગ્ગજ ખેલાડીઓ અલ્લૂ અર્જૂનના અંદાજમાં પુષ્પા ફિલ્મના શ્રીવલ્લી ગીત (Srivalli song) ના ડાન્સના સ્ટેપનો વિડીયો બનાવી ચુક્યા છે. કેટલાક ખેલાડી તો વિકેટ મળતા જ મેદાન પર જ અલ્લૂ અર્જૂનના અંદાજમાં વિકેટની ખુશીનો જશ્ન મનાવી ચુક્યા છે. પરંતુ હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્રિકેટરો પણ અલ્લૂ અર્જૂનના અંદાજ થી અંજાયા છે. રાશિદ ખાન (Rashid Khan) અને પાકિસ્તાની ક્રિકેટર હેરિસ રઉફે શ્રીવલ્લી ગીતા હુક સ્ટેપની કોપી કરી છે. જે વિડીયો હવે વાયરલ થવા લાગ્યો છે.

અલ્લૂ અર્જૂનના ફેંસમાં હુક સ્ટેપ ડાન્સનો ક્રેઝ ખૂબ જ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યા પણ અલ્લૂના અંદાજની નકલ કરી ચુક્યો છે તો, રવિન્દ્ર જાડેજા પણ અલ્લૂના લુકમાં નજર આવ્યો હતો. તો અનેક ખેલાડીઓ પુષ્પા ફિલ્મના ડાયલોગની કોપી કરી ચુક્યા છે. પાકિસ્તાનમાં પણ પુષ્પા ફિલ્મ ખૂબ ફેમસ થઇ રહી છે. આ દરમિયાન હવે પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીએસએલમાં પણ પુષ્પાનો જાદુ માથા પર ચઢ્યો છે. હેરિસ રઉફ અને રાશિદ ખાન બંનેએ હોટલના સ્વિમીંગ પૂલ આગળ શ્રીવલ્લી ગીતના હુક સ્ટેપની કોપી કરતો વિડીયો કર્યો છે.

રાશિદ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરતા રાશિદ ખાને કેપ્શનમાં લખ્યુ હતુ, કોઇ ચશ્મા પહેર્યા નથી તો પણ ટ્રેન્ડના સાથે જઇ રહ્યો છું. અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદે આ પહેલા પણ અલ્લૂ અર્જૂનનો ફેમસ ડાયલોગ શેર કર્યો હતો. જેમાં તે ‘પુષ્પા નામ સુનકે ફ્લાવર સમજે ક્યા’ તેની કોપી કરી હતી.

 

 

PSL 2022 ઉપરાંત બાંગ્લાદેશ પ્રમિયર લીગ એટલે કે BPL 2022 માં પણ પુષ્પાનો પ્રભાવ જોવા મળ્યો હતો. સ્પિનર નઝમુલ અસ્લામે પણ અલ્લૂ અર્જૂનની નકલ ઉતારી હતી. તેના ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો અને શાકિબ અલ હસને પણ અલ્લૂના અંદાજની કોપી કરી હતી. જે પણ ખૂબ વાયરલ થઇ હતી.

રાશિદ-રઉફની ટીમ લાહોર PSL માં ચોથા સ્થાને

રાશિદ ખાન હાલમાં પીએસએલમાં રમી રહ્યો છે. તે ભારતમાં IPL માં હિસ્સો રહ્યો છે. હાલમાં તે પીએસએલમાં લાહોર કલંદર્સ ટીમ માટે રમી રહ્યો છે. હેરિસ રઉફ પણ લાહોર કલંદર્સ ટીમ માટે રમી રહ્યો છે. પીએસએલની વર્તમાન સિઝનમાં તેમની ટીમ 2 મેચ રમી ચુક્યુ છે જેમાંથી 1 મેચમાં જીત અને 1 મેચમાં હાર મેળવી છે. આમ પોઇન્ટ ટેબલમાં તેમની ટીમ 6 માંથી 4 સ્થાન પર છે. જ્યારે મુલ્તાન સુલ્તાન ટીમ 3 માંથી 3 મેચ જીતી સૌથી ટોચ પર છે.

 

આ પણ વાંચોઃ Hardik Pandya એ ચેતન શર્માની ખોલી પોલ કહ્યુ, T20 વિશ્વકપમાં ઓલરાઉન્ડર નહી બેટસમેન તરીકે પસંદ કર્યો હતો

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા 5 બોલરો, આ 2 ભારતીય બોલર પણ યાદીમાં

 

Published On - 11:34 am, Tue, 1 February 22