Ranji Trophy: 33 વર્ષીય બોલરે એકલા હાથે 10 બેટ્સમેનોને આઉટ કર્યા! જમ્મુ-કાશ્મીરની શાનદાર જીત સાથે શરૂઆત

|

Feb 20, 2022 | 2:50 PM

જમ્મુ-કાશ્મીરની આ મોટી જીત સાથે આખી ટીમનું યોગદાન રહેલુ છે. પરંતુ, મેચમાં 10 વિકેટ લેનાર બોલરે બાજી પલટવાનુ કામ કર્યું.

Ranji Trophy: 33 વર્ષીય બોલરે એકલા હાથે 10 બેટ્સમેનોને આઉટ કર્યા! જમ્મુ-કાશ્મીરની શાનદાર જીત સાથે શરૂઆત
Parvez Rasool એ મેચમાં 10 વિકેટ ઝડપી

Follow us on

રણજી ટ્રોફી (Ranji Trophy) માં ટીમોના પ્રદર્શનના પરિણામો આવવા લાગ્યા છે. આ એપિસોડમાં જમ્મુ-કાશ્મીરે (Jammu and Kashmir Cricket Team) પણ જોરદાર જીત સાથે ટૂર્નામેન્ટમાં પોતાની સફર શરૂ કરી છે. તેણે પોતાની પ્રથમ મેચમાં પુડુચેરીની ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરની આ મોટી જીત સાથે આખી ટીમનું યોગદાન રહેલુ છે. પરંતુ, 33 વર્ષીય બોલર પરવેઝ રસૂલે (Parvez Rasool) મેચમાં 10 વિકેટ લઈને બાજી પલટવાનુ કામ કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, પરવેઝની સ્પિન પુડુચેરીની હારનું મુખ્ય કારણ બની ગઈ છે.

મેચમાં પુડુચેરીએ જમ્મુ અને કાશ્મીર સામે 42 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને તેણે 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પરવેઝ રસૂલની આગેવાની હેઠળની J&K ની બોલિંગે બીજી ઇનિંગમાં પુડુચેરીના બેટ્સમેનોને વિકેટ પર જકડી રાખવાનું મુશ્કેલ બનાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીર 8 વિકેટે જીત્યું

પુડુચેરીએ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી અને પીકે ડોગરાની સદીની મદદથી પ્રથમ દાવમાં 343 રન બનાવ્યા હતા. જવાબમાં જમ્મુ અને કાશ્મીરે તેની પ્રથમ ઇનિંગમાં 426 રન બનાવ્યા હતા અને પુડુચેરી પર 83 રનની લીડ મેળવી હતી. જમ્મુ-કાશ્મીર તરફથી પ્રથમ ઈનિંગમાં આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા બેટ્સમેન અબ્દુલ સમદે ઝડપી સદી ફટકારી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

જોકે, બીજી ઈનિંગ રમ્યા બાદ પુડુચેરી માત્ર 124 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અને, જમ્મુ-કાશ્મીરને જીતવા માટે 42 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો. જમ્મુની ટીમે આ વિજયી લક્ષ્યાંક 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો અને આમ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

33 વર્ષના પરવેઝ રસૂલે મેચમાં 10 વિકેટ ઝડપી

જમ્મુ-કાશ્મીરની જીતમાં 33 વર્ષીય સ્પિનર ​​પરવેઝ રસૂલે 85 રનમાં 10 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જેમાં તેણે પ્રથમ દાવમાં 56 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે 29 રન આપીને 6 બેટ્સમેન બીજી ઇનિંગમાં તેનો શિકાર બન્યા હતા.

પરવેઝ રસૂલ સિવાય ભારતનો સૌથી ઝડપી બોલર ઉમરાન મલિક ટીમનો બીજો સફળ બોલર હતો. તેણે મેચમાં પ્રથમ દાવમાં 3 વિકેટ સહિત 4 વિકેટ ઝડપી હતી. અબ્દુલ સમદની જેમ, ઉમરાન મલિક પણ IPL 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે. ફ્રેન્ચાઇઝીએ તેમને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.

પરવેઝ રસૂલ આઈપીએલમાં સનરાઈઝર્સ તરફથી પણ રમી ચૂક્યો છે. પરંતુ, તે આ વખતની IPLમાં રમતા જોવા મળશે નહીં.

આ પણ વાંચોઃ WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

Published On - 2:41 pm, Sun, 20 February 22

Next Article