48 ઓવરમાં 24 છગ્ગા, 61 ચોગ્ગા, 529 રન, ભારતીય બેટ્સમેનોનું ધમાકેદાર પ્રદર્શન

|

Jan 27, 2024 | 7:27 AM

26 જાન્યુઆરીએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચાયો હતો. હૈદરાબાદની ટીમે અરુણાચલ સામે હૈદરાબાદના નેક્સ્ટજેન ક્રિકેટ ગ્રાઉન્ડમાં માત્ર 48 ઓવરમાં 529 રન બનાવ્યા હતા. હૈદરાબાદના ઓપનર તન્મય અગ્રવાલે માત્ર 147 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

48 ઓવરમાં 24 છગ્ગા, 61 ચોગ્ગા, 529 રન, ભારતીય બેટ્સમેનોનું ધમાકેદાર પ્રદર્શન
Ranji Trophy Hyderabad Team

Follow us on

26 જાન્યુઆરીએ હૈદરાબાદના બેટ્સમેનોએ અરુણાચલના બોલરોની જે રીતે ધુલાઈ કરી હતી તે જોઈને બધા ચોંકી ગયા હતા. હૈદરાબાદે અરુણાચલ સામે માત્ર 48 ઓવરમાં 529 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફી, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને આંતરાષ્ટ્રીય T20માં આ પ્રકારની તોફાની બેટિંગ પહેલા ક્યારેય જોવા નથી મળી.

અરુણાચલ સામે હૈદરાબાદની આક્રમક બેટિંગ

હૈદરાબાદે અરુણાચલને માત્ર 39.4 ઓવરમાં 172 રનમાં આઉટ કરી દીધું અને તે પછી જે બન્યું તે ખરેખર જોવા જેવું હતું. હૈદરાબાદના ઓપનર તન્મય અગ્રવાલ અને કેપ્ટન રાહુલ સિંહ ગેહલોતે અરુણાચલના બોલરો પર પ્રહારો કર્યા હતા. આ બંને બેટ્સમેનોએ માત્ર 33.1 ઓવરમાં 449 રનની ભાગીદારી કરી હતી.

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

તન્મય અગ્રવાલે 147 બોલમાં ત્રેવડી સદી ફટકારી

તમને જાણીને નવાઈ લાગશે કે આ ભાગીદારી દરમિયાન હૈદરાબાદના ઓપનર તન્મય અગ્રવાલે માત્ર 147 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી ત્રેવડી સદી છે. રમતના અંત સુધીમાં તન્મયે માત્ર 160 બોલમાં 323 રન બનાવ્યા હતા અને તેના બેટમાંથી 21 છગ્ગા અને 33 ચોગ્ગા આવ્યા હતા.

કેપ્ટન રાહુલ સિંહના આક્રમક 185 રન

તન્મયે પોતાની તોફાની બેટિંગ બતાવી તો રાહુલ સિંહ પણ શાંત ન રહ્યો. કેપ્ટન રાહુલ સિંહે માત્ર 105 બોલમાં 185 રન બનાવ્યા. તેના બેટમાંથી 3 છગ્ગા અને 26 ચોગ્ગા પણ આવ્યા હતા. રાહુલ તેની બેવડી સદી ચૂકી ગયો પરંતુ દિવસના અંત સુધીમાં હૈદરાબાદે 61 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા હતા.

અરુણાચલના બોલરોની જોરદાર ધુલાઈ

અરુણાચલના બે બોલરોએ 100થી વધુ રન આપ્યા હતા. દિવ્યાંશુ યાદવે 9 ઓવરમાં 117 રન અને ટેચી દેવરિયાએ 9 ઓવરમાં 101 રન આપ્યા હતા. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફીમાં આ પ્રકારની બેટિંગ જોવા મળી છે.

આ પણ વાંચો : લાંબા વાળ, સફેદ દાઢી… IPL પહેલા જોવા મળ્યો MS ધોનીનો નવો લુક, ઘરે ફરકાવ્યો ત્રિરંગો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article