
છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી રણજી ટુર્નામેન્ટની આજથી ફાઈનલ મેચ શરુ થઈ છે. ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં આજે 9 વાગ્યાથી સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ફાઈનલ મેચ શરુ થઈ છે. સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. પ્રથમ બેટિંગ પર ઉતરેલી બંગાળની ટીમની પ્રથમ 3 વિકેટ પહેલી 2 ઓવરમાં જ પડી હતી. ઉનડકર અને ચેતન સાકરિયાએ આ 3 વિકેટ લીધી હતી.જ્યારે પ્રથમ 5 ઓવરમાં બંગાળનો સ્કોર 17 રન પર 4 વિકેટ હતો.
વર્ષ 2019-20ની વિજેતા ટીમ સૌરાષ્ટ્રની નજર છેલ્લી ત્રણ સિઝનમાં પોતાની બીજી રણજી ટ્રોફી જીતવા પર હશે. બંગાળ 34 વર્ષ ફરી રણજી ટ્રોફી જીતવા પર ફોક્સ કરી રહી છે. આ ટીમ છેલ્લે 1989-90માં ચેમ્પિયન બની હતી. તે સમયે બંગાળની ટીમ માટે ગાંગુલીએ ડેબ્યુ કર્યું હતું.
Cracking start for Saurashtra in the #RanjiTrophy final.
Jaydev Unadkat and Chetan Sakariya remove the Bengal openers within eight deliveries.
Follow Day 1 updates here: https://t.co/Gn3uWxCwdR pic.twitter.com/FFIEg9Gas6
— Sportstar (@sportstarweb) February 16, 2023
સૌરાષ્ટ્રની ટીમઃ જયદેવ ઉનડકટ (કેપ્ટન) હાર્વિક દેસાઈ (વિકેટકીપર), સ્નેલ પટેલ, વિશ્વરાજ જાડેજા, શેલ્ડન જેક્સન, અર્પિત વસાવડા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, પાર્થ ભુત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરીયા, કુશાંગ પટેલ, સમર્થ વ્યાસ, તરંગ ગોહેલ, દેવગણ ગોહેલ, જય ગોહિલ, નવનીત વોરા, યુવરાજસિંહ ડોડીયા.
બંગાળની ટીમ: કરણ લાલ, અભિમન્યુ ઇશ્વરન, સુદીપ કુમાર ઘરમી, અનુસ્તુપ મજુમદાર, મનોજ તિવારી (કેપ્ટન), શાહબાઝ અહેમદ, અભિષેક પોરેલ (વિકેટકીપર), પ્રદિપ્ત પ્રામાણિક, આકાશ દીપ, મુકેશ કુમાર, ઇશાન પોરેલ, રિતીક ચેટર્જી, રવિકાંત સિંહ, કૌશિક ઘોષ, સયાન મંડલ, અભિષેક દાસ, અંકિત મિશ્રા, કાઝી સૈફી.
રણજી ટ્રોફીમાં વર્ષ 2020માં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ફાઈનલ જંગ ખેલાયો હતો. જ્યાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળને હરાવી દીધુ હતુ. ફાઈનલ મેચ સૌરાષ્ટ્રના ઘર આંગણે રાજકોટમાં રમાઈ હતી અને જ્યાં બંગાળે હારનો સામનો કર્યો હતો. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનીંગમાં મોટી લીડના આધાર પર જીત મેળવી હતી. હવે ઈડન ગાર્ડન્સ બંગાળનુ ઘર હોવાને લઈ બદલો લેવાનો પ્રયાસ કરશે. બંગાળની ટીમ છેલ્લા 33 વર્ષથી 33 વર્ષથી રણજી ટ્રોફીની રાહ જોઈ રહ્યુ છે. બંગાળે અંતિમ વાર 1990માં ઈડન ગાર્ડન્સ પર જ રણજી ટ્રોફી ચેમ્પિયન બનવાનો મોકો મેળવ્યો હતો.
જોકે તિવારીએ કહ્યુ બદલો લેવા નહીં ઉતરે. તેણે કહ્યું, “અમે આ શબ્દનો ઉપયોગ કરવા માંગતા નથી. આ હાંસલ કરવા માટે, આપણે ચોક્કસપણે તેમને હરાવવા પડશે. વિજય પછી, અમે કહી શકીએ કે અમે અમારો બદલો ચૂકવી દીધો છે.”