કાંડામાં ઈજા પહોંચી તો જમણેરીના બદલે એક હાથે ડાબાડી બેટિંગ કરી, હનુમા માટે દિગ્ગજો બોલ્યા-ગજબ બહાદુરી

|

Feb 01, 2023 | 8:16 PM

રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં હાલમાં ક્વાર્ટર ફાઈનલનો તબક્કો ચાલી રહ્યો છે. હનુમા વિહારીએ એક જ હાથે બેટિંગ કરવાનુ સાહસ કર્યુ હતુ અને જેને લઈ તેણે સૌના દીલ જીતી લીધા હતા.

કાંડામાં ઈજા પહોંચી તો જમણેરીના બદલે એક હાથે ડાબાડી બેટિંગ કરી, હનુમા માટે દિગ્ગજો બોલ્યા-ગજબ બહાદુરી
Hanuma Vihari bats with fractured wrist

Follow us on

હાલમાં રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચોનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં એક મેચ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન એક બેટરે ગજબ બહાદુરી દર્શાવી છે. આ ખેલાડી હનુમા વિહારી છે. પોતાનો હાથના કાંડા પર ઈજા પહોંચી હતી અને આમ છતાં તેણે ટીમ માટે બેટિંગ કરી દર્શાવી હતી. આંધ્રપ્રદેશ ટીમનુ સુકાન હનુમા સંભાળી રહ્યો છે. તેની બેટિંગ કરવા માટે ઉતરવાના સાહસને ભારતીય ક્રિકેટના દિગ્ગજોએ પણ વખાણ્યુ છે.

વાત જાણે એમ છે કે, જમણેરી બેટર હનુમા વિહારીને મધ્યપ્રદેશ સામે બેટિંગ કરવા દરમિયાન કાંડામાં ઈજા પહોંચી હતી. આવેશખાન તરફથી ડિલિવર કરવામાં આવેલ બોલ હનુમાના કાંડા પર વાગ્યો હતો. જેને લઈ તેણે મેદાનની બહાર થવુ પડ્યુ હતુ. પરંતુ જ્યારે તે પરત ક્રિઝ પર પોતાની ઈનીંગ આગળ વઘારવા માટે પહોંચતા જ તેણે આશ્ચર્ય સર્જ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફરીથી ક્રિઝ પર આવતા ગજબ કર્યુ

37 બોલનો સામનો કર્યા બાદ આવેશ ખાનના બાઉન્સર બોલથી કાંડા પર ઈજા પહોંચ હનુમા વિહારીએ બહાર થવુ પડ્યુ હતુ. હનુમા જમણેરી બેટર છે. જોકે તે જ્યારે તેણે કાંડામાં ઈજા છતાં ફરીથી ક્રિઝ પર ઉતરવાની ઈચ્છા દર્શાવી હતી. ઈજા બાદ ક્રિઝ પર આવીને એક હાથે રમવા માટે જમણેરીના બદલે ડાબોડી બેટિંગ કરવાની શરુઆત કરી હતી. 29 વર્ષીય ખેલાડીના સાઈડ ચેન્જ કરીને રમવાની હિંમત ગજબ હતી. હનુમાએ ડોબોડી બેટર તરીકે 20 બોલની રમત રમી હતી.

હનુમા વિહારીએ મેચમાં કુલ 27 રન નોંધાવ્યા હતા. કુલ 57 બોલનો સામનો કરીને તેણે આ ઈનીંગ 5 ચોગ્ગાની મદદથી રમી હતી. હનુમા વિહારી લેગબિફોર થઈને પરત ફર્યો હતો. વિહારીની આ પ્રકારે રમતને લઈ દિગ્ગજોએ પણ સાહસને વખાણ્યુ હતુ.

દિગ્ગજોએ વખાણ્યુ સાહસ

એક હાથે ઈજા અને છતાં પણ તેની ક્રિઝ પર આવી રમત રમવાના સાહસને ફેન્સ જ નહીં દિગ્ગજોએ વખાણ્યુ હતુ. દિનેશ કાર્તિકે લખ્યુ હતુ કે, હનુમા વિહારીએ ડાબા હાથે બેટિંગ કરી અને સૌથી જરુરી વાત એ હતી કે તે એક હાથે રમ્યો હતો. બહાદુરીનુ અલગ જ લેવલ છે.

 

 

સ્પિનર અશ્વિને કહ્યુ કે, સ્પિનર લખ્યુ કે, કાંડામાં ઈજા હતી છતાં ડાબા હાથે બેટિંગ કરી એ પણ એક હાથે. ઉચ્ચતમ સ્તરનુ સાહસ. તમારીને દિલેરીને સલામ.

 

વેંકટેશ પ્રસાદથી લઈને જાણિતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ હનુમાના આ સાહસને વખાણ્યુ હતુ. તેઓએ વિહારીના ટીમ માટે આ સાહસ ભરી ઈનીંગ રમવાના પ્રયાસને લઈ સોશિયલ મીડિયા પર વખાણ કરતા શબ્દો લખ્યા હતા.

 

Next Article