એક ટુર્નામેન્ટમાં 500 મેચ રમવી એ પણ મોટી વાત છે. પરંતુ, ભારતની સ્થાનિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી (Ranji Trophy) ના ઈતિહાસમાં 5000 મી મેચ રમાઈ રહી છે. વાસ્તવમાં રણજી ટ્રોફીની વર્તમાન સીઝનનો લીગ સ્ટેજ ચાલી રહ્યો છે. આ દરમિયાન ટૂર્નામેન્ટના ઈતિહાસની 5000 મી મેચ (5000th Match) ચેન્નાઈમાં શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) અને રેલવેની ટીમો મેદાનમાં ઉતરતાની સાથે જ આ ઈતિહાસ રચાઈ ગયો. ટૂર્નામેન્ટના 88 વર્ષના ઈતિહાસમાં રમાઈ રહેલી આ 5000મી મેચમાં જમ્મુ-કાશ્મીરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રણજી ટ્રોફીની શરૂઆત વર્ષ 1934માં થઈ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ અને 5000 મી મેચ વચ્ચે એક વસ્તુ સમાન છે અને તે તે સ્થાન છે જ્યાં આ બે મેચ રમાઈ હતી. બંને મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. તફાવત માત્ર મેદાનમાં છે. પ્રથમ મેચ ચેપોક ખાતે રમાઈ હતી. જ્યારે 5000 મી મેચ IIT ચેમ્પલાસ્ટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. સૂર્યાંશે 28 રનની ઇનીંગ રમીને વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ઇકબાલે અડધી સદી સાથે રમતમાં છે.
રણજી ટ્રોફીની 5000મી મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. તેના માટે સૂર્યાંશ રૈના અને કામરાન ઇકબાલે આ ઐતિહાસિક મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી.
5⃣0⃣0⃣0⃣ reasons to celebrate! 🙌 🙌
A landmark moment in the history of #RanjiTrophy! 👏 👏@Paytm pic.twitter.com/GZZ3eelAMG
— BCCI Domestic (@BCCIdomestic) March 3, 2022
રણજી ટ્રોફીના 88 વર્ષના ઈતિહાસમાં મુંબઈ સૌથી સફળ ટીમ રહી છે, જેણે 41 વખત ટાઈટલ જીત્યું છે. તેની અને બીજી સૌથી સફળ ટીમ વચ્ચે ઘણું અંતર છે. કર્ણાટકની ટીમ 8 વખત ટાઈટલ જીતીને ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ છે. સૌરાષ્ટ્રની ટીમ હાલમાં રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે વર્ષ 2020 માં પ્રથમ વખત આ ટ્રોફી જીતી હતી.
Published On - 11:38 am, Thu, 3 March 22