રામ મંદિરમાં દેખાશે ક્રિકેટના ભગવાન? વિરાટ-સચિન સહિતના સ્ટાર ક્રિકેટર્સને મળ્યુ રામ મંદિરના કાર્યક્રમનું આમંત્રણ

મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલેથી જ હાજર રહેશે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ હાજર રહેશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા દેશભરમાંથી લગભગ 8000 પ્રતિષ્ઠિત હસ્તીઓને આ પ્રસંગના સાક્ષી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

રામ મંદિરમાં દેખાશે ક્રિકેટના ભગવાન? વિરાટ-સચિન સહિતના સ્ટાર ક્રિકેટર્સને મળ્યુ રામ મંદિરના કાર્યક્રમનું આમંત્રણ
Ram mandir pran pratishtha
| Edited By: | Updated on: Dec 05, 2023 | 11:34 PM

22 જાન્યુઆરી 2024 ભારતના ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે. અયોધ્યામાં લાંબી રાહ જોયા પછી, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે. રામજન્મભૂમિની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણ 2019માં શરૂ થયું હતુ અને હવે મંદિર લગભગ તૈયાર છે, જે જાન્યુઆરીમાં રામ લાલાની મૂર્તિની સ્થાપના પછી વિશ્વભરના રામ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે.

22 જાન્યુઆરીના આ ઐતિહાસિક દિવસને વધુ ખાસ બનાવવા માટે દેશભરમાંથી ઘણી જાણીતી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, જેમાં ભારતના બે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ સામેલ છે.

મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલેથી જ હાજર રહેશે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ હાજર રહેશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા દેશભરમાંથી લગભગ 8000 પ્રતિષ્ઠિત હસ્તીઓને આ પ્રસંગના સાક્ષી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સેલિબ્રિટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ

આમંત્રિત મહેમાનોમાં માત્ર મોટા નેતાઓ અથવા ધાર્મિક નેતાઓ અને કાર્યકરો જ નહીં, પરંતુ ઘણા મોટા ઉદ્યોગપતિઓ, મનોરંજન ઉદ્યોગના સ્ટાર્સ અને દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના નામો પણ સામેલ છે. સચિન અને વિરાટ ઉપરાંત બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાંથી કેટલા લોકો આ કાર્યક્રમનો ભાગ બનશે તે તો તે દિવસે જ ખબર પડશે.

શું વિરાટ હાજરી આપી શકશે?

જ્યાં સુધી વિરાટ કોહલીની હાજરીનો સવાલ છે તો મોટાભાગની નજર તેના પર રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જાન્યુઆરીના અંતમાં ટેસ્ટ શ્રેણી પણ યોજાવાની છે. આ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં હશે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પણ તૈયારીઓમાં વ્યસ્ત હશે. શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થશે. આવી સ્થિતિમાં કોહલી આ કાર્યક્રમનો ભાગ બને છે કે નહીં તે અંગે સૌને ઉત્સુકતા રહેશે.

આ બધા સિવાય 1990ના રામ મંદિર આંદોલનમાં જીવ ગુમાવનારા 50 કાર સેવકોના પરિવારોને પણ બોલાવવામાં આવ્યા છે. ઘણા પત્રકારો, ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ, નિવૃત્ત સરકારી કર્મચારીઓ, વકીલો અને પદ્મ પુરસ્કાર વિજેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો