
IPL 2023 ની આઠમી મેચ અસમના બારાસપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમોએ મેચમાં પૂરો દમ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પંજાબ કિંગ્સ ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી. ટોસ હારીને પંજાબ કિંગ્સે સુકાની શિખર ધવનની મોટી ઈનીંગ વડે 198 રનનુ લક્ષ્ય 4 વિકેટના નુક્શાને નોંધાવ્યુ હતુ. જવાબમાં રાજસ્થાનની શરુઆત ખરાબ રહી હતી. પાવર પ્લેમાં રાજસ્થાને 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેને લઈ રાજસ્થાન પર મુશ્કેલીઓ ઉતરી આવી હતી.
રાજસ્થાન રોયલ્સે ગુવાહાટીના મેદાનને પોતાનુ સેકન્ડ હોમ ગ્રાઉન્ડ પસંદ કર્યુ છે. આ મેદાન પર આઈપીએલની પ્રથમ મેચ રમાઈ છે. રાજસ્થાને ટોસ જીતીને પહેલા શિખર ઘવનને બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. આમ રાજસ્થાન સામે પંજાબે વિશાળ સ્કોર ખડક્યો હતો. પરંતુ રાજસ્થાને અંતમાં મેચને જબદસ્ત બનાવી હતી.
રાજસ્થાન રોયલ્સે ટોસ વખતે રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. પરંતુ રાજસ્થાનને માટે શરુઆત ખરાબ રહી હતી. પાવર પ્લેની 6 ઓવરમાં જ રાજસ્થાને 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ વિકેટ બીજી ઓવરના ત્રીજા બોલ પર યશસ્વી જયસ્વાલે વિકેટ ગુમાવી હતી. રવિચંદ્રન અશ્વિન ઓપનર તરીકે આવ્યો હતો. તે ચોથી ઓવરમાં પરત ફર્યો હતો. જ્યારે જોશ બટલર છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ગુમાવી હતી. આમ 57 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલે 8 બોલમાં 11 રન નોંધાવ્યા હતા. જ્યારે અશ્વિન 4 બોલ રમીને શૂન્યમાં પરત ફર્યો હતો. જ્યારે બટલર 11 બોલમાં 19 રન નોંધાવીને પરત ફર્યો હતો.
કેપ્ટન સંજૂ સેમસને 25 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગો ફટકાર્યો હતો. સેમસનની વિકેટ બાદ રાજસ્થાન મેચમાંથી બહાર થઈ રહ્યુ હોવાનુ લાગી રહ્યુ હતુ. દેવદત્ત પડિક્કલે 26 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. રિયાન પરાગે પોતાના હોમ સ્ટેટમાં 12 બોલનો સામનો કરીને 20 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા. હેટમાયરે અંતમાં મેચ રોમાંચક બનાવી દીધી હતી. તેણે 18 બોલમાં 36 રન નોંધાવ્યા હતા. જૂરેલ સાથેની આક્રમક રમતે મેચમાં રસાકસીનો માહોલ બનાવ્યો હતો. જૂરેલે 15 બોલમાં 32 રન નોંધાવ્યા હતા.
પંજાબ કિંગ્સના નાથન એલિસે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 મહત્વની વિકેટ ઝડપીને રાજસ્થાનને પરેશાન કરી દીધુ હતુ. એલિસે 4 વિકેટ 4 ઓવરમાં 30 રન આપીને ઝડપી હતી. તેણે પ્રભાવિત કરનારી બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. જોકે તે ફરી એકવાર 19મી ઓવરમાં ખર્ચાળ રહ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:45 pm, Wed, 5 April 23