RR IPL 2023 Auction: ફિનિશરની શોધમાં છે રાજસ્થાનની ટીમ? જાણો આ ટીમનું બજેટ

Rajasthan royals IPL 2023 Auction in Gujarati : બેન સ્ટોક્સ જેવા ઓલરાઉન્ડર અને ટ્રેન્ટ બોલ્ટ જેવા ઝડપી બોલર પર પણ રાજસ્થાન ટીમની નજર રહેશે. આ ઓક્શનમાં તેઓ પોતાની બેટિંગ લાઈનઅપ સુધારવા માટે સમજી વિચારીને બોલી લગાવી શકે છે.

RR IPL 2023 Auction: ફિનિશરની શોધમાં છે રાજસ્થાનની ટીમ? જાણો આ ટીમનું બજેટ
RR IPL 2023 Auction
Image Credit source: File photo
| Edited By: | Updated on: Dec 23, 2022 | 10:00 AM

છેલ્લી ઘણી સિઝનથી રાજસ્થાનની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. આ ટીમ બીજીવાર ચેમ્પિયન બનવા સારા ખેલાડીઓ શોધી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમ મિડલ ઓર્ડર ખેલાડીની શોધમાં છે. રાજસ્થાનની નજર મનીષ પાંડે, શાકિબ અલ હસન અને સિકંદર રઝા જેવા ખેલાડી પર રહેશે. બેન સ્ટોક્સ જેવા ઓલરાઉન્ડર અને ટ્રેન્ટ બોલ્ટ જેવા ઝડપી બોલર પર પણ રાજસ્થાન ટીમની નજર રહેશે. આ ઓક્શનમાં તેઓ પોતાની બેટિંગ લાઈનઅપ સુધારવા માટે સમજી વિચારીને બોલી લગાવી શકે છે.

રાજસ્થાન રોયલ્સના રીટેઈન ખેલાડીઓ : સંજુ સેમસન , યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને કેસી કરિઅપ્પા

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 9 (4 વિદેશી)

કેટલું બજેટ બાકી- 13.20 કરોડ

આઈપીએલ 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. આઈપીએલ 2023નું ઓક્શન 2.30 કલાકે શરુ થશે. આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

આઈપીએલ 2023 ઓક્શન

 


હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 87 ખેલાડીઓને આઈપીએલની ટીમમાં સ્થાન મળશે, જેમાંથી 30 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે.

 


405 ખેલાડીઓમાંથી  273 ખેલાડીઓ ભારતીય છે અને 132 ખેલાડીઓ વિદેશીઓ હશે.

 


ઓક્શનમાં સામેલ 273માંથી સૌથી વધારે ખેલાડી જમ્મુ અને કશ્મીરમાંથી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડી નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી છે.

 

સૌથી વધારે જગ્યા હૈદરાબાદની ટીમમાં ખાલી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડીઓની જગ્યા દિલ્હીની ટીમમાં બચી છે. સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે અને સૌથી ઓછું કોલકત્તાની ટીમ પાસે બચ્યા છે. આ વર્ષે દરેક ટીમના બજેટમાં 5 કરોડ વધારવામાં આવ્યા છે. દરેક ટીમ 95 કરોડ સુધીનું બજેટ રાખી શકે છે. જેમાંથી તેઓ 75 ટકા પૈસા જ ઓક્શનમાં ઉપયોગમાં લઈ શકે છે.