ભારતે હવે બીજો હાર્દિક પંડ્યા તૈયાર કરવાનુ શરુ કર્યુ, વિશ્વ ચેમ્પિયન પર દાવ લગાવ્યો

|

Sep 16, 2022 | 8:47 PM

ન્યૂઝીલેન્ડ-A સામેની 3 મેચની ODI શ્રેણી માટે ભારત-A ટીમની જાહેરાત, ઓલરાઉન્ડર રાજ અંગદ બાવા (Raj Angad Bawa) ને તક મળી.

ભારતે હવે બીજો હાર્દિક પંડ્યા તૈયાર કરવાનુ શરુ કર્યુ, વિશ્વ ચેમ્પિયન પર દાવ લગાવ્યો
Raj Angad Bawa એ અંડર 19 વિશ્વ કપમાં શાનદાર દેખાવ કર્યો હતો

Follow us on

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એક એવો ખેલાડી જે ટીમ ઈન્ડિયા માટે બેટ અને બોલથી મેચ જીતે છે. પંડ્યા એવો ઓલરાઉન્ડર છે જે મિડલ ઓર્ડર બેટ્સમેનથી લઈને ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. પંડ્યા જેવા ખેલાડીઓ વર્તમાન યુગમાં કદાચ નહિવત છે. અને સત્ય એ છે કે ટીમ ઈન્ડિયા (Team India) પાસે પણ પંડ્યા જેવો એક જ ખેલાડી છે. આ વાત BCCI અને ટીમ મેનેજમેન્ટને ખબર છે અને તેથી તેમણે પંડ્યા જેવા અન્ય ખેલાડીની શોધ તેજ કરી છે. પંડ્યા જેવા ખેલાડીને શોધવા માટે, BCCI થિંક ટેન્કે પંજાબના એક આશાસ્પદ ઓલરાઉન્ડરને ઇન્ડિયા-A ટીમમાં સ્થાન આપ્યું છે. નામ રાજ અંગદ બાવા (Raj Angad Bawa).

કોણ છે રાજ અંગદ બાવા?

રાજ અંગદ બાવા જમણા હાથના ફાસ્ટ બોલર અને ડાબા હાથના બેટ્સમેન છે. તેના બોલમાં સ્પીડ અને લાઇન લેન્થ છે, સાથે જ આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતો છે. અંડર-19 વર્લ્ડ કપમાં બાવાએ ઝડપી બેટિંગ સિવાય બોલિંગમાં પણ તાકાત બતાવી હતી. રાજ અંગદે 63ની એવરેજથી 252 રન બનાવ્યા જેમાં એક સદી સામેલ છે. આ સિવાય બાવાએ બોલિંગમાં 6 મેચમાં 9 વિકેટ લીધી હતી.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

બાવાએ ચંદીગઢ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડીએ 2 મેચમાં 50થી વધુની એવરેજથી 152 રન બનાવ્યા છે. આ સિવાય બાવાના નામે 3 વિકેટ પણ છે. તમને જણાવી દઈએ કે IPL 2022માં પંજાબ કિંગ્સ દ્વારા રાજ અંગદ બાવાને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. બાવાને વધારે તક મળી નથી પરંતુ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ આ ખેલાડી પર નજર રાખી રહ્યું છે કારણ કે ભવિષ્યમાં બાવા હાર્દિક પંડ્યા જેવો ખેલાડી બની શકે છે.

 

 

બાવાના દાદા ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા

તમને જણાવી દઈએ કે રાજ અંગદ બાવાના દાદા ત્રિલોચન બાવા 1948ના લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી હોકી ટીમના સભ્ય હતા. તેના પિતા સુખવિંદર બાવા પણ યુવરાજ સિંહના કોચ રહી ચૂક્યા છે. સ્પષ્ટ છે કે રાજ અંગદ બાવાને આ રમત વારસામાં મળી છે અને તેની પ્રતિભાના આધારે આ ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શકે છે.

 

 

Published On - 8:44 pm, Fri, 16 September 22

Next Article