Yuzvendra Chahal ના ફોર્મને લઇને સવાલ, ટીમની બહાર ફેંકાવાના ખતરા વચ્ચે ચહલે આમ કર્યો બચાવ

ભારતીય ટીમ (Team India) ના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના પ્રદર્શનને લઇને સવાલો ઉઠવા લાગ્યા છે. ચહલનુ પ્રદર્શન ખાસ નથી રહ્યુ, જેને લઇને હવે તેની પર સવાલો ઉઠવા લાગ્યા છે.

Yuzvendra Chahal ના ફોર્મને લઇને સવાલ, ટીમની બહાર ફેંકાવાના ખતરા વચ્ચે ચહલે આમ કર્યો બચાવ
Yuzvendra Chahal
| Edited By: | Updated on: Jun 08, 2021 | 6:58 PM

ભારતીય ટીમ (Team India) ના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના પ્રદર્શનને લઇને સવાલો ઉઠવા લાગ્યા છે. ચહલનુ પ્રદર્શન ખાસ નથી રહ્યુ, જેને લઇને હવે તેની પર સવાલો ઉઠવા લાગ્યા છે. જોકે શ્રીલંકા (Sri Lanka Tour) સામેની વ્હાઇટ બોલ સિરીઝ માટે ચહલનો ટીમમાં સમાવેશની સંભાવના છે. ચહલને આશા છે કે, તે કુલદીપ યાદવ (kuldeep yadav) ની સાથે શ્રીલંકામાં રમશે. જોકે ચહલ જેવી જ સ્થિતી કુલદીપ યાદવની છે.

ચહલ અને કુલદીપ યાદવ બંને ની બોલીંગમાં રન લુંટાવી રહ્યા છે. જેની સામે વિકેટો બંનેને ખાસ મળી રહી નથી. કુલચા નામે પ્રસિદ્ધ આ જોડી પાછળના એક વર્ષથી વિખરાઇ ગઇ છે. બંનેને સાથે રમવાનો મોકો પણ નથી મળી રહ્યો. આ પ્રકારની સ્થિતી ટીમમાંથી મહેન્દ્રસિંહ ધોનીના સન્યાસ બાદ થી થઇ છે.

યુઝવેન્દ્ર ચહલે પોતાની અંતિમ 10 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં નવ વિકેટ જ મેળવી શક્યો છે. તો વળી અંતિમ પાંચ મેચમાં તેના દરેક ચાર ઓવરના સ્પેલમાં 40 કે તેથી વધુ રન ગુમાવ્યા છે. 30 વર્ષીય ચહલની અંતિમ 10 વન ડે મેચમાં 14 વિકેટ આવી છે. જ્યારે અંતિમ બે મેચમાં 10 ઓવરમાં 71 અને 89 રન ગુમાવ્યા છે. જેમાં તે માત્ર એક જ વિકેટ મેળવી શક્યો છે.

ફોર્મને લઇને ચહલે, મીડિયાના માધ્યમથી કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે, હું આઉટ ઓફ ફોર્મમાં હોઉ. હું ઘણાં સમય થી રમી રહ્યો છુ. હું IPL માં પણ બોલીંગ કરી રહ્યો છુ. તમે તમામ મેચોમાં વિકેટ નથી લઇ શકતા. એવો પણ સમય આવે છે, જ્યારે બોલર ને બે મેચ છતાં એક પણ વિકેટ ના મળે. તેનો મતલબ એ નથી કે, ફોર્મમાં સમસ્યા છે. T20 માં પુરા કંટ્રોલ સાથે બોલીંગ કરવાની હોય છે. જ્યાં રન પર લગામ લગાવવાનો હોય છે. માટે જ ત્યાં બોલીંગ કરવામાં મુશ્કેલી હોય છે.

મને ફરી વિકેટ લેતો જોઇ શકાશે

લોકો મને વિકેટ લેતો જોવાના આદી થઇ ચુક્યા છે. આ લેવલ પર પહોંચવા માટે મે ખૂબ મહેનત કરી છે. જ્યારે વિકેટ નથી લઇ શકતો, તો તુલના કરી દેવાય છે અને ફેંન્સ નિરાશ થઇ જાય છે. જોકે મારા ફોર્મમાં કમી નથી આવી. આ એક બે મેચની વાત છે. આવુ બેટ્સમેનો સાથે પણ થતુ હોય છે. જ્યારે તેઓ ત્રણ,ચાર કે પાંચ મેચમાં રન નથી બનાવી શકતા. તમે મને ફરી થી વિકેટ લેતો જોઇ શકશો.

કોહલી કહે છે, યુઝી પ્રેશર ના લઇશ

IPL માં ચહલ ની વાત કરવા માં આવે તો, વિરાટ કોહલી (virat kohli) ની ટીમ ચેલેન્જર્સ રોયલ બેંગ્લોર સાથે છે. આ ટીમમાં રમવા માટે કેપ્ટન તરફ થી પૂરો સાથ મળે છે. ચહલે બતાવ્યુ હતુ કે, મને તેમના થી ખૂબ સપોર્ટ મળ્યો છે. આઇપીએલ દરમ્યાન તેમણે કહ્યુ કે, યુઝી જેવો બોલ નાંખે છે, હંમેશા તેમજ નાંખ, કોઇ પરિવર્તન ના કરીશ. તેમના શબ્દો થી મને પ્રેરણા મળે છે. તેઓ કહે છે કે યુઝી વધારે ના વિચારીશ. આ ફક્ત એક ફેઝ છે. વધારે પ્રેશર ના લઇશ.

શ્રીલંકામાં કુલ્ચા જોડીની બોલીંગ ની આશા

ચહલ અત્યાર સુધીમાં ભારત માટે 54 વન ડે અને 48 T20 મેચ રમ્યો છે. જેમાં તેના નામે 92 વન ડે અને 62 ટી20 વિકેટ ઝડપી છે. યુઝવેન્દ્ર ચહલ શ્રીલંકા પ્રવાસ પર કુલદીપ યાદવની સાથે મળીને બોલીંગ કરવાની આશા છે. આ અંગે તેણે કહ્યુ, મને ભરોસો છે કે, શ્રીલંકામાં પ્લેયીંગ ઇલેવનમાં એક સાથે હોઇશુ. હું તેની સાથે બોલીંગ કરવાને મિસ કરુ છુ. અમે અનેક સ્પેલ સાથે નાંખ્યા છે. અમને એકબીજાનો સાથ પસંદ છે. આપ લોકો અમને કુલ્ચા બોલાવો છે. અમે ભારત માટે સારુ રમવા અને જીતવા ઇચ્છીએ છે.

ચહલ, પોતાના થી જ કોમ્પ્ટિશન છે

ભારત ની પાસે હાલના સમયે મર્યાદિત ઓવર્સ માટે સ્પિન ડિપાર્ટમેન્ટમાં ખૂબ ઓપ્શન છે. હાલમાં રવિન્દ્ર જાડેજા ની સાથે જ, અક્ષર પટેલ (Akshar Patel) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) પણ હાજર છે. જેને લઇ ચહલે કહ્યુ હતુ, હું અલગ બોલર છું. હું કાંડાનો સ્પિનર છુ અને તે આંગળી થી સ્પિનર કરાવે છે. મને કોઇના થી કોમ્પિટીશન નથી લાગતી. મારી કોમ્પિટીશન પોતાની સાથે જ છે. જો હું સારી બોલીંગ કરીશ તો, ટીમમાં જગ્યા મળશે, નહી કરુ તો નહી મળે. બસ આટલી જ વાત છે.