IPL 2022 સીઝનમાં આજે ડબલ હેડરનો દિવસ છે અને બીજી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (PBKS vs RCB) સાથે થશે. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં IPL 2022 ની ત્રીજી મેચ સાથે બંને ટીમો તેમની નવી સિઝનની શરૂઆત કરી રહી છે. બંને ટીમના નવા કેપ્ટન આ વખતે મેદાનમાં ઉતરશે. પંજાબ માટે મયંક અગ્રવાલ કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે 9 વર્ષ બાદ બેંગ્લોરની કેપ્ટનશિપમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ફાફ ડુ પ્લેસિસ ટીમનું સંચાલન કરશે. બંને ટીમો મજબૂત છે અને આવી સ્થિતિમાં જીત સાથે નવી સિઝનની શરૂઆત કરવી કોઈના માટે આસાન નથી.
પંજાબ કિંગ્સે 206 રનનો લક્ષ્યાંક અંતિમ ઓવરમાં અંતિમ બોલ પર મેળવ્યો. 19મી ઓવરમાં શાહરૂખ ખાને પહેલા હર્ષલ પટેલની ઓવરમાં સિક્સર ફટકારી અને ત્યાર બાદ છેલ્લા બોલે 4 રન ફટકારીને ટીમને 5 વિકેટે જબરદસ્ત વિજય અપાવ્યો. બેંગ્લોરના બોલરો આટલા મોટા ટાર્ગેટને બચાવવામાં પણ નિષ્ફળ ગયા અને પંજાબની બેટિંગ પાવર સામે હાર સ્વીકારી લીધી.
આ સિઝનમાં સિરાજની ઇનિંગની 18મી ઓવર સૌથી મોંધી સાબિત થઇ છે. 18મી ઓવરમાં સ્મિથે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને એક ઓવરમાં 25 રન લીધા હતા.
અક્સ દીપની ઓવરમાં પાંચમાં બોલમાં પંજાબના લિવિંગસ્ટોને બોલને ડીપ કવર તરફ ફટકાર્યો. પણ ત્યા હાજર ફિલ્ડર અનુજ રાવતે જરા પણ ભુલ ન કરતા કેચ પકડી લીધો હતો. લિવિંગસ્ટોન 10 બોલમાં બે છગ્ગાની મદદથી 19 રન બનાવી આઉટ થયો હતો.
પંજાબ કિંગ્સ ટીમની બીજી વિકેટ પડી. શિખર ધવન શાનદાર ઇનિંગ રમી આઉટ થયો. તેણે 29 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રન બનાવી આઉટ થયો.
પંજાબની પહેલી વિકેટ પડી અને સુકાની મયંક અગ્રવાલ આઉટ થઈને પરત ફર્યો છે. આઠમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા શ્રીલંકાના લેગ-સ્પિનર વાનિન્દુ હસરાંગાનો પહેલો જ બોલ શોર્ટ હતો, પરંતુ મયંક તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને તેનો પુલ શોટ સીધો સ્ક્વેર લેગમાં ગયો હતો. જ્યાં શાહબાઝ અહેમદે કેચ લીધો હતો.
મયંક અગ્રવાલે પોતાની ઇનિંગમાં પ્રથમ છગ્ગા ફટકાર્યો. સિરાજે ધીમી બોલિંગ કરી પરંતુ તે લાંબો હતો અને મયંકે તેને લોંગ ઓફ પર બોલને ફેકી દીધો હતો. ઓવરના પાંચમા બોલ પર ફરી મયંકે પુલ શોટ માર્યો અને ડીપ સ્ક્વેર લેગ પર 4 રન બનાવ્યા. પંજાબ માટે બીજી શાનદાર ઓવર રહી, જેમાં 14 રન આવ્યા.
બેંગ્લોર ટીમે સુકાની ફાફ ડુ પ્લેસીસના આક્રમક 88 રન, વિરાટ કોહલીના 29 બોલમાં અણનમ 41 રન અને દિનેશ કાર્તિકના 14 બોલમાં ઝડપી અણનમ 32 રનની મદદથી 205 રન ખડકી દીધા હતા અને પંજાબ ટીમને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
બેંગ્લોર ટીમમાં વાપસી કરી રહેલા દિનેશ કાર્તિકે આવતાની સાથે જ રનનો વરસાદ શરૂ કરી દીધો છે. 19મી ઓવરમાં કાર્તિકે સ્મિથના પ્રથમ બોલને ડીપ ફાઈન લેગ બાઉન્ડ્રીની બહાર 6 રન પર મોકલ્યો હતો. પછીના બોલ પર તેણે ચોગ્ગો પણ લીધો.
બેંગ્લોરની બીજી વિકેટ પડી અને સુકાની ફાફ ડુ પ્લેસિસની જબરદસ્ત ઇનિંગનો અંત આવી ગયો. 18મી ઓવરમાં અર્શદીપના પ્રથમ બોલને ડુપ્લેસીએ લોંગ ઓફ તરફ ફટકાર્યો. પરંતુ બાઉન્ડ્રીથી આગળ શાહરૂખે એક શાનદાર કેચ લીધો હતો. ડુ પ્લેસિસ તેની પ્રથમ આઈપીએલ સદી ચૂકી ગયો. સુકાની ફાફ ડુ પ્લેસિસે 57 બોલમાં 88 રન કર્યા હતા.
અત્યારે સુકાની ડુપ્લેસીને રોકવો મુશ્કેલ બની ગયું છે અને તે બોલરોને કપડાની જેમ ધોઇ રહ્યો છે. તેણે અર્શદીપની ઓવરમાં બીજો છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે તેણે ઇનિંગમાં પોતાનો સાતમો છગ્ગો ફટકાર્યો હતો.
લાંબા સમયથી બાઉન્ડ્રી મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ડુ પ્લેસિસે એક પછી એક રનનો ઢગલો કરી દીધો હતો. આ વખતે ડુ પ્લેસિસે હરપ્રીત બ્રારની ઓવરના પહેલા બે બોલ પર લોંગ ઓફની બહાર લાંબી સિક્સર ફટકારી હતી.
અંતે 11મી ઓવર બાદ ફાફ ડુ પ્લેસિસ મોટો શોટ રમવામાં સફળ રહ્યો. ઓવરના પાંચમા બોલ પર ડુ પ્લેસિસે પોતાની જગ્યા પર ઉભા રહીને અને લોંગ ઓન પર સીધો સિક્સર ફટકાર્યો. ડુ પ્લેસિસની આ માત્ર બીજી બાઉન્ડ્રી હતી. આ ઓવરમાં 14 રન આવ્યા.
વિરાટ કોહલીએ ઇનિંગમાં તેની પ્રથમ સિક્સ ફટકારી. રનની ગતિ વધારવાના પ્રયાસમાં, કોહલીએ 10મી ઓવરમાં હરપ્રીત બ્રારની ઓવરમાં ડીપ મિડવિકેટની બહાર લાંબી સિક્સર ફટકારી. RCB માટે આ ઓવર વધુ સારી હતી, ટીમને આ ઓવરમાં 13 રન મળ્યા.
બેંગ્લોરની ઇનિંગ્સના પહેલો ચોગ્ગ સુકાની ડુ પ્લેસિસના બેટમાંથી આવ્યો હતો. ત્રીજી ઓવરમાં, ડુ પ્લેસિસે સંદીપ શર્માના બીજા બોલને ફ્લિક કર્યો અને ડીપ મિડવિકેટ પર ચોગ્ગો ફટકાર્યો.
પંજાબ કિંગ્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ
મયંક અગ્રવાલ (સુકાની), શિખર ધવન, લિયામ લિવિંગ્સ્ટન, ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર), ઓડિન સ્મિથ, શાહરૂખ ખાન, રાજંગદ બાવા, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર, સંદીપ શર્મા અને રાહુલ ચહર.
Here’s our first XI for the season! 😍#SherSquad, thoughts❓#SaddaPunjab #PBKSvRCB #IPL2022 #PunjabKings pic.twitter.com/zeQBz6sixx
— Punjab Kings (@PunjabKingsIPL) March 27, 2022
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે:
ફાફ ડુ પ્લેસિસ (સુકાની), અનુજ રાવત, વિરાટ કોહલી, શેરફેન રધરફોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ડેવિડ વિલી, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
PBKS have won the toss and we will batting first. 💪🏻
Here’s our first Playing XI for #IPL2022. 👊🏻#PlayBold #WeAreChallengers #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PBKSvRCB pic.twitter.com/uvqTtjTHmC
— Royal Challengers Bangalore (@RCBTweets) March 27, 2022
પંજાબ કિંગ્સ ટીમના સુકાની મયંક અગ્રવાલે ટોસ જીતી લીધો છે અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Captain @mayankcricket wins the toss and @PunjabKingsIPL have elected to bowl first against @RCBTweets
Live – https://t.co/LiRFG8lgc7 #TATAIPL #PBKSvRCB pic.twitter.com/nurcajJPAX
— IndianPremierLeague (@IPL) March 27, 2022
Published On - 7:10 pm, Sun, 27 March 22