PSL 2023 નુ ટાઈટલ શાહિન આફ્રિદીની ટીમ લાહોર ક્લંદર્સે જીતી લીધુ છે. માત્ર 1 રનથી રોમાંચક જીત મેળવીને ટ્રોફી પોતાને નામ કરી છે. જે માટે પહેલાથી લાહોરની ટીમ પ્રબળ દાવેદાર મનાતી હતી. PSL 2023 Final મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. ફાઈનલ મેચ લાહોર ક્લંદર્સ અને સુલ્તાન મુલ્તાન્સ વચ્ચે રમાઈ હતી. શાહિન આફ્રિદીએ ટોસ જીતીને મુલ્તાનની ટીમ સામે પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ રિઝવાનની ટીમ સામે લાહોરે નિર્ધારીત 20 ઓવરમાં 200 રનનો સ્કોર ખડક્યો હતો. અંતિમ ચાર ઓવરમાં લાહોરે 71 રન સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા. જેમાં કેપ્ટન શાહિને મહત્વની ઈનીંગ રમી હતી. જવાબમાં મુલ્તાન તરફથી રાઈલી રુસોએ અડધી સદી ફટકારીને મેચ રોમાંચક બનાવી હતી. મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હતી. અંતિમ બોલ પર મેચનુ પરિણામ આવ્યુ હતુ.
શનિવારને બદલે એક દિવસ વહેલા ફાઈનલ મેચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પહેલા રવિવારે ફાઈનલ મેચ રમાનારી હતી. પરંતુ લાહોરનો માહોલ હાલના સપ્તાહમાં ઠીક નથી, આવી સ્થિતી વચ્ચે વાતાવરણના બહાને ફાઈનલ મેચને એક દિવસ વહેલા રમાડવાનુ આયોજન પીસીબીએ કર્યુ હતુ.
રિઝવાન અને રુસોએ મુલ્તાનની ટીમને મેચમાં બનાવી રાખી રોમાંચક સ્થિતી બનવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાશીદ ખાને બંનેને વારાફરતી વિકેટ લઈને પેવેલિયન પરત મોકલતા લાહોરને રાહત થઈ હતી. લાહોર સામે ઓપનર જોડી બેટિંગ કરવા માટે મુલ્તાન તરફથી કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને ઉસ્માન ખાન ઉતર્યા હતા. બંને વચ્ચે 41 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. ઉસ્માન ખાન પ્રથમ વિકેટના રુપે પરત ફર્યો હતો. ઉસ્માન ખાને 12 બોલનો સામનો કરીને 18 રન નોંધાવ્યા હતા, તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મુલ્તાનના સુકાની અને વિકેટકીપર બેટર રિઝવાને 23 બોલનો સામનો કરીને 34 રન નોંધાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
રાઈલી રુસોએ અડધી સદી નોંધાવી હતી. તેણે 32 બોલનો સામનો કરીને 52 રન નોંધાવ્યા હતા. રુસોએ 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની તોફાની રમતે મેચને વધારે રોમાંચક બનાવી હતી. તેની રમત વડે મુલ્તાનની જીતનો પાયો રચાઈ રહ્યો હોય એવા અનુમાન લગાડવામાં આવી રહ્યા હતા. જોકે તેના બાદ કોઈએ તાકાતપૂર્વકની રમત દર્શાવી હતી. કિરોન પોલાર્ડ 14 બોલની રમત રમીને 19 રન નોંધાવીને પરત ફર્યો હતો. પોલાર્ડે 3 ચોગ્ગા ફટાકાર્યા હતા. ટિમ ડેવિડે 16 બોલમાં 20 રન નોંધાવ્યા હતા. અંતમાં અબ્બાસ આફ્રિદી 6 બોલમાં 17 રન નોંધાવી ખુશ્દીલ શાહને સાથ પૂરાવતા બંનેએ મેચને રોમાંચક બનાવી દીધી હતી અને 1 જ રનથી હાર સહી હતી.
પહેલા બેટિંગ કરતા તોફાની રમત શાહિન આફ્રિદીએ બતાવી હતી. માત્ર 15 બોલનો સામનો કરીને અણનમ 44 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 છગ્ગા ફટાક્યા હતા. તેની તોફાની રમતે લાહોરની ટીમને 200ના આંકડે પહોંચાડી હતી. જ્યારે બોલ વડે તેણે કમાલ કરતા 4 વિકેટ ઝડપી હતી. જેમાં 18મી ઓવર દરમિયાન તેણે 3 વિકેટ ઝડપી હતી. ઓવરના પ્રથમ બોલ પર ટિમ ડેવિડ, પાંચમા બોલ પર અનવર અલીને બોલ્ડ કર્યો અને અંતિમ બોલ પર ઉસામા મીરનો શિકાર કર્યો હતો. જેણે મુલ્તાનની રહી સહી આશા પર પાણી ફેરવી દીધુ હતુ.
Published On - 12:05 am, Sun, 19 March 23