પાકિસ્તાનની રહીસહી આબરુ શ્રીલંકાએ લુંટી, 2 ખેલાડીઓ PSL માં જતા રોક્યા

Wanindu Hasaranga ને પાકિસ્તાન પ્રવાસ જતા રોકી લેવામાં આવ્યો છે. હસરંગા PSL 2023 માં ક્વેટા ગ્લેડિએટર્સ ટીમનો હિસ્સો બન્યો હતો, પરંતુ હવે તે લીગમાં હિસ્સો બની શકશે નહીં.

પાકિસ્તાનની રહીસહી આબરુ શ્રીલંકાએ લુંટી, 2 ખેલાડીઓ PSL માં જતા રોક્યા
Hasaranga denied NOC from Sri Lanka Cricket Board
| Edited By: | Updated on: Feb 21, 2023 | 7:23 PM

પાકિસ્તાનમાં PSLની ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાન સુપર લીગ દ્વારા વિશ્વના કેટલાક ખેલાડીઓને જોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની આ ક્રિકેટ લીગ માટે વાનિન્દુ હસારંગાને શ્રીલંકન ક્રિકેટ બોર્ડે રોક્યો છે. બોર્ડ દ્વારા વાનિન્દુ હસારંગાને એનઓસી આપવામાં આવી નથી. જેને લઈ તે હવે પીએસએલનો હિસ્સો બની શકે એમ નથી. હસારંગા શ્રીલંકાનો શાનદાર લેગ સ્પિનર છે.

સોમવારે તેણે ટીમ સાથે જોડાવાનુ હતુ પરંતુ તે પાકિસ્તાન માટે રવાના થઈ શક્યો નહોતો. હસારંગાને પાકિસ્તાન ક્રિકેટ લીગની ક્વેટા ગ્લેડિએડટર્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્વેટાએ પ્લેટિનયમ કેટેગરીમાં ડ્રાફ્ટ કર્યો હતો. હસારંગા આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો હિસ્સો છે. આગામી મહિનાના અંતમાં આઈપીએલની શરુઆત થનારી છે.

સિઝનમાં ઉપલબ્ધ નહીં રહે

હાલમાં વાનિન્દુ હસારંગા શ્રીલંકામાં ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે. આ દરમિયાન જ તેને લઈને હવે સમાચાર આવ્યા છે કે, તેને પાકિસ્તાનમાં ક્રિકેટ લીગ માટે જવાથી રોકી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના મીડિયા રીપોર્ટનુસાર પીએસએલ ટીમ ગ્લેડિએટર્સના અધિકારીએ પુષ્ટી કરી છે તે હસારંગા વર્તમાન સિઝનમાં લિગીનો હિસ્સો નહીં બની શકે. હસારંગા આ સિઝન માટે ઉપલબ્ધ નહીં હોવાનુ આ સાથે જ હવે સ્પષ્ટ થઈ ચુક્યુ છે. હવે ટીમ તેના રિપ્લેસમેન્ટની શોધ કરી રહ્યુ છે.

રીપોર્ટસ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાણકારી આપી છે કે, તેમણે આ મામલે ફ્રેન્ચાઈઝીને જણાવી દીધુ છે. જોકે ફ્રેન્ચાઈઝીને આશા હતી કે, સ્થિતી સારી બનશે,પરંતુ હવે તેની સંભાવના ખૂબ ઓછી છે કે શ્રીલંકન ખેલાડી સિઝનમાં પીએસએલનો હિસ્સો બને.

પહેલા મેન્ડિસ બહાર

આ પહેલા શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કુસલ મેન્ડિસને પણ એનઓસી આપી નહોતી. જેને લઈ તે પાકિસ્તાન સુપર લીગનો હિસ્સો બની શક્યો નહોતો. પીએસલમાં તેને લાહોર ક્લંદર દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે બોર્ડ દ્વારા મંજૂરી અપાઈ નહોતી અને બાદમાં ફ્રેન્ચાઈઝીએ તેના સ્થાને કેરેબિયન વિકેટકીપર બેટર શે હોપને લાહોરની ટીમે પોતાની સાથે જોડ્યો હતો.

શ્રીલંકાએ અગાઉ ભાનુકા રાજપક્ષેને માટે સહમતી દર્શાવી હતી. જે હાલમાં પેશાવર ઝલ્મી ટીમનો હિસ્સો પીએસએલમાં છે. ભાનુકાની સાથે આ ટીમમાં શ્રીલંકાનો દાસુન શનાકા પણ રમી રહ્યો છે. તેને પણ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

Published On - 6:58 pm, Tue, 21 February 23