Prithvi Shaw Case: પૃથ્વી શો સામે મુશ્કેલી, મોડલ સાથે છેડછાડ કરવાનો આરોપ, મુંબઈમાં દાખલ થયો કેસ!

IPL 2023 માં વ્યસ્ત પૃથ્વી શો સામે ફરીયાદ નોંધાયાના સમાચાર આવી રહ્યા છે. મુંબઈમાં તેની સામે મોડલ સામે છેડછાડની ફરીયાદ નોંધાઈ છે. પૃથ્વી દિલ્હી કેપિટલ્સ ટીમનો હિસ્સો છે.

Prithvi Shaw Case: પૃથ્વી શો સામે મુશ્કેલી, મોડલ સાથે છેડછાડ કરવાનો આરોપ, મુંબઈમાં દાખલ થયો કેસ!
Sapna Gill filled case against Prithvi Shaw
| Edited By: | Updated on: Apr 05, 2023 | 8:28 PM

પૃથ્વી શો હાલમાં IPL 2023 ની સિઝનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેને લઈને મુંબઈથી સમાચાર આવી રહ્યા છે. મુંબઈમાં તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી થઈ છે. સપના ગિલે તેની સામે છેડછાડની ફરીયાદ દાખલ કરી છે.  પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સ ટીમનો હિસ્સો છે. ગિલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅસર છે અને તેણે ગંભીર આરોપો પૃથ્વી શો સામે લગાવ્યા છે. પૃથ્વી શો અને ગિલ વચ્ચેનો મામલો ગત ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો અને તે વખતે વિડીયો વાયરલ થયો હતો. ત્યાર બાદ ગિલ સામે ફરીયાદ નોંધાઈ હતી.

સપના ગિલે ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને તેના મિત્રો પર આરોપ લગાવ્યા છે કે, તેમણે તેની સાથે છેડછાડ કરીને હુમલો કર્યો છે. આ અંગે હવે ફરીયાદ નોંધાયા બાદની તેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

પૃથ્વી શો સામે શું ગુનો નોંધાયો?

દિલ્હી કેપિટલ્સ ટીમનો હિસ્સો રહેલો પૃથ્વી શો હાલમાં આઈપીએલ રમી રહ્યો છે. આ દરમિયાન મુંબઈમાં અંધેરી મેજીસ્ટ્રેટ 66 કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પૃથ્વી શો સામે 3 કલમો લગાડવામાં આવી છે. સપના ગિલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરીયાદ મુજબ પૃથ્વી શો સામે IPC ની કલમ 354, 509 અનને 324 મુજબ કાર્યવાહી કરાઈ છે.

સપના ગિલના વકીલ દ્વારા કોર્ટમાં પૂરાવાઓ રજૂ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. સપનાએ સરકારી હોસ્પિટલમાં કરાવેલી મેડિકલ સારવાર અને તેના દસ્તાવેજોને પૂરાવા તરીકે રજૂ કર્યા છે. સપનાએ ક્રિમીનલ કેસની કાર્યવાહીમાં પૃથ્વી શોના મિત્ર સુરેન્દ્ર યાદવની સામે પણ કેસમાં આરોપ રાખ્યા છે. ગિલે પૃથ્વી અને તેના મિત્ર પર બેટથીથી હુમલો કર્યો હોવાના આરોપ કર્યા છે.

સપના ગિલની કરાઈ હતી ધરપકડ

ઓપનર બેટર પૃથ્વી શો સાથે બળજબરી પૂર્વક સેલ્ફી લેવાનો પ્રયાસ સપના ગિલે કર્યો હતો. આ દરમિયાન સપના ગિલ અને તેના કેટલાક મિત્રોએ હુમલો કર્યો હોવાની ફરીયાદ થઈ હતી. આ મામલાએ ખૂબ ચર્ચા બનાવી હતી. શોએ નોંધાવેલી ફરીયાદ આધારે મુંબઈ પોલીસે સપના ગિલની ધરપકડ કરી હતી.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 7:45 pm, Wed, 5 April 23