
મુંબઈમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શો એક મિત્ર સાથે હોટલમાં ડિનર કરવા માટે ગયો હતો. એક યુવતીએ સેલ્ફી લેવાની જીદ કરીને સેલ્ફી લેવા જતા મામલો ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો. ઘટનાને લઈ મુંબઈના ઓશિવારા પોલીસ મથકમાં પૃથ્વી શો પર હુમલો કરનારા 8 શખ્શો વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઘટનામાં ઘર્ષણ સર્જનારી યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે હવે સોશિયલ મીડિયા પર યુવતીનો ક્રિકેટર પૃથ્વી શો સાથેની ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.
આરોપી મહિલાને મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસે બતાવ્યુ હતુ કે, ના કહી હોવા છતાં પણ મહિલા દ્વારા સેલ્ફી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. યુવતી અને તેની સાથેના લોકો શો દ્વારા સેલ્ફીની ના પાડવાને લઈ ભડક્યા હતા. મામલો પૃથ્વી શો પર હુમલો કરવા સુધી પહોંચી ગયો હતો. હોટલથી બહાર નિકળી જવા બાદ તો પરિસ્થિતી વધારે વણસી હતી અને પૃથ્વીની કારનો કાચ પણ તોડી દેવાયો હતો. આરોપી મહિલાએ ખોટી ફરીયાદ દાખલ કરવાની ધમકી આપી 50 હજાર રુપિયાની માંગણી કરી હતી.
Instagram model #SapnaGill and her men attacked #PrithviShaw‘s friend’s car with baseball bat after Shaw refused to take selfies with her. pic.twitter.com/PGZzlA0sE1
— Vishwajit Patil (@_VishwajitPatil) February 16, 2023
ક્રિકેટર પૃથ્વી શો મિત્ર આશિષ યાદવ સાથે ડિનર માટે ગયો હતો. આ દરમિયાન હોટલમાં કેટલાક લોકોએ તેની પાસે આવીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. શરુઆતમાં તો સેલ્ફી માટે પૃથ્વી શોએ હા કહી હતી. પરંતુ આ પૈકી એક વ્યક્તિને વધારે સેલ્ફી લેવા માંગતો હતો. જેને લઈ તેણે આ અંગે ના કહી હતી. જોકે આમ છતાં સેલ્ફી લેવાને લઈ બળજબરી પૂર્વક વર્તન કરવા લાગ્યા હતા. જેને લઈ આખરે હોટલના મેનેજરે મામલો સંભાળવા પ્રયાર કર્યો હતો. જોકે બાદમાં મેનેજરે આ લોકોને બહાર નિકાળી દીધા હતા.
દરમિયાન જ્યારે પૃથ્વી શો અને તેનો મિત્ર બહાર આવ્યા ત્યારે એ જ વ્યક્તિ બહાર હાથમાં બેઝ બોલને લઈ ઉભેલી જોવા મળી હતી, જેને સેલ્ફી માટે ના કહી હતી. પૃથ્વી શો કારમાં જઈને બેઠો જ હતો કે તુરત જ તેની પર બેઝબોલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પૃથ્વી શો બીજી કારમાં સવાર થઈને સ્થળ પરથી નિકળ્યો હતો. પરંતુ હુમલાખોર આરોપીઓએ તેનો પિછો છોડ્યો નહોતો. સવારના 4 વાગ્યાના અરસા દરમિયાન ત્રણ બાઈક અને એક કાર સાથેના લોકોએ પિછો કર્યો હતો. જ્યાં લિંક રોડ પર યુટર્ન લેવા દરમિયાન એક શખ્શે તેની કારનો કાચ ફોડી દીધો હતો.
Published On - 10:09 pm, Thu, 16 February 23