Viral : ટેસ્ટ મેચમાં સ્પિનર અશ્વિનને સ્થાન ન મળતાં, પત્નીએ આ રીતે વ્યક્ત કરી નારાજગી

|

Sep 04, 2021 | 2:35 PM

તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ(Test match) ચાલી રહી છે, ત્યારે ચોથી ટેસ્ટ મેચમાં પણ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને (Ravichandran Ashwin)ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, આવી સ્થિતિમાં ચાહકોથી લઈને પૂર્વ ક્રિકેટ દિગ્ગજો પણ ટીમના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. આ સાથે અશ્વિનની પત્નીએ પણ ટીમ મેનેજમેન્ટ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

Viral : ટેસ્ટ મેચમાં સ્પિનર અશ્વિનને સ્થાન ન મળતાં, પત્નીએ આ રીતે વ્યક્ત કરી નારાજગી
preethi narayanan disappointed for r ashwin not included in team

Follow us on

Viral Video: અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ છે. તે દરેક મેચમાં ટ્વીટ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે. આ વખતે પણ તેણે ટીમ મેનેજમેન્ટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની પુત્રી સ્ટેડિયમમાંથી મેચ જોઈ રહી છે. અને તેણે મેચ જોવા માટે દૂરબીનનો ઉપયોગ કર્યો છે.

સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પ્રીતિએ આ વીડિયો (Video) સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને સાથે કેપ્શનમાં લખ્યુ કે,”તે સ્ટેડિયમમાં રવિચંદ્રન અશ્વિનને (Ravichandran Ashwin)શોધી રહી છે.” આ પરથી સમજી શકાય છે કે તે ટીમના આ નિર્ણયથી ખૂબ નિરાશ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે, ઓવલ ટેસ્ટમાં (Test Match) ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ટીમમાં માત્ર બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીની જગ્યાએ શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવને ટીમમાં તક આપવામાં આવી છે.

અશ્વિનને ટીમમાં સામેલ ન કરાતા ચાહકોમાં ચર્ચાનો વિષય 

તમને જણાવી દઈએ કે ઠાકુરે આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમી (First Test match) હતી અને ઉમેશે તેની છેલ્લી ટેસ્ટ મેલબોર્નમાં ગયા વર્ષે રમી હતી. આવી સ્થિતિમાં અશ્વિનને ટીમમાં સામેલ ન કરાતા સોશિયલ મીડિયા પર ચાહકોમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે.

ભારતીય કેપ્ટને જણાવ્યુ હતું કે, ટીમમાં ઘણા ડાબા હાથ છે અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)તેમની પ્રથમ પસંદગી છે. આપને જણાવી દઈએ કે, આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર -2 બોલર અને નંબર -4 ઓલરાઉન્ડર અશ્વિનને ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ (Man of The Match) પણ જાહેર કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ પહેલા અને પછી શું તફાવત આવે છે ? આ રમુજી વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

Next Article