વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત થાય તે માટે લોકો ઓનલાઈન મંગાવી રહ્યા છે નારિયેળ અને અગરબત્તી

નારિયેળ અને અગરબત્તી જેવા પ્રોડક્ટ ભારતીય ટીમના ગુડ લક માટે ખરીદવામાં આવી રહ્યા છે. આ થોડું વિચિત્ર છે પરંતુ થાણેમાં એક વ્યક્તિએ સ્વિગી પરથી 51 નારિયેળનો ઓર્ડર આપ્યો છે. સ્વિગીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ અંગે પોસ્ટ પણ કરી છે. સ્વિગી એક ફૂડ ડિલિવરી એપ છે.

વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત થાય તે માટે લોકો ઓનલાઈન મંગાવી રહ્યા છે નારિયેળ અને અગરબત્તી
Coconuts
| Updated on: Nov 25, 2023 | 2:30 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ માટે મુકાબલો ચાલી રહ્યો છે. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પણ ટાઈટલ જીતવા માટે પ્રયાસ કરશે. ભારતની જીત માટે સમગ્ર દેશના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. તેથી જ જીત માટે લોકો નારિયેળ અને અગરબત્તી જેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. એક વ્યક્તિએ સ્વિગીમાંથી 51 નારિયેળનો ઓર્ડર આપ્યો.

એવું માનવામાં આવી રહ્યુ છે નારિયેળ અને અગરબત્તી જેવા પ્રોડક્ટ ભારતીય ટીમના ગુડ લક માટે ખરીદવામાં આવી રહ્યા છે. આ થોડું વિચિત્ર છે પરંતુ થાણેમાં એક વ્યક્તિએ સ્વિગી પરથી 51 નારિયેળનો ઓર્ડર આપ્યો છે. સ્વિગીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ અંગે પોસ્ટ પણ કરી છે. સ્વિગી એક ફૂડ ડિલિવરી એપ છે, તેમાં ઈન્સ્ટામાર્ટ નામની એક અન્ય સર્વિસ પણ છે.

એક થાળીમાં જોઈ શકાય છે નારિયેળ

સ્વિગીની એક્સપ્રેસ ડિલિવરી સર્વિસ એટલે કે સ્વિગી ઈન્સ્ટામાર્ટે X પર નારિયેળનો ઓર્ડર પર ખુલાસો કર્યો છે. સ્વિગીની આ પોસ્ટનો જવાબ આપતા, એક વ્યક્તિએ પુષ્ટિ કરી કે તે એ જ વ્યક્તિ છે જેમણે નાળિયેરનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. યુઝરની પોસ્ટમાં એક થાળીમાં નારિયેળ જોઈ શકાય છે. આ ઉપરાંત તેના બેકગ્રાઉન્ડમાં ટીવી પર વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ ચાલી રહી છે.

 

 

ભારતની જીત માટે અગરબત્તીઓ મંગાવી

થોડા દિવસો પહેલા સ્વિગીથી 240 અગરબત્તીઓ મંગાવવામાં આવી હતી. ભારતની જીત માટે આ અગરબત્તીઓ પણ થાણેથી મંગાવવામાં આવી હતી. સ્વિગીએ X પર આ ઓર્ડર વિશે પણ પોસ્ટ કરી તો યુઝરે તેનો જવાબ આપ્યો અને કહ્યું કે, હું તે જ વ્યક્તિ છું જેમણે અગરબત્તીનો ઓર્ડર કર્યો હતો. નારિયેળ અને અગરબત્તી અંગેની પોસ્ટની પુષ્ટિ આ યુઝરે કરી છે.

 

 

આ પણ વાંચો : ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ પર સલમાન ખાનનું મોટું નિવેદન, કહ્યુ- ભારતની હાર થાય તેવી કોઈ શક્યતા જ નથી

સ્વિગી એ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ છે અને સાથે જ તેની એક્સપ્રેસ ડિલિવરી સર્વિસનું નામ સ્વિગી ઈન્સ્ટામાર્ટ છે. આ પ્લેટફોર્મ દ્વારા કોઈ પણ વસ્તુની ડિલિવરી થોડા સમયમાં જ કસ્ટમર સુધી પહોંચાડવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:22 pm, Sun, 19 November 23