IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે ગાંધી-જિન્નાહ ટ્રોફી રમાડવાનો PCBનો BCCIને પ્રસ્તાવ

|

Oct 03, 2023 | 6:52 AM

2014થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બંને ટીમો માત્ર વર્લ્ડ કપ અને એશિયા કપમાં જ આમને-સામને આવે છે. તાજેતરમાં જ બંને શ્રીલંકામાં સામસામે જોવા મળ્યા હતા. બંને ટીમો એશિયા કપમાં રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ બેમાંથી એક મેચ જીતી હતી. વરસાદના કારણે એક મેચ રદ્દ થઈ હતી. એવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા તરફથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી યોજવા અંગે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે ગાંધી-જિન્નાહ ટ્રોફી રમાડવાનો PCBનો BCCIને પ્રસ્તાવ
Gandhi Jinnah Trophy ?

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વડા ઝકા અશરફે BCCI સમક્ષ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો પ્રસ્તાવ મૂક્યો છે. ઝકા અશરફે કહ્યું હતું કે, એશિઝની જેમ આ શ્રેણી પણ દર વર્ષે રમાવી જોઈએ. PCB ચીફે કહ્યું કે મેં બીસીસીઆઈ (BCCI) ને એશિઝની જેમ વાર્ષિક ગાંધી-જિન્નાહ ટ્રોફી રમવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ શ્રેણીથી ભારત અને પાકિસ્તાન (Pakistan) ના ખેલાડીઓ એકબીજાના પ્રવાસે જઈ શકશે.

2014થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2014થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બંને ટીમો માત્ર ICC ઈવેન્ટ્સમાં જ એકબીજાનો સામનો કરે છે. તાજેતરમાં એશિયા કપમાં બંને ટીમો એકબીજા સામે રમી હતી. ટૂર્નામેન્ટમાં બે મેચ રમાઈ હતી જેમાં એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. જ્યારે ટીમ ઈન્ડિયાએ બીજી મેચ સરળતાથી જીતી લીધી હતી.

ભારતને દુશ્મન દેશ કહેવામાં આવતું હતું

આ એ જ ઝકા અશરફ છે જે થોડા દિવસો પહેલા ભારતને દુશ્મન દેશ ગણાવતો હતો અને આજે તે ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી યોજવા અંગે તલપાપડ થયો છે. તેમણે કહ્યું હતું કે વધુ પૈસાથી ટીમને દુશ્મન દેશમાં વર્લ્ડ કપ રમવાની હિંમત મળશે. તેમના નિવેદન પર વિવાદ થયો હતો. બાદમાં તેણે ખુલાસો કર્યો હતો. ઝકા અશરફે બાદમાં કહ્યું હતું કે હૈદરાબાદમાં પાકિસ્તાન ટીમનું શાનદાર સ્વાગત થયું, આ માટે આભાર.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ રનિંગ કરી 6678 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

PCBએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષનું માનવું છે કે ભારત હંમેશા પાકિસ્તાન કરતા વિશ્વને વધુ આકર્ષે છે, તેથી જ ક્રિકેટ જગતમાં હંમેશા ભારતમાં યોજાતી સીરિઝ અને મોટી ટુર્નામેન્ટની ફેન્સ અને ખેલાડીઓ રાહ જોતાં હોય છે.

પાકિસ્તાનની ટીમ ભારતમાં

હાલ પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ 2023માં રમવા માટે ભારતમાં છે. હૈદરાબાદની હોટલમાં પાકિસ્તાનની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાનના અનેક ખેલાડીઓએ પણ ભારતમાં પાકિસ્તાનની ખેલાડીઓના સ્વાગતની પ્રશંસા કરી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article