
IPL 2023 ની 46મી મેચ મોહાલીમાં રમાઈ રહી છે. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ પોતાની 9મી મેચ રમી રહ્યુ છે અને પંજાબ પોતાની 10મી મેચ રમી રહ્યુ છે. પંજાબ કિંગ્સ અત્યાર સુધીમાં 5 મેચ જીત્યુ છે, જ્યારે મુંબઈએ 4 મેચ જીતી છે. આમ મુંબઈ આજે પાંચમી મેચ જીતવાનો ઈરાદો રાખશે. જ્યારે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચવાના ઈરાદે પોઈન્ટ્સ વધારવા દમ લગાવશે.
પંજાબ કિંગ્સ: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, અરશદ ખાન, નેહલ વાઢેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, આકાશ મંડવાલ.
તિલક વર્માની સિક્સર સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી લીધી છે. મુંબઈએ સિઝનમાં આ પાંચમી જીત 9 મેચ રમી ને મેળવી છે. પોઈન્ટ્સ ટેબલમાં ફાયદો થવા સાથે પ્લેઓફની રેસ હવે વધારે જબરદસ્ત બની છે.
18મી ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ટિમ ડેવિડે ચોગ્ગો ફટકાર્યો હતો. સ્લોઅર બોલ પર સુંદર શોટ ફટકારીને ડિવેડી કીપર અને શોર્ટ થર્ડ વચ્ચેથી સીધો બાઉન્ડરીની બહાર બોલને મોકલ્યો હતો.
17મી ઓવરમાં અર્શદીપે વિકેટ ઝડપવા બાદ છગ્ગા અને ચોગ્ગાનો માર સહ્યો છે. તિલક વર્માએ ચોથા અને અંતિમ બોલ પર બે શાનદાર છગ્ગા જમાવ્યા હતા. જ્યારે પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
અર્શદીપ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. તેણે મોટી વિકેટ ઝડપી છે. ઈશાન કિશનની તોફાની રમતને તેણે સમાપ્ત કરીને પંજાબને મોટી રાહત અપાવી છે. ઈશાન કિશન સ્લો બોલ પર ઋષિ ધવનના હાથમાં ડીપ ફાઈન લેગ પર કેચ આપી બેઠો હતો.
16મી ઓવર લઈને નાથન એલિસ આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલે તેણે મોટી વિકેટ ઝડપી હતી પરંતુ અંતિમ બોલ પર ચોગ્ગો સહ્યો હતો. ઓવરના અંતિમ બોલને હળવા હાથ વડે બેક ફુટ પર જઈને ડેવિડે ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો.
16મી ઓવરના પ્રથમ બોલ પર જ નાથન એલિસે મેચને વધુ રસપ્રદ બનાવી દીધી છે. સૂર્યાકુમાર યાદવને તેણે અર્શદીપ સિંહના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. અર્શદીપ સિંહે થર્ડ મેન પર કેચ ઝડપ્યો હતો. સૂર્યા 66 રન 31 બોલમાં નોંધાવીને પરત ફર્યો હતો.
વધુ એક મોટી ઓવર મુંબઈને મળી હતી. 15મી ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો. અર્શદીપની ઓવરમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો મુંબઈને મળ્યો હતો. સૂર્યાએ ઓવરના બીજા બોલને ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર ઈશાન કિશને છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલે ફરી શોટ જમાવતા ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં 21 રન મળ્યા હતા.
13 મીં ઓવર મુંબઈ માટે સારી આવી હતી. ઓવરના પ્રથમ બંને બોલ પર સૂર્યકુમાર યાદવે સળંગ 2 છગ્ગા જમાવી દીધા હતા. ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા જમાવ્યા હતા. ઓવરમાં 23 રન મુંબઈના ખાતામાં જમા થયા હતા.
11મી ઓવર લઈને રાહુલ ચાહર આવ્યો હતો. સૂર્ય કુમારે તેને બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગાના શોટ વડે પરેશાન કર્યો હતો. ત્યાર બાદ ઈશાન કીશને પણ એક ચોગ્ગો ફટકાર્યો હતો. આમ મુંબઈ માટે ત્રણ બાઉન્ડરી ઓવરમાં આવી હતી.
10મી ઓવરના અંતિમ બોલ પર ઈશાન કિશને શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. સ્લોગ સ્વીપ કરતા ફુલ બોલને સીધો જ ડીપ મિડ વિકેટ પર ફટકાર્યો હતો. આ પેહલા ઈશાને ત્રીજા બોલ પર બાઉન્ડરી મેળવી હતી.
9મી ઓવરના બીજા બોલ પર સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો હતો. રાહુલ ચાહરના ગુગલી બોલ પર સ્વીપ કરીને શોર્ટ ફાઈન તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. સૂર્યાએ ગેપ શોધીને શોટ જમાવ્યો હતો.
રાહુલ ચાહર 7મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો હતો. સૂર્યાએ ડીપ મિડ વિકેટ પર બેકફુટ પર જઈને પુલ કરીને ચોગ્ગો શોર્ટ બોલ પર ફટકાર્યો હતો.
નાથન એલિસ પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર કેમરન ગ્રીને વિકેટ ગુમાવી હતી. ડીપ મિડવિકેટ પર રાહુલ ચાહરના હાથમાં ગ્રીન કેચ આઉટ થયો હતો. તેણે 23 રન નોંધાવ્યા હતા.
ઋષિ ધવન પાંચમી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ઈશાન કિશને સ્ટેપ આઉટ કરતા બોલને સીધો જ દર્શકોની વચ્ચે પહોંચાડતો શોટ લગાવ્યો હતો. 98 મીટરના પ્રથમ છગ્ગા બાદ ઓવરના ત્રીજા બોલ પર ઈશાને મિડ વિકેટ પર છગ્ગો જમાવ્યો હતો. આ છગ્ગો ઉભા ઉભા જ ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર કેમરન ગ્રીને ચોગ્ગો ફટકાર્યો હતો.
ચોથી ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. ઓવરના ચોથા અને અંતિમ બોલ પર કેમરન ગ્રીને બે શાનદાર બાઉન્ડરી જમાવીને મુંબઈનો ગંભીર માહોલ હળવો કર્યો હતો. મુંબઈને બાઉન્ડરીને તલાશ હતી અને તે ગ્રીને જમાવી હતી.
બીજી ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો. તેણે મેચમાં પોતાનો પ્રથમ બોલ વાઈડ કર્યો હતો. આગળના બોલ પર કેમરન ગ્રીને ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે ઓવરના અંતિમ બંને બોલ પર ઈશાન કિશને ચોગ્ગા ફટકાર્યા હતા. પાંચમા બોલ પર બેકવર્ડ પોઈન્ટ પર અને અંતિમ બોલ પર શોર્ટ થર્ડ મેન ઉપર ચોગ્ગો ફટકાર્યો હતો.
પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર જ મુંબઈએ પ્રથમ વિકેટ ગુમવી દીધી છે. મોટો ઝટકો રોહિત શર્માના રુપમાં લાગ્યો છે. રોહિત શર્મા શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠો છે. તેણે સ્ટેપ આઉટ કરીને શોટ લગાવતા થર્ડ મેડનના હાથમાં કેચ ઝડપાયો હતો. ઋષી ધવને પંજાબને આ સફળતા અપાવી હતી.
રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડી મેદાન પર આવીને મુંબઈ ઈન્ડિયન્સની રમતની શરુઆત કરી હતી. પંજાબ કિંગ્સ તરફથી ઋષી ધવન પ્રથમ ઓવર લઈને આવ્યો હતો.
જોફ્રા આર્ચરની બરાબર ધુલાઈ થઈ ચુકી છે. ઓવરના પ્રથમ ત્રણ બોલ પર લિયામ લિવિંગસ્ટને સળંગ ત્રણ છગ્ગા જમાવ્યા હતા. ઓવરના પ્રથમ બોલને 91 મીટરની સિક્સર માટે, બીજા બોલને 92 મીટરની સિક્સર માટે અને ત્રીજા બોલને મિડ વિકેટ માટે ફટકાર્યો હતો. ઓવરમાં 27 રન આવ્યા હતા અને પંજાબ કિંગ્સનો સ્કોર 200ને પાર થઈ ગયો હતો.
આકાશ મઘવાલ 18મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર લિવિંગસ્ટને અને ચોથા બોલ પર જિતેશ શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો. જિતેશે ડિપ બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
17મી ઓવરના બીજા બોલને જિતેશ શર્માએ લોંગ ઓન પરથી સિધો છગ્ગા માટે મોકલ્યો હતો. 17મી ઓવર લઈને અરશદ ખાન આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર જિતેશ શર્માએ ફુલ ટોસ બોલને લોંગ ઓન પર પુલ કરીને બાઉન્ડરી મેળવી હતી.
અરશદ ખાનને આ વખતે ચોગ્ગાઓનો માર સહન કરવો પડ્યો છે. રન પંજાબના બેટરો નિકાળવાને લઈ રોહિત શર્મા પણ બોલર્સ અને ફિલ્ડર પર દબાણ વધારી રહ્યો છે. જોકે 15મી ઓવરના શરુઆતના બંને બોલ પર લિવિંગસ્ટને ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના અંતિમ બોલ પર લિવિંગસ્ટને વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો અને અડધી સદી તરફ આગળ વધ્યો છે.
14મી ઓવરના ચોથા બોલ પર જિતેશ શર્માએ શાનદાર છગ્ગો જમાવ્યો હતો. સ્ટેપ આઉટ કરતા કુમાર કાર્તિકેયના બોલને સીધો જ લોંગ ઓન પર 96 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
13મી ઓવર લઈને જોફ્રા આર્ચર આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર જિતેશ શર્માએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. આગળનો બોલ વાઈડ રહ્યો હતો અને ત્યાર બાદ ફરી એક વાર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર લેગબાયના રુપમાં ચાર રન પંજાબના ખાતામાં જમા થયા હતા. આમ 21 રન ઓવરમાં મળ્યા હતા.
પિયૂષ ચાવલાએ બીજી મહત્વની સફળતા મેળવી છે. 12મી ઓવરના બીજા બોલ પર મેથ્યૂ શોર્ટને ગુગલી બોલમાં ફસાવીને ઓફ સ્ટંપ ઉડાવ્યુ હતુ. મેથ્યૂ શોર્ટ લેગ સાઈડ તરફ મોટો શોટ જમાવવાની ફિરાકમાં હતો અને બોલ બેટની નિચેથી નિકળીને સીધો સ્ટંપમાં જઈને વાગ્યો હતો.
11મી ઓવર લઈને આકાશ મેઘવાલ આવ્યો હતો અને તેણે ઓવરના ચોથા બોલ પર છગ્ગાનો માર સહ્યો હતો. તેણે સીધો પગમાં બોલ નાંખ્યો હતો અને લિવિંગસ્ટને સ્ક્વેર લેગ ઉપરથી શોટ જમાવતા 87 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ઓવરની શરુઆતે લિવિંગસ્ટને ચોગ્ગો ફટકાર્યો હતો.
પીયૂષ ચાવલા 10મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર લિયામ લિવિંગસ્ટને શાનદાર ચોગ્ગો થર્ડ મેન તરફ નોંધાવ્યો હતો. બોલ વિકેટકીપર ઈશાન કિશનની પાસેથી પસાર થયો હતો અને સીધો જ બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો.
પિયૂષ ચાવલાએ 8મી ઓવર લઈ આવતા જ શરુઆતે ચોગ્ગાનો માર સહન કર્યો હતો. જોકે આગળના બોલ પર શિખર ધવનનો તેણે શિકાર કર્યો હતો. સ્ટેપ આઉટ કરીને રમવા જતા શિખર ધવનને થાપ ખવડાવીને ગુગલી બોલ સીધો જ ઈશાન કિશન પાસે પહોંચાડ્યો હતો. ઈશાને કોઈ ચૂક વિના જ સ્ટંપિંગ કરીને ટીમને મોટી વિકેટની સફળતા અપાવી હતી.
પાવર પ્લેની અંતિમ ઓવરમાં શિખર ઘવને બેક ટુ બેક બાઉન્ડરી ફટકારી હતી. ઓવર લઈને પીયૂષ ચાવલા આવ્યો હતો. તેનુ સ્વાગત ધવને સ્ટેપ આઉટ કરીને બાઉન્ડરી ફટકારીને મેળવ્યુ હતુ. ઓવરના આગળના બોલ પર સ્વીપ કરીને ડીપ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ સળંગ બે ચોગ્ગાનો માર ચાવલાએ સહ્યો હતો. આમ પાવર પ્લેમાં 50 રન એક વિકેટ ગુમાવીન પંજાબે મેળવ્યા હતા.
અરશદખાન ચોથી ઓવર લઈને આવ્યો હતો અને તેણે આ વખતે એક છગ્ગા અને એક ચોગ્ગાનો માર સહ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર મેથ્યૂ શોર્ટે પુલ કરીને સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકાર્યો હતો. આગળા બોલ પર તેણે ફ્લિક કરીને ચોગ્ગો મેળવ્યો હતો.
ત્રીજી ઓવર લઈને કેમરન ગ્રીન આવ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર શિખર ધવને મિડ વિકેટ પર શોટ રમ્યો હતો. ભરપૂર તાકાત ધરાવતો શોટ જમાવીને ધવને ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 6 રન પંજાબને મળ્યા હતા.
અરશદ ખાન બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર મુંબઈને પ્રથમ સફળતા મળી હતી. ઓપનર પ્રભસિમરન સિંહ વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં કેચ ઝડપાયો હતો. બેટની બહારની કિનારી વાગીને બોલ સીધો જ કીપરના હાથમાં પહોંચ્યો હતો. તે 9 રન નોંધાવીને પરત ફર્યો હતો.
પ્રથમ ઓવર લઈને મુંબઈ તરફથી કેમરન ગ્રીન આવ્યો હતો. શિખર ધવન અને પ્રભસિમરન સિંહે પંજાબ કિંગ્સની બેટિંગ ઈનીંગની શરુઆત કરી હતી. ઓવરના અંતિમ બોલ પર શિખર ધવને કવર પોઈન્ટ પાસેથી શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.
પંજાબ કિંગ્સ: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, અરશદ ખાન, નેહલ વાઢેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, આકાશ મંડવાલ.
પંજાબ કિંગ્સ ઘ આંગણે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ મોહાલીમાં મુંબઈની ટીમ રનચેઝ કરીને જીત મેળવવાનો ઈરાદો રાખી રહ્યુ છે.
Published On - 7:10 pm, Wed, 3 May 23