PBKS vs LSG Playing XI IPL 2023: પંજાબ કિંગ્સને રાહત, શિખર ધવન ઈજાથી સ્વસ્થ થઈ પરત ફર્યો, લખનૌની પ્રથમ બેટિંગ

PBKS vs LSG Toss and Playing XI News: પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મોહાઈમાં ટક્કર થઈ રહી છે. બંને ટીમો વચ્ચે અગાઉ લખનૌમાં ટક્કર થઈ હતી.

PBKS vs LSG Playing XI IPL 2023: પંજાબ કિંગ્સને રાહત, શિખર ધવન ઈજાથી સ્વસ્થ થઈ પરત ફર્યો, લખનૌની પ્રથમ બેટિંગ
PBKS vs LSG Toss and Playing XI News
| Edited By: | Updated on: Apr 28, 2023 | 7:34 PM

IPL 2023 ની 38મી મેચ રમાઈ રહી છે. મોહાલીમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. શિખર ધવન પરત ફરતા પંજાબ કિંગ્સને રાહત સર્જાઈ છે. ધવને હોમગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરતા રનચેઝ કરવાની યોજના અમલમાં મુકી છે.

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને એક બીજા સામે સિઝનમાં બીજી વાર ટકરાઈ રહ્યા છે. આ પહેલા બંને વચ્ચે લખનૌના ઈકાનામાં મેચ રમાઈ હતી. લખનૌને તેના જ હોમગ્રાઉન્ડ પર પંજાબે હરાવ્યુ હતુ. સિઝનમાં પંજાબ અને લખનૌ બંને 7-7 મેચ રમી ચુક્યા છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં 4-4 મેચમાં જીત મેળવી છે. જોકે લખનૌનો નેટ રનરેટ સારો હોવાને લઈ તે પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ કરતા આગળ સ્થાન ધરાવે છે. જોકે શુક્રવારે લખનૌ સામે ફરીથી જીત પંજાબને ટોપ-4માં પહોંચાડી શકે છે.

 

 

PBKS ના ગુરનૂર બ્રારનુ ડેબ્યૂ

શિખર ધવન ટીમનુ સુકાન સંભાળવા માટે પરત ફર્યો છે. ખભામાં સમસ્યાને લઈ શિખર ઘવન આરામ પર હતો. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ગુરનૂર બ્રારને ડેબ્યૂ કરાવ્યુ છે. ગુરનૂર પોતાની પ્રથમ આઈપીએલ મેચ ટીમના હોમગ્રાઉન્ડ પર રમી રહ્યો છે. સિંકદર રઝા પણ ટીમમાં પરત ફર્યો છે. જ્યારે પંજાબની ટીમમાંથી મેથ્યૂ શોર્ટ બહાર થયો છે. લખનૌ સુપર જાયન્ટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

લખનૌ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર

ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પ: કૃષ્ણપ્પા ગૌતમ, માર્ક વુડ, ડેનિયલ સેમ્સ, પ્રેરક માંકડ, અમિત મિશ્રા

પંજાબ કિંગ્સઃ શિખર ધવન, અથર્વ તાઈડે, સિકંદર રઝા, લિયામ લિવિંગ્સ્ટન, સેમ કુરાન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, રાહુલ ચાહર, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ

ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પો: પ્રભસિમરન સિંહ, મોહિત રાઠી, ઋષિ ધવન, મેથ્યુ શોર્ટ, હરપ્રીત બ્રાર

 

આ પણ વાંચોઃ Varun Chakravarthy, IPL 2023: RCB ને ઘર આંગણે મુશ્કેલીમાં ઉભી કરાનાર વરુણ ચક્રવર્તીને ઘરે મોકલવાની ચર્ચા? જાણો કેમ

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 7:23 pm, Fri, 28 April 23