
IPL 2023 ની 18મી મેચ ગુરુવારે મોહાલીમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આ ટક્કર થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ હોમ ગ્રાઉન્ડમાં પંજાબ કિંગ્સ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નજર આવશે. રવિવારે રમાયેલી અંતિમ મેચમાં હાર્દિક પંડ્યા ઉપલબ્ધ રહી શક્યો નહોતો. પરંતુ ગુરુવારે પંજાબ સામેની મેચ દરમિયાન તે ટીમ સાથે પરત જોડાયો છે. ગુજરાતે લક્ષ્ય ચેઝ કરવાની યોજના બનાવી છે.
ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ બંનેએ પોતાની અંતિમ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. પંજાબ કિંગ્સમાં બે મોટા ફેરફાર જોવા મળ્યા છે. બેટિંગમાં સતત ફ્લોપ રહેલા સિકંદર રજાને હવે બહાર રાખવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતની ટીમમાં પણ ફેરફાર થયો છે. હાર્દિક પંડ્યા ટીમ સાથે જોડાવાને લઈ ટીમમાં ફેરફાર નિશ્ચિત હતો.
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to bowl first against @PunjabKingsIPL.
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jM5STYICl6
— IndianPremierLeague (@IPL) April 13, 2023
ગુજરાત અને પંજાબ બંને ટીમોએ અંતિમ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. ગુજરાત ટાઈટન્સ ટીમમાંથી યશ દયાલને બહાર કરવામાં આવ્યો છે. ગુજરાત ટીમમાંથી મોહિત શર્માનુ ડેબ્યૂ કરવામાં આવ્યુ છે. હાર્દિક પંડ્યાએ મોહિતને મોકો આપ્યો છે. આ સિવાય અંતિમ મેચમાં સળંગ 5 છગ્ગા ફટકારનારા યશ દયાલને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવામાં આવ્યો છે.
પંજાબ કિંગ્સે પણ ફેરફાર કરતા સિકંદર રજાને બહાર કર્યો છે. આ ઉપરાંત નાથન એલિસને પણ બેંચ પર સ્થાન આપવામાં આવ્યુ છે. શિખર ધવનની ટીમમાં દક્ષિણ કાગિસો રબાડાને અંતિમ ઈલેવનમાં સ્થાન આપ્યુ છે. સાથે જ શ્રીલંકન ખેલાડી ભાનુકા રાજપક્ષેને સ્થાન આપ્યુ છે.
ગુજરાતની પ્લેઈંગ ઈલેવન: રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ, રાહુલ તેવટિયા, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ અને રાશિદ ખાન.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: વિજય શંકર, શિવમ માવી, જયંત યાદવ, અભિનવ મનોહર અને કેએસ ભરત
પંજાબની પ્લેઈંગ ઈલેવન: પ્રભસિમરન સિંહ, શિખર ધવન, મેથ્યુ શોર્ટ, ભાનુકા રાજપક્ષે, સેમ કુરન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, ઋષિ ધવન અને અર્શદીપ સિંહ.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: અથર્વ તાઈડે, રાહુલ ચહર, સિકંદર રઝા, ગુરિન્દર બ્રાર, હરપ્રીત ભાટિયા
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 7:20 pm, Thu, 13 April 23