IPL 2023 PBKS vs DC Highlights : પંજાબ કિંગ્સની 15 રનથી હાર, લિવિંગસ્ટનની 94 રનની ઈનિંગ નકામી ગઈ

Punjab Kings vs Delhi Capitals IPL 2023 Highlights in Gujarati : ધર્મશાળામાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સને 214 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પણ દિલ્હી કેપિટલ્સની ટીમે અંતિમ ઓવરમાં 15 રનથી જીત મેળવી હતી.

IPL 2023 PBKS vs DC Highlights :  પંજાબ કિંગ્સની 15 રનથી હાર, લિવિંગસ્ટનની 94 રનની ઈનિંગ નકામી ગઈ
PBks vs DC IPL 2023
| Edited By: | Updated on: May 17, 2023 | 11:25 PM

10 વર્ષ બાદ આજે ધર્મશાળામાં આઈપીએલ મેચ રમાઈ હતી. આઈપીએલ 2023ની 64મી મેચ આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. દિલ્હી કેપિટલ્સના ઓપનર્સ વોર્નર અને પૃથ્વી શોએ ટીમના શાનદાર શરુઆત અપાવી હતી. 20 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2 વિકેટના નુકશાન સાથે 213 રન રહ્યો હતો.

લિવિંગસ્ટનની શાનદાર બેટિંગના કારણે એક સમયે પંજાબની જીતની આશા જાગી હતી. પણ 19મી ઓવરમાં 2 વિકેટ પડતા દિલ્હીની જીત પાક્કી થઈ હતી. અંતિમ ઓવરનાં જીત માટે 33 રનની જરુર હોય હતી. ઈશાંત શર્માની ઓવરમાં અમ્પાયરના એક નિર્ણયના કારણે વોર્નર-ઈશાંત અને અમ્પાયરો વચ્ચે વિવાદ પણ થયો હતો. પંજાબ કિંગ્સની ટીમે અંતિમ ઓવરમાં 15 રનથી હારનો સામનો કરવો પડયો હતો. આ હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થયું હતું.

દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં ડેવિડ વોર્નરે 31 બોલમાં 46 રન બનાવ્યા હતા. તે 4 રનથી ફિફટી ચૂક્યો હતો. પૃથ્વી શો એ 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. રિલી રુસોએ 37 બોલમાં 82 રન બનાવ્યા હતા. શોલ્ટે 14 બોલમાં 26 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 11 સિક્સર અને 20 ચોગ્ગા જોવા મળ્યા.દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્મા અને એનરિચે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે ખલિલ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

પંજાબ કિંગ્સનું પ્રદર્શન

પંજાબ કિંગ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં સેમ કરને 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. બાકીના 5 બોલરો એ 20થી વધારે રન આપ્યા હતા.પંજાબ કિંગ્સ તરફથી બીજી ઈનિંગમાં પ્રભસિમરન સિંહે 22 રન, શિખર ધવને 0 રન, અર્થવ તાયડે એ 55 રન, લિવિંગસ્ટને 94 રન, જીતેષ શર્માએ 0 રન, શાહરુખ ખાને 6 રન, સેમ કરને 11 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 13 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 May 2023 11:24 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સની હાર

    અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સની હાર, દિલ્હી કેપિટલ્સની 15 રનથી જીત થઈ છે.

  • 17 May 2023 11:08 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 19મી ઓવરમાં 2 વિકેટ પડી

    હરપ્રીત બ્રાર અને સેન કરણ અંતિમ ઓવરોમાં આઉટ થયા છે. પંજાબ કિંગ્સની જીત માટે 6 બોલમાં 33 રનની જરુર.


  • 17 May 2023 10:59 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 17 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 155/5

     

    પંજાબ તરફથી લિવિંગસ્ટન 65 રન અને સેમ કરન 0 રન સાથે રમી રહ્યા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 18 બોલમાં 58 રનની જરુર. 17 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 155/5. શાહરુ ખાન 6 રન બનાવી આઉટ થયો હતો.

  • 17 May 2023 10:50 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 16 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 135/4

     

    પંજાબ તરફથી લિવિંગસ્ટન 48 રન અને શાહરુખ ખાન 6 રન સાથે રમી રહ્યા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 24 બોલમાં 79 રનની જરુર. 16 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 135/4. તાયડે 55 રનના સ્કોર પર રિટાયડ આઉટ થયો હતો. જિતેશ શર્મા 0 રન બનાવી આઉટ થયો છે.

  • 17 May 2023 10:38 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 14 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 117/2

     

    પંજાબ તરફથી લિવિંગસ્ટન 37 રન અને તાયડે 54 રન સાથે રમી રહ્યા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 36 બોલમાં 97 રનની જરુર. 14 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 117/2

  • 17 May 2023 10:27 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 12 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 100/2

     

    પંજાબ તરફથી લિવિંગસ્ટન 27 રન અને તાયડે 47 રન સાથે રમી રહ્યા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 48 બોલમાં 114 રનની જરુર. 12 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 100/2

  • 17 May 2023 10:07 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 7 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 51/2

     

    પંજાબ તરફથી લિવિંગસ્ટન 1 રન અને તાયડે 25 રન સાથે રમી રહ્યા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 78 બોલમાં 163 રનની જરુર. 7 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 51/2

  • 17 May 2023 10:04 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : દિલ્હી કેપિટલ્સની ટીમને બીજી સફળતા મળી

    ગુજ્જુ બોલર અક્ષર પટેલની ઓવરમાં પ્રભસિમનર સિંહ 22 રન બનાવી આઉટ થયો. તેણે આ ઈનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 17 May 2023 09:58 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 6 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 47/1

     

    પંજાબ તરફથી પ્રભસિમરન 21 રન અને અર્થવા તાયડે 23 રન સાથે રમી રહ્યા છે. અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સના ખેલાડીઓ રન આઉટ થતા બચ્યા હતા. 6 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 47/1

  • 17 May 2023 09:47 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 4 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 23/1

     

    ઈશાંત શર્માની ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. પંજાબ તરફથી પ્રભસિમરન 20 રન અને અર્થવા ટાઈડે 1 રન સાથે રમી રહ્યા છે. 4 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 23/1

  • 17 May 2023 09:34 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : પંજાબ કિંગ્સની ખરાબ શરુઆત

    214 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરુઆત ખરાબ થઈ છે. શિખર ધવન, ઈશાંત શર્મા 0 રન પર આઉટ થયો છે. ઓપનર તરીકે શિખર ધવન 10મી વાર ડક થયો છે. 3 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર – 10/1

  • 17 May 2023 09:10 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 20 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 213/2

    પંજાબ કિંગ્સને જીત માટે આજે 214 રનનો ટાર્ગેટ મળ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં ડેવિડ વોર્નરે 31 બોલમાં 46 રન બનાવ્યા હતા. તે 4 રનથી ફિફટી ચૂક્યો હતો. પૃથ્વી શો એ 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. રિલી રુસોએ 37 બોલમાં 82 રન બનાવ્યા હતા. શોલ્ટે 14 બોલમાં 26 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 11 સિક્સર અને 20 ચોગ્ગા જોવા મળ્યા.

  • 17 May 2023 09:05 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 19 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 190/2

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી શોલ્ટ 22 રન અને રુસો 65 રન સાથે રમી રહ્યા છે. એલિસની આ ઓવરમાં 18 રન જોવા મળ્યા. 19 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 190/2

  • 17 May 2023 08:59 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 18 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 172/2

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી શોલ્ટ 5 રન અને રુસો 62 રન સાથે રમી રહ્યા છે. 18 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 172/2. રુસો એ આઈપીએલમાં પહેલી ફિફટી ફટકારી

  • 17 May 2023 08:52 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 16 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 154/2

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી શોલ્ટ 2 રન અને રુસો 49 રન સાથે રમી રહ્યા છે. 16 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 154/2

  • 17 May 2023 08:47 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : પૃથ્વી શો 54 રન બનાવી આઉટ

    લાંબા સમય બાદ ફોર્મમાં જોવા મળનાર પૃથ્વી શો 38 બોલમાં 54 રન ફટકારી આઉટ થયો છે. તેણે આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. 15 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 148/2

  • 17 May 2023 08:41 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 14 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 138/1

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 54 રન અને રુસો 36 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. પૃથ્વી શો એ આઈપીએલમાં 13મી ફિફટી ફટકારી છે. 14 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 138/1

  • 17 May 2023 08:36 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 13 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 125/1

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 49 રન અને રુસો 28 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 2 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 13 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 125/1

     

  • 17 May 2023 08:22 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : વોર્નર 46 રન બનાવી આઉટ

    સેમ કરણની ઓવરમાં વોર્નર 46 રન બનાવી કેચ આઉટ થયો છે. કેપ્ટન શિખર ધવને આ કેચ પકડી પંજાબ કિંગ્સને સફળતા અપાવી હતી. 11 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 103/1

  • 17 May 2023 08:20 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 10 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 93/0

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 45 રન અને ડેવિડ વોર્નર 46 રન સાથે રમી રહ્યા છે. વોર્નર અને પૃથ્વી એ દિલ્હી કેપિટલ્સને શાનદાર શરુઆત અપાવી છે. 10 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 93/0. આ ઓવરમાં વોર્નરનો કેચ દીપક ચહરે છોડયો હતો.

  • 17 May 2023 08:16 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 9 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 83/0

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 39 રન અને ડેવિડ વોર્નર 42 રન સાથે રમી રહ્યા છે. વોર્નર અને પૃથ્વી એ દિલ્હી કેપિટલ્સને શાનદાર શરુઆત અપાવી છે. 9 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 83/0

  • 17 May 2023 08:12 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 8 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 76/0

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 37 રન અને ડેવિડ વોર્નર 37 રન સાથે રમી રહ્યા છે. વોર્નર અને પૃથ્વી આ સિઝનમાં પહેલા વાર આટલા સારા ફોર્મમાં જોવા મળ્યા. 8 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 76/0

  • 17 May 2023 08:07 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 7 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 71/0

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 35 રન અને ડેવિડ વોર્નર 35 રન સાથે રમી રહ્યા છે. વોર્નર અને પૃથ્વી આ સિઝનમાં પહેલા વાર આટલા સારા ફોર્મમાં જોવા મળ્યા. 7 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 71/0

  • 17 May 2023 07:56 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 5 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 51/0

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 24 રન અને ડેવિડ વોર્નર 25 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. 5 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 51/0

  • 17 May 2023 07:50 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : 4 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 35/0

     

    દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 10 રન અને ડેવિડ વોર્નર 25 રન સાથે રમી રહ્યા છે. પંજાબ કિંગ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 4 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 35/0

  • 17 May 2023 07:41 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરુ

     

    ધર્મશાળામાં દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરુ થઈ છે. દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શો 4 રન અને ડેવિડ વોર્નર 2 રન સાથે રમી રહ્યા છે. પંજાબ કિંગ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 2 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર –  6/0

  • 17 May 2023 07:25 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score : ધર્મશાળાના રેકોર્ડ

    પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર: 137 , બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર: 128 રેકોર્ડ. સર્વોચ્ચ કુલ સ્કોર – 200/3 (19.4 ઓવર) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ દ્વારા, સર્વોચ્ચ ચેઝ સ્કોર – 200/3 (19.4 ઓવર) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ દ્વારા.

  • 17 May 2023 07:15 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score: ધર્મશાળામાં સરેરાશ સ્કોર

    • પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર: 137 રન
    • બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર: 128 રન
  • 17 May 2023 07:11 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score: બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), રિલી રોસો, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, યશ ધૂલ, કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, ઇશાંત શર્મા, ખલીલ અહેમદ

    ઈમ્પેક્ટ સબ્સ: મુકેશ કુમાર, અભિષેક પોરેલ, રિપલ પટેલ, પ્રવીણ દુબે, સરફરાઝ ખાન

    પંજાબ કિંગ્સ : શિખર ધવન (કેપ્ટન), અથર્વ તાઈડે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરાન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, કાગીસો રબાડા, નાથન એલિસ, અર્શદીપ સિંહ

    ઇમ્પેક્ટ સબ્સ: પ્રભસિમરન સિંહ, સિકંદર રઝા, મેથ્યુ શોર્ટ, ઋષિ ધવન, મોહિત રાઠી

  • 17 May 2023 07:02 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score: ધર્મશાળામાં શિખર ધવને જીત્યો ટોસ

     

     

    પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલા બેટિંગ કરતી જોવા મળશે.

  • 17 May 2023 06:49 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score: ટૂંક સમયમાં થશે ટોસ

    ધર્મશાળાના મેદાન પર આજે 64મી મેચ માટે ટોસ સાંજે 7 કલાકે થશે. જ્યારે મેચની શરુઆત સાંજે 7.30 કલાકે થશે.

  • 17 May 2023 06:38 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score: દિલ્હી-પંજાબનો હેડ ટુ હેડ રેકોર્ડ

    આઈપીએલ ઈતિહાસમાં 31 વાર દિલ્હી-પંજાબ વચ્ચે ટક્કર થઈ છે. જેમાંથી 15 મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ અને 16 મેચમાં પંજાબ કિંગ્સની ટીમ જીતી છે.

  • 17 May 2023 06:36 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score: 10 વર્ષ બાદ ધર્મશાળામાં રમાશે આઈપીએલ મેચ

     

     

    વર્ષ 2013માં આજે પહેલી વાર 10 વર્ષ બાદ ધર્મશાળાના મેદાન પર આઈપીએલની મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમ આ મેદાનથી અંજાન છે.

     

  • 17 May 2023 06:29 PM (IST)

    IPL 2023 PBKS vs DC Live Score: આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ

    આઈપીએલ 2023ની 64મી મેચ આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં પહેલી વાર ધર્મશાળાના સુંદર મેદાન પર એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આ મેચમાં જીતીને પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાં બની રહેશે. જ્યારે આ રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી દિલ્હી કેપિટલ્સની ટીમ પંજાબની મુશ્કેલી વધારવાનો પ્રયાસ કરશે.

Published On - 6:28 pm, Wed, 17 May 23